પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના જનક વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કાદિર ખાન (Nuclear scientist Dr Abdul Qadeer Khan) નું નિધન થઇ ગયુ છે. 85 વર્ષના ડૉ. ખાનને 26 ઓગસ્ટએ રિસર્ચ લેબોરેટરી હોસ્પિટલમાં કોવિડ સંક્રમિત થયા હતા. કોરોનાના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, જે બાદ તેમને રાવલપિંડિ સેનાના એક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. પાકિસ્તાની મીડિયાના એક રિપોર્ટ મુજબ, આ પહેલાં તેમને ઇન્ફેક્શન વધારવાના કારણે વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
પાકિસ્તાનને (Pakistan) મોટી ખોટ
Nuclear scientist Dr Abdul Qadeer Khan, considered the father of Pakistan's nuclear programme, died in Islamabad today morning at the age of 85: Pak media
— ANI (@ANI) October 10, 2021
ભોપાલમાં જન્મેલા ડૉ.કાદિર 1947 માં ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન આવી ગયા હતા. પેશેથી એક એન્જીનિયર અને એક દશકથી વધુ સમય સુધી પરમાણુ બોમ્બ બનાવવાની તકનીક, મિસાઇલ બનાવવા માટે યુરેનિયમ સંવર્ધન, મિસાઇલ માં લાગવાવાળા ઉપકરણ અને પુર્જોંના વ્યાપારમાં કામ કરી ચુક્યાં છે.
- ડૉ.કાદિર 1947 માં ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન આવી ગયા હતા
- પેશેથી એક એન્જીનિયર હતા
- એક સમયમાં તે પાકિસ્તાનના સૌથી તાકતવર વ્યક્તિ બની ગયા હતા
યુરોપમાં વર્ષો સુધી ઉર્જાના ક્ષેત્રમાં ભણતર અને કામ કરી ચુકેલા છે, તેમણે મિસાઇલ બનાવવાની રીત પણ ખબર હતી. તેમના પર આરોપ હતો કે, તેમને પરમાણુ તકનીકની જાણકારી લીબીયા,ઉત્તર કોરિયા અને ઇરાનને આપી હતી, આ દેશોના પરમાણુ કાર્યક્રમમાં તે મહત્વનું નામ બનીને ઉભર્યાં છે.
એક સમયમાં તે પાકિસ્તાનના સૌથી તાકતવર વ્યક્તિ બની ગયા હતા, શાળાની દીવાલો પર તેમના ફોટા લગાવેલા છે, તેમના ફોટા રસ્તાઓ-ગલિઓ અને પોસ્ટરમાં પણ જોવા મળે છે. તેમને 1996 થી 1999 માં બે વાર પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન નિશાન એ ઇમ્તયાઝ થી પણ નવાજવામાં આવ્યા હતા.
જુઓ વીડિયો
ઇમરાન ખાને ખબર અંતર ના પુછયાં
ઇમરાન ખાને વિશે કહેવાય છે કે, અબ્દુલ કાદિરે હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે ઇમરાન ખાને તેમના કોઇ ખબર અંતર પુછ્યાં નહોતા. અબ્દુલ કાદિરે ન્યૂઝ ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું ,કે મને ખૂબ જ દુ:ખ થયું છે કે, ન તો પ્રધાનમંત્રી કે તેમના મંત્રીમંડળના સભ્યોએ મારા સ્વાસ્થ્ય વિશે કોઇ જાણકારી નછી, ના પુછે છે.
આ પણ વાંચો: Amit Shah Interview: પરિવર્તન માટે જીદ નહીં પરંતુ જોખમ લઈને નિર્ણય કરે છે પીએમ મોદી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4