Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeનેચર & વાઈલ્ડ લાઈફજાણો ક્યો જીવ કહેવાય છે મિની જેગુઆર ?

જાણો ક્યો જીવ કહેવાય છે મિની જેગુઆર ?

ocelot
Share Now

પાણી,જમીન અને ઝાડ પર શિકાર કરનારા જીવનું નામ લેવામાં આવે ત્યારે જેગુઆર અને દીપડાનું નામ આવે છે. પરંતુ એક મિની જેગુઆરના નામથી ઓળખાતો આ જીવ પણ આ ક્ષમતા રાખે છે અને આ જીવ છે ઑસલૉટ (ocelot). જેને સાઉથ અમેરિકા અને મેક્સિકોના જંગલનો રાજકુમાર કહેવાય છે તથા નાની બિલાડીઓના કુળમાં હલ્ક ગણવામાં આવે છે. ઑસલૉટ (ocelot) એક જંગલી બિલાડી છે જે જેગુઆર જેવી દેખાય છે તો સાથે જેગુઆર જેવા ગુણ પણ છે. ઑસેલૉટ (ocelot) કેટ સેન્ટ્રલ તથા સાઉથ અમેરિકા,મેક્સિકો, સાઉથ વેસ્ટર્ન અમેરિકામાં જોવા મળે છે. 

Margay AKA Tree Ocelot

Image Courtsey: Things Guyana

બિલાડી માણસ વસવાટની આસપાસ પણ જોવા મળે છે

ઑસેલૉટ(ocelot)ને પાંદડાઓની કેનોપી,બ્રુસલેન્ડમાં રહેવું ગમે છે. આ બિલાડી માણસ વસવાટની આસપાસ પણ જોવા મળી જાય છે. માનવ વસ્તીની આસપાસ દેખાવવાનું કારણ છે કે મધ્યમ કદની બિલાડી 45 સ્ક્વેયર કિલોમીટર જેટલી મોટી ટેરેટરી હોય છે. તો સાથે જ માનવ વસાહત પાસે ઉંદર આસાનીથી મળી શકે છે. ઑસેલૉટ ઘટાદાર જંગલની નીચેના નાનાં ઝાડ પર અને સૌથી વધારે શિકાર મળવાની સંભાવના હોય તેવી જગ્યા પર રહેવાનું પસંદ કરે છે. તો સાથે જ પાણી પ્રમુખતાથી મળી રહે તેવી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે.

-Ocelo_baby_1

Image Courtesy : Wikipedia

આ બિલાડી એક મધ્યમ કદની બિલાડી હોય છે. પાળતુ બિલાડીથી બે ગણી મોટી આ જંગલી બિલાડી હોય છે. જે નાના દીપડા તરીકે પણ ઓળખાય છે. ઑસેલૉટનો વજન 15 કિલોગ્રામ સુધી થઈ શકે છે. અને લંબાઈ 28થી 35 ઇંચ સુધી વધી શકે છે. ઑસેલૉટ એક ખુબસુરત જંગલી બિલાડી છે.

સૌથી દમદાર શિકારી

MINI JAGUAR

Image Courtesy : Wikipedia

લેપરડસ કુળમાંથી આવાનારી ઑસેલૉટ સૌથી દમદાર શિકારીયોમાંની એક છે. આ મધ્યમ કદની જંગલી બિલાડી નિશાચર હોય છે. રાતમાં શિકાર કરવા માટે માણસથી ઘણી સારી નજર અને શ્રવણ શક્તિનો ઉપયોગ કરે છે ઑસલૉટ. ઑસલૉટના પંજા તેના કદની અન્ય બિલાડીયો કરતા સૌથી વધુ મજબૂત હોય છે. મુખ્યત્વે નિશાચર ઑસલૉટ સસલું, ઉંદર,ઈગુઆના,માછલી અને દેડકાંનો શિકાર કરે છે. ઑસલૉટ જમીનની સાથે-સાથે ઝાડ પર પણ શિકાર કરે છે. આ જંગલી બિલાડી ખિસકોલી, સ્ટાલ્ક વાંદરા અને પક્ષીઓનો શિકાર કરે છે.

  • લેપરડસ કુળમાંથી આવાનારી ઑસેલૉટ સૌથી દમદાર શિકારીયોમાંની એક છે
  • આ મધ્યમ કદની જંગલી બિલાડી નિશાચર હોય છે.
  • ઑસલૉટના દાંત તીક્ષ્ણ હોય છે
  • ઑસલૉટ માંસનો ટુકડો આસાનીથી ગળી શકે 
  • જીભ દરેક માંસના ટુકડાને એક-એક હાંડકાંમાંથી સાફ કરી શકે છે
  • ઑસલૉટ પાણી,જમીન અને ઝાડ પર શિકાર કરવા માટે ઓળખાય છે
  • માદા ઑસલૉટ ગર્ભવતી થયા પછી 2 કે 3 મહીના પછી 1 થી લઈને 3 બચ્ચાને જન્મ આપે છે

ઑસલૉટના દાંત તીક્ષ્ણ હોય છે જે શિકારને આરીની જેમ કાપી નાખે. જેનાથી ઑસલૉટ માંસનો ટુકડો આસાનીથી ગળી શકે. ઑસલૉટને ચાવવાના મોલર દાંત હોતા નથી. તેની જીભ દરેક માંસના ટુકડાને એક-એક હાંડકાંમાંથી સાફ કરી શકે છે.

ઑસલૉટ અન્ય મોટી બિલાડીઓની વિપરીત પાણીથી દૂર ભાગતી નથી પરંતુ પાણીમાં તરીને માછલી અને દેડકાંનો શિકાર કરે છે. દીપડા અને જેગુઆરની જેમ ઑસલૉટ પાણી,જમીન અને ઝાડ પર શિકાર કરવા માટે ઓળખાય છે. આ જ કારણે ઑસલૉટને મિની જેગુઆર અથવા નાનો દીપડો કહેવાય છે. નર અને માદા ઑસલૉટ એકલા જ રહેવું પસંદ કરે છે. તો સાથે જ નર અને માદા પોતાની ટેરેટરી માટે યુરીન સ્પ્રે પણ કરે છે. જ્યારે મેટિગ પીરિયડ હોય ત્યારે નર માદા આજ યુરીન સ્પ્રેને સુંઘીને એક બીજાની નજીક આવે છે અને મેટિગ કરે છે. માદા ઑસલૉટ ગર્ભવતી થયા પછી 2 કે 3 મહીના પછી 1 થી લઈને 3 બચ્ચાને જન્મ આપે છે. અને આ બચ્ચા વર્ષના ગમે તે મહીનામાં આપી શકે છે.

-Ocelot_01

Image Courtesy : Wikipedia

માદા ઑસલૉટ જન્મ ના થોડા મહીના પછી બચ્ચા ને શિકાર કરતા શીખવે છે. આ બચ્ચા પોતાના તીક્ષ્ણ કેનાઈન દાંત વડે નાના-નાના જીવોને મોતને ઘાટ ઉતારી દે છે. ઘણી વાર માઁ પોતાના બચ્ચા સાથે રમતા-રમતા જ શિકારનું કૌશલ્ય શીખાડે છે. માતા ઑસલૉટની સાથે 2 વર્ષથી થોડા મોટા થાય ત્યાં સુધી બચ્ચા સાથે રહે છે. અને પોતાનો ખુદનો નવો વિસ્તાર શોધવા માટે નીકળી જાય છે.

ઑસલૉટને એક સમયે ખુબ લોકો પાળતા હતા. અન્ય જંગલી બિલાડીની જેમ ઑસલૉટને પણ લોકો ખુબ પસંદ કરતા હતા. પ્રસિદ્ધ સ્પેનના ચિત્રકાર સેલ્વાડોર દાલીએ એક ઑસલૉટને પાળતુ બનાવી હતી. જેનુ નામ બાબુ રાખ્યુ હતુ. અને આ બાબુ ઑસલૉટને સમુદ્રના જહાજોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા.

એક સમય હતો જ્યારે શિકારીઓ આ બિલાડીની ચામડી માટે લાખોની સંખ્યામાં ઑસલૉટને મારી નાખતા હતા. બાદમાં ઑસલૉટને બચાવવાના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા. ખુબ જ ઓછી સંખ્યા હોવાને લીધે ઈ.સ. 1972 થી 1996 સુધી આ માસૂમ બિલાડીને સંકટને આરે પહોચેલી જાતિ ઘોષિત કરી હતી. પછી ફરીથી આ બિલાડીને બચાવવાના પ્રયાસ ચાલુ કર્યા. અને આ મિની જેગુઆર આજે અમેરિકાના જંગલમાં પોતાના મજબૂત પંજાથી શિકાર કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.

આ પણ વાંચો: નેધરલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી ભારતમાં?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment