Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝશા માટે અનેક વાર ટ્રોલ થતા TMC સાંસદ નુસરત જહાં ફરી ચર્ચામાં ???

શા માટે અનેક વાર ટ્રોલ થતા TMC સાંસદ નુસરત જહાં ફરી ચર્ચામાં ???

NUSARAT JAHA TROLLS
Share Now

બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં હાલ ભારે ચર્ચામાં છે. નુસરત ગર્ભવતિ હોવાની વાત મીડિયામાં વહેતી થઈ અને તેના પતિએ કહ્યું કે બાળક મારું નથી? આ મીડિયા રિપોર્ટથી ભારે ખળભળાટ મચી ગયો છે. બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીને નુસરતની પ્રેગનન્સી અને પતિ સાથેના સંબંધો વિશે ફેસબુક પોસ્ટ લખી છે.

નુસરત જહાં 6 મહિનાથી પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા

nusrat troll on her preganacy news

મીડિયા રિપોર્ટ અનુસાર, નુસરત જહાં 6 મહિનાથી ગર્ભવતી હોવાનું જણાવાયું છે. જોકે આ મામલે તેમના તરફથી કે તેમની મીડિયા ટીમ તરફથી કોઈ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ અનુસાર, તેમની સાસરીના લોકોને પણ તેની જાણકારી નથી.

પતિએ કહ્યું, મારું બાળક નથી !

રિપોર્ટ અનુસાર, નુસરતના પતિ નિખિલ જૈને આ પ્રેગ્નન્સી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તે બંનેનું લગ્નજીવન તૂટવાના આરે છે. નુસરત ગત વર્ષે ડિસેમ્બર 2020થી તેમનું ઘર છોડીને તેનાં માતાપિતા સાથે બાલીગંજવાળા ઘરમાં રહે છે. ત્યાર પછી તેઓ બંને એકવાર પણ મળ્યાં નથી. એવામાં એ ગર્ભસ્થ બાળક તેનું કેવી રીતે હોઈ શકે છે?

ભાજપા નેતા સાથે અફેરની ચર્ચા

રિપોર્ટ અનુસાર, નુસરત જહાંને બંગાળની ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર રહેલા યશ દાસગુપ્તા સાથેના સંબંધોના સમાચારો પણ આવી રહ્યા છે. તેઓ બંને એક ફિલ્મના શૂટિંગ વખતે મળ્યાં હતાં. બંને અનેકવાર સાથે જોવા મળ્યાં. બંને થોડા સમય પહેલાં સાથે જયપુર અને અજમેર શરીફ ગયાં હતાં. બંને એકબીજાના ઘરે અનેક વખત આવ-જા કરતાં હોય છે. નુસરતનાં માતાપિતા સાથે પણ યશના ઘણા સારા સંબંધો છે. સમાચારો અનુસાર, નુસરત ટૂંક સમયમાં નિખિલથી છૂટાછેડા લે એવી શક્યતા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર સીએમ ઠાકરેની પીએમ મોદી સાથે મુલાકાત

સાંસદ બનતા જ કરી લગ્નની જાહેરાત

2019માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નુસરતે પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ત્યાર બાદ બંનેએ 19 જૂને લગ્ન કરી લીધા હતા. નુસરત અને નિખીલના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

તસલીમા નસરીને પોસ્ટમાં શું લખ્યું?

આ ચર્ચાઓ વચ્ચે બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીને નુસરત જહાં કથિત રીતે ગર્ભવતી હોવાની પ્રતિક્રિયા આપી છે. પોતાની ફેસબુક પોસ્ટ પર નસરીને લખ્યું,‘નુસરતના સમાચાર ખૂબ જોવા મળી રહ્યા છે. તેઓ ગર્ભવતી છે. તેમ છતાં તેમના પતિ નિખિલને આ મામલે કંઈ જાણ નથી.’ તસલીમા નસરીને લખ્યું, ‘બંનેને છ મહિનાથી અલગ કરી દેવાયાં હતા, પરંતુ અભિનેત્રી નુસરતને યશ નામના અભિનેતા સાથે પ્રેમ છે. લોકો તેને જ બાળકનો પિતા માને છે, નિખિલને નહીં. આ સત્ય છે કે અફવા, એ ખ્યાલ નથી પણ જો આમ જ રહેશે તો શું નિખિલ અને નુસરતના છૂટાછેડા થાય એ સારું નથી? ચામાચીડિયાની જેમ કોઈ સંબંધને લટકાવી રાખવાનો કોઈ મતલબ નથી. બંને પાર્ટી આનાથી અસુવિધાજનક સ્થિતિમાં છે. જ્યારે પતિ સાથે મનમેળ ન હોય તો તલાક લેવા એ જ સારી વાત છે.’

કટ્ટરપંથીઓના નિશાન પર રહ્યાં છે નુસરત

નિખિલ જૈન અને નુસરતના લગ્ન જૂન 2019માં થયાં હતાં. બંનેએ ત્યારે હિન્દુ, ઈસ્લામ અને ઈસાઈ રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. તેમના આ લગ્નને કટ્ટરપંથીઓએ સ્વીકાર્યા નહોતા. જ્યારે તેઓ સંસદમાં શપથ લેતી વખતે મંગળસૂત્ર અને સિંદૂર સાથે નજરે પડ્યાં તો તેમના વિશે અનેક કોમેન્ટ્સ થઈ હતી. એ સમયે નુસરત જહાં વિરુદ્ધ ફતવો પણ જારી કરાયો હતો.

વધૂની જેમ પહેરવેશમાં સંસદ પદના શપથ ગ્રહણ કર્યા

nusrat at lok sabha

the financial express

લોકસભાની ચૂંટણી જીત્યા બાદ તેમણે સફેદ અને લાલ રંગની સાડી, માઠી પર સિંદુર અને બંગડી એટલે કે હિન્દુ ધર્મ અનુસાર નવવધૂની જેમ પહેરવેશમાં સંસદ પદના શપથ ગ્રહણ કર્યા હતા. જેની તસવીર વાયરલ પણ થીય હતી. નુસરતને આ રીતે જોઈને તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. નુસરતે બીજા ધર્મમાં લગ્ન કરવા બાબતે પણ લોકોએ ખૂબ જ સાચું-ખોટું સાંભળાવ્યું હતું. આટલું જ નહીં તેના પહેરવેશ માટે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થવું પડ્યું હતું.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment