Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝ‘ભણવાની કોઇ ઉંમર હોતી નથી’ આ ધારાસભ્યએ પાસ કરી ધોરણ 10 ની પરીક્ષા

‘ભણવાની કોઇ ઉંમર હોતી નથી’ આ ધારાસભ્યએ પાસ કરી ધોરણ 10 ની પરીક્ષા

Share Now

ઓડિશા (Odisha)માં સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય (MLA)પૂર્ણચંદ્ર સ્વૈન 5,223 વિદ્યાર્થીઓમાંથી એક છે જેને ઓડિશા માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા આયોજિત 10 મા ધોરણની પરીક્ષા પાસ કરી છે. જણાવી દઇએ કે ત્રણ વખત ધારાસભ્ય (MLA)રહી ચુકેલા સ્વૈને 1997 માં સ્કૂલ છોડી દીધી હતી.

80 ટકાથી વધુ ઉમેદવારો થયા પાસ

આ પરીક્ષામાં 5223 વિદ્યાર્થીઓ (students)ને સફળતા મળી છે જ્યારે 141 ઉમેદવાર ફેઇલ થયા છે. લગભગ 80.83 ટકા ઉમેદવાર પરીક્ષામાં પાસ થયા છે. સફળ ઉમેદવારો (Candidate)માં 3100 છોકરાઓ અને 2133 છોકરીઓ છે.

કોરોનાની મહામારીને પગલે બોર્ડ દ્વારા ઓનલાઇન (Online)જાહેર કરેલા પરિણામને નકાર્યા બાદ આ ઉમેદવારો ઓફલાઇન પરીક્ષા (Offline Exam)માં સામેલ થયા હતા.

ધારાસભ્યએ પરીક્ષા પાસ કરી

ગંજામ જિલ્લાના સુરાદાથી બીજદ ધારાસભ્ય (MLA)સ્વૈને 49 વર્ષની ઉંમરમાં 10 માં ધોરણની પરીક્ષા (Exam)માં 68 ટકા મેળવ્યા છે. તેને 500 માર્કની પરીક્ષા (Exam)માંથી 340 માર્ક મળ્યા છે. આ પરીક્ષામાં સૌથી વધુ 85 માર્ક પેન્ટિંગ વિષય (Subject)માં મળ્યા છે. તે સિવાય હોમ સાયન્સ (Science)માં 83, ઉડીયામાં 67, સોશિયલ સાયન્સમાં 61 અને ઇંગ્લિશમાં 44 માર્ક મળ્યા છે.  

કેરળના વયોવૃદ્ધનો રેકોર્ડ

ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં કેરળ (Kerala)ના વયોવૃદ્ધનો રેકોર્ડ છે જેને 105 વર્ષની ઉંમરમાં સાક્ષરતા મિશનની પરીક્ષા પાસ કરી હતી. તેઓ 74.5 ટકા માર્ક સાથે પરીક્ષા (Exam)માં ઉતિર્ણ થયા હતા. 9 વર્ષની ઉંમરમાં વયોવૃદ્ધાનો અભ્યાસ છૂટી ગયો હતો. તે સમયે તેઓ ધોરણ 3 માં અભ્યાસ કરતા હતા.

આ પહેલાનો રેકોર્ડ ધ્વસ્ત

જણાવી દઇએ કે પાંચ બાળકોના માતા અને તેર બાળકોના દાદીએ કેરળ (Kerala)સરકાર દ્વારા પ્રદેશ સાક્ષરતાને 100 ટકા બનાવવા માટે શરૂ કરેલા અભિયાન હેઠળ પરીક્ષા (Exam)માં ભાગ લીધો હતો. તે સમયે 105 વર્ષના વયોવૃદ્ધે 96 વર્ષના ભાગીરથી અમ્માનો રેકોર્ડ તોડ્યો હતો.

ભાગીરથી અમ્માએ વર્ષ 2018 માં યોજાયેલી પરીક્ષા (Exam)માં 100 માંથી 98 માર્ક મેળવ્યા હતા. તેઓ આ પરીક્ષામાં સૌથી વધુ માર્ક મેળવનારમાં સામેલ છે. મહત્વનું છે કે કેરળ સરકાર (Kerala Government)પ્રદેશ સાક્ષરતા મિશન ઓથોરિટી હેઠળ દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરે છે.

આ પણ વાંચો: સેનાની હાજરી પર મતભેદ : બાઇડનની અફઘાન નીતિ પર G-7 નેતાઓએ ઉઠાવ્યા સવાલ

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment