ગઈ કાલે ઉતરપ્રદેશના લખીમપુરમાં હિંસાના પગલે 8 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના પુત્રએ ખેડૂતો પર કાર ચઢાવી દેવાની વાત સામે આવી હતી. ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યારે આ ઘટનાના વિરોધમાં રાજકોટ જિલ્લામાં NSUI અને યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ 150 ફૂટ રિંગ રોડનએ ચક્કાજામ કર્યો હતો. અને આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. યારે વિરોધ કરી રહેલા 12 લોકોની પોલીસ અટકાયત કરી હતી.
યોગી સરકાર કેસને રફેદફે કરવા માંગે છે
વિરોધ કરતાં NSUI અને યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, લખીમપુર હિંસામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને મળવા માટે પ્રિયંકા ગાંધી જઈ રહ્યા હતા ત્યારે પોલીસ તેમની અટકાયત કરી હતી. તેમજ સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. કાર્યકર્તાઓએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, યોગી સરકાર આ કેસને રફેદફે કરવા માંગે છે.
આ પણ વાંચો:વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત
સમગ્ર દેશમા સરકારનો વિરોધ
NSUI અને યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન ક્રિકેટરને અંગૂઠામાં ઇજા થાય તો તરત જ ટ્વિટ કરી ડેટ હોય છે. ત્યારે દેશના સૌથી મોટા રાજ્યમાં થયેલ નારસંહાર મામલે આપના વડાપ્રધાન કેમ હજૂ સુધી કઈ બોલતા નથી. તમને જણાવી દઈએ કે ગઈ કાલે લખીમપૂરમાં થયેલ હિંસાને લઈને સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે. અને ઘણી જગ્યાએ સરકારનો વિરોધ થઈ રહ્યો છે.
ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે સમાધાન
રવિવારે યુપીના લખીમપુરમાં ફાટી નીકળેલી હિંસાના કારણે હંગામો થયો હતો. મોડી રાત્રે, ઘણા મોટા નેતાઓ લખીમપુર (લખીમપુર-ખેરી હિંસા) માટે રવાના થયા હતા, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી. જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવ તેમજ બસપના મહાસચિવ સતશચંદ્ર મિશ્રાના નામ પણ સામેલ છે. બીજી તરફ, વહીવટીતંત્ર સતત લખીમપુરમાં ખેડૂતો સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસાના કિસ્સામાં ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે સમાધાનના સમાચાર પણ સામે આવ્યા છે. વહીવટીતંત્ર અને ખેડૂત નેતાઓ વચ્ચેની સંયુક્ત વાટાઘાટોમાં ઘણી મહત્વની માંગણીઓ પર સંમતિ આપવામાં આવી હતી. જેમાં મૃતક ખેડૂતોના પરિવારને 45-45 લાખ રૂપિયા મળશે. તેમજ સમાધાનમાં એક વાત એવી પણ છે કે હાઇકોર્ટના નિવૃત્ત જજ આ મામલાની તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ઉતરપ્રદેશના લખીમપુરમાં હિંસાના પગલે 8 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના પુત્રએ ખેડૂતો પર કાર ચઢાવી દેવાની વાત સામે આવી હતી. ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ત્યારે આ ઘટનાના વિરોધમાં રાજકોટ જિલ્લામાં NSUI અને યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ 150 ફૂટ રિંગ રોડનએ ચક્કાજામ કર્યો હતો. અને આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. યારે વિરોધ કરી રહેલા 12 લોકોની પોલીસ અટકાયત કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4