Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeએન્ટરટેઈન્મેન્ટનુસરત જહાંએ પુત્રનું નામ ઈશાન રાખ્યું, શું તે સિંગલ મધર બનીને બાળકની રાખશે સંભાળ

નુસરત જહાંએ પુત્રનું નામ ઈશાન રાખ્યું, શું તે સિંગલ મધર બનીને બાળકની રાખશે સંભાળ

nusrat jahan,nusrat jahan son name,nusrat jahan babay
Share Now

તૃણમૂલ કોંગ્રેસના(TMC) સાંસદ અને બંગાળી ફિલ્મ અભિનેત્રી નુસરત જહાંએ(Nusrat Jahan) એક બાળકને જન્મ આપ્યો છે. નુસરત જહાંએ ગુરુવારે બપોરે તેના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. હાલમાં, નુસરત જહાં અને તેમનું બાળક બંને સ્વસ્થ છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે. આ દરમિયાન અભિનેત્રીના પુત્રનું નામ પણ સામે આવ્યું છે. નુસરત જહાંએ તેના પુત્રનું નામ ઈશાન રાખ્યું. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને આજે હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી શકે છે.

ગુરુવારે પુત્રને આપ્યો હતો જન્મ 

નુસરત જહાં(Nusrat Jahan) બુધવારે સાંજે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણે ગુરુવારે રાત્રે 12:20 વાગ્યે તેના પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન ગુરુવારે અભિનેત્રીના મિત્ર યશ દાસગુપ્તા પણ તેમની સાથે હોસ્પિટલમાં હાજર હતા. બાળકને જન્મ આપ્યા બાદ  નુસરત જહાંથી અલગ થયેલા નિખિલ જૈને પણ અભિનેત્રી અને નવજાત બાળકને શુભેચ્છા પાઠવી હતી. નિખિલે કહ્યું, ‘અમારી વચ્ચે મતભેદો હોઈ શકે છે, તેમ છતાં હું નવજાત બાળક અને તેની માતાને શુભેચ્છા પાઠવું છું. હું બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું.

nusrat jahan,nusrat jahan son name,nusrat jahan babay

આ પણ વાંચો:યુવાનોમાં રમત પ્રત્યે વધતો ઉત્સા જ મેજર ધ્યાનચંદ્રને સાચી શ્રદ્ધાંજલિ

પોતાના અંગત જીવનને લઈને રહે છે ચર્ચામાં

તમને જણાવી દઈએ કે, નુસરત જહાં(Nusrat Jahan) લાંબા સમયથી પોતાના અંગત જીવન અને પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. તે લાંબા સમયથી તેના પતિ નિખિલ જૈનથી અલગ રહે છે. નિખિલ જૈન સાથે અલગ થવાની સાથે નુસરત જહાં તેમના અને યશ દાસગુપ્તા વચ્ચેના સંબંધોનવ લઈને પણ ચર્ચામાં છે. આ પહેલા પણ ગર્ભાવસ્થા દરમિયાન નુસરત ઘણીવાર યશ દાસગુપ્તા સાથે જોવા મળી હતી. તેઓ અવારનવાર સાથે જમવા જતા. સોશિયલ મીડિયા પર પણ, તેમની નિકટતાની વાતો ઘણીવાર વાયરલ થાય છે.

નિખલ જૈન સાથે કર્યા હતા લગ્ન 

નુસરત જહાંએ તુર્કીમાં જૂન 2019 માં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા. આ ડેસ્ટિનેશન વેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, પરંતુ એક વર્ષ પૂરું થાય તે પહેલા જ તેમના સંબંધો બગડી ગયા અને બંને અલગ રહેવા લાગ્યા. આ પછી નુરસાત જહાંએ એક નિવેદન બહાર પાડી તેના પોતાના  લગ્નને ‘ગેરકાયદેસર’ જાહેર કર્યા હતા. સાથે જ અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે ગર્ભવતી છે અને નિખિલ જૈનથી અલગ રહે છે.

તમને જણાવી દઈએ કે નુસરત જહાં(Nusrat Jahan) તેના પતિથી અલગ થઈ ગઈ છે. નુસરત જહાં પહેલેથી જ જાહેર કરી ચૂકી છે કે તેમના લગ્ન કાયદેસર નથી અને તે નિખિલ જૈન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ સાથે નિખિલ જૈને ખુલાસો પણ કર્યો છે કે તે બાળકનો પિતા નથી. કારણ કે લગ્નના થોડા મહિના પછી નુસરત પોતાનો તમામ સામાન લઈને ગઈ હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment