Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઅમદાવાદમાં બેઠાં-બેઠાં હવે ખરીદી શકશો ટેસ્લા, ગૂગલ, ફેસબૂક, એપલના શેર

અમદાવાદમાં બેઠાં-બેઠાં હવે ખરીદી શકશો ટેસ્લા, ગૂગલ, ફેસબૂક, એપલના શેર

NSE IFSC to allow Indian retail investors to trade in US stocks like Google, Apple, Tesla, Netflix
Share Now

ગાંધીનગર : ભારતીય શેરમાર્કેટમાં તેજીનો ઘોડો વિનમાં છે. ભારતીય શેરબજારના વેલ્યુએશન ઉંચા છે અને આ લેવલે ખરીદારી હિતાવહ નથી તેવા અનેક મત પ્રવર્તી રહ્યાં છે અને વિદેશી માર્કેટના વેલ્યુએશન હજી પણ અટ્રેક્ટિવ છે તેવી સલાહો ચોતરફથી મળી રહી છે. આ સ્થિતિને જોતાં હવે તમને સવાલ થાય કે વિદેશમાં લિસ્ટેડ શેરને અહિંયા ભારતમાં બેઠાં-બેઠાં કઈ રીતે ખરીદવા ? કોણ આ સુવિધા આપશે ? જવાબ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ટરનેશનલ(NSE IFSC) 

જોકે તમારા આ સવાલનો જવાબ દેશના સૌથી મોટા અને અદ્યતન ટ્રેડિંગ એક્સચેન્જે જ ગઈકાલે આપી દીધો છે. ભારતીય રોકાણકારો હવે વિદેશી શેરબજારમાં પ્રત્યક્ષ રોકાણ કરી શકશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)એ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે એનએસઈના ઈન્ટરનેશનલ એક્સચેન્જ(NSE IFSC) થકી હવે ઘરેલું રોકાણકારો વિદેશી શેરબજારમાં રોકાણ કરી શકશે.

NSE IFSC

NSE IFSC

NSE International Exchange ભારતનું પ્રથમ પ્લેટફોર્મ છે, જે ભારતીય રિટેલ રોકાણકારોને યુએસ શેરમાં ટ્રેડિંગ કરવાની મંજૂરી આપશે. NSE IFSCની આ સુવિધા બિન -પ્રાયોજિત ડિપોઝિટરી રસીદ(unsponsored depository receipts)ના રૂપમાં હશે.

9 ઓગસ્ટના રોજ ગુજરાતના અમદાવાદ નજીક ગાંધીનગર GIFT સિટી ખાતે આવેલ NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IFSC) દ્વારા જણાવાયું તેઓ ટૂંક સમયમાં યુએસના પસંદગીના શેરમાં ટ્રેડિંગની સુવિધા આપશે. NSE IFSCએ નેશનલ સ્ટોક એક્સચેન્જની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. NSEએ બહાર પાડેલ અખબાર યાદીમાં જણાવ્યું હતું કે Unsponsored Depository Receiptsના રૂપમાં આ શેરમાં લેવડ-દેવડ થશે. IFSCA દ્વારા રેગ્યુલેટરી સેન્ડબોક્સ મારફતે આ સુવિધા આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : સરકાર પાસેથી 50% સબસિડી મેળવીને માત્ર 30,000માં શરુ કરો આ બિઝનેસ, થશે 3 લાખની કમાણી

કોણ કરશે સંચાલન ?

સ્ટોક એક્સચેન્જે તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે NSE IFSCના આ પગલાથી ભારતીય રોકાણકારોને વધારાના રોકાણના વિકલ્પ મળશે. રોકાણની આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને આર્થિક હશે.

અમેરિકન બજારના શેરમાં સમગ્ર ટ્રેડિંગ, ક્લિયરિંગ અને હોલ્ડિંગ પ્રક્રિયા IFSC ઓથોરિટીના નિયમનકારી માળખાના ધોરણો અનુસાર હાથ ધરવામાં આવશે. NSE IFSC એ તેના નિવેદનમાં કહ્યું છે કે આ તેના પ્રકારની પ્રથમ સુવિધા હશે, જ્યાં ભારતીય રિટેલ રોકાણકારો RBI દ્વારા નિર્ધારિત લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ NSE IFSC પ્લેટફોર્મ પર કારોબાર કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે RBI ની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) માળખા હેઠળ દેશના નિવાસી ભારતીયોને નાણાકીય વર્ષ દીઠ 2,50,000 ડોલર સુધીની રકમ મોકલવાની મંજૂરી છે.

NSE IFSC Exchange in GIFT city

કેટલા શેર લઈ શકશો ?

આ સુવિધા હેઠળ, રોકાણકારોને યુએસ શેરોમાં અપૂર્ણાંક જથ્થા/મૂલ્યમાં રોકાણ કરવાની સુવિધા પણ હશે. જેથી ભારતીયો માટે અમેરિકાના મોંઘા શેરોમાં રોકાણ કરવું સસ્તું થશે. સરળ શબ્દોમાં કહીએ તો હવે ગૂગલ, ફેસબૂકનો અડધો પોણો શેર પણ લઈ શકશો અને જો તમારે 1000 રૂપિયાનો ગૂગલનો શેર અને 1500નો ફેસબૂકનો શેર લેવો હશે તો પણ મળશે.

આ પણ વાંચો : નોકરીની ચિંતા છોડી માત્ર 70,000થી શરૂ કરો આ બિઝનેસ, 25 વર્ષ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે?

ગુજરાતના ગાંધીનગરના GIFT સિટીમાં ખોલવામાં આવેલા ડીમેટ ખાતામાં રોકાણકારોને ડિપોઝિટરી રસીદ જમા કરાવવાની સુવિધા મળશે અને સ્ટોક સંબંધિત અન્ય તમામ કોર્પોરેટ એક્શન લાભો મળશે.

એનએસઈના સીઈઓ અને એમડી વિક્રમ લિમાયેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે એનએસઈ આઈએફએસસી પ્લેટફોર્મ પર અમેરિકન શેરોનું વેપાર એનએસઈ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ભારતીય રોકાણના એક નવા અધ્યાયની શરૂઆત છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment