Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝહવે વ્યાજખોરી થશે નાબુદ

હવે વ્યાજખોરી થશે નાબુદ

katch photo
Share Now

કચ્છમાં વ્યાજખોરીનું દુષણ વધી રહ્યું છે. આ દુષણ એટલી હદ સુધી વધ્યું છે કે, વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઈ ગયેલા લોકો જ્યારે આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે ત્યારે જ આ ચેપ્ટરનો અંત આવે છે. ખાસ કરીને ભુજ શહેરમાં વ્યાજખોરોનો આતંક વધી જતાં પોલીસે આજે લોક દરબાર યોજ્યો હતો.

Usury

dailyhunt

જુઓ આ વિડીયો : “એક તક પોલીસને”

ગુજરાતમાં હજારોની સંખ્યામાં નાણા ધીરનારના વ્યવસાય સાથે સંકળાયેલી ફાયનાન્સ પેઢીઓ ધમધમે છે. જેમાંથી અનેક પેઢીઓ વાજબી વ્યાજે નાણાં ધીરનારના બોર્ડ મારી આમ ગરીબ અને જરૂરતમંદ મજબૂર લોકો પાસેથી તગડું વ્યાજ વસુલે છે. આવું ગેરકાયદેસરનું વ્યાજ વસૂલતા સમાજનું લોહી ચૂસતા, સમાજના વિરોધી વ્યાજખોરો છે. વ્યાજખોર સામે સરકાર કડક હાથે કામ લેવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાં લાખો ગરીબ, મજબૂર, અજ્ઞાન, અભણ લોકો વ્યાજના શિકાર બની પોતાનું સર્વત્ર ગુમાવ્યું છે. હજારો લોકોથી આ વ્યાજખોર દ્વારા રહેવા માટેનું આશિયાનુ કે અન્ય મિલકતો ધોખાધડીથી પોતાના નામે કરાવી પચાવી પાડતા હોય છે. 

Usury

હજારોની સંખ્યામાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો આત્મહત્યાનો પ્રયાસ કરી ચુક્યા છે, તો કેટલાય તો આ પ્રયાસમાં સફળ પણ થઇ ગયા છે. અને પોતાના કિમતી પ્રાણ પણ ગુમાવી દીધા છે. ઊંચા દરે વ્યાજે લીધેલા નાણાંનું વ્યાજ કે નાણાં ન ચૂકવનારાઓને વ્યાજખોરો દ્વારા ધાક-ધમકી, અપહરણ, મારકૂટ જેવા શસ્ત્રો ઉગામે છે. ત્યારે દિનપ્રતિદિન વ્યાજખોરોનો વ્યવસાય બેફામ રીતે વધી રહ્યો છે. તેને ડામવા સરકાર સખતમાં સખત કાયદો બનાવે તે લોકો માટે હિતાવહ છે. ઊંચી વ્યાજખોરીના શિકાર લોકો જ્યારે પોતાની આપવીતી પોલીસતંત્ર સુધી લઈ જાય છે ત્યારે તંત્ર દ્વારા પણ ધીરધારની સામાન્ય કલમો નોંધી જામીન પર મુક્ત કરી દેવાય છે. તાજેતરમાં જ ઊંચા વ્યાજથી તગડી કમાણી કરતાં આ ધિરાણકારો, ફાયનાન્સકારો બેફામ બની ગરીબ, મજબૂર લોકોનું શોષણ કરે છે તેવી ઈતિહાદુલ મુસ્લેમિન એ હિન્દ ટ્રસ્ટે રજૂઆત કરી હતી. ત્યારે વ્યાજખોરી નાબુદ કરવા ગરીબ મજુરો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. 

Usury

ભુજમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી સૌરભસિંઘ દ્વારા વ્યાજખોરો સામેની ફરિયાદો સાંભળવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમા ભુજ, નખત્રાણા, લખપત, માંડવી સહિતના 17 જેટલા લોકોએ પોતે વ્યાજખોરીથી પીડાતા હોવાની ફરિયાદ કરી હતી. ઘણા કિસ્સા તો એવા છે જેમાં વ્યાજે લીધેલા રૂપિયા પર 4 ગણી રકમ ચૂકવાઈ પણ ગઈ છે એમ છતાં  ચૂકવવામાં આવી હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી વ્યાજ ચૂકવવામાં લોકોના ઘર વેચાઈ ગયા પણ વ્યાજની રકમ ન ચૂકવાઇ તાજેતરમાં ભુજ અને નખત્રાણાના મંગવાનામાં બે લોકોએ વ્યાજખોરીથી કંટાળીને આપઘાત પણ કરી લીધો હતો ત્યારે આ લોક દરબારમાં પણ ફરિયાદો આવી હતી પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું કે, વ્યાજખોરી ગંભીર દુષણ છે અને આ દુષણને ખતમ કરવા માટે અમે પણ ગંભીર છીએ. જે ફરિયાદો આવી છે તેના પર તપાસ કરી આરોપીઓ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ લોકોને ફરિયાદ હોય તો એસપીને સીધી રજુઆત કરવા પણ જણાવ્યું હતું. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment