Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝરાહતના સમાચાર: તેલના ભાવમાં થશે ઘટાડો, સરકારે ઘટાડી આયાત ડ્યૂટી

રાહતના સમાચાર: તેલના ભાવમાં થશે ઘટાડો, સરકારે ઘટાડી આયાત ડ્યૂટી

Oil Price will Ease ? Centre cuts custom duties on edible oils to control retail prices
Share Now

દેશની જનતા વધતા પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે રાંધણ ગેસના બાટલા ખાદ્યતેલ(Oil Price) અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાથી પરેશાન છે. જોકે આગામી સમયમાં આ સ્થિતિ સુધરી શકે છે. મોદી સરકારે સામાન્ય જનતાને તહેવારોની આ સીઝનમાં અને ખાસ કરીને દિવાળી સુધીમાં મોટી રાહત મળી રહે તે માટે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:  આજે 9/11 હુમલાની વીસમી વરસી, પહેલા પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયો હતો એક હુમલો

Oil Price :

નિર્મલા સીતારમણના નેજા હેઠળના નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર ખાદ્યતેલ (Edible Oil)ના ભડકે બળતા ભાવને ઘટાડવા માટે સરકારે પામ ઓઇલ, સોયા ઓઇલ અને સનફ્લાવર ઓઇલ પર આધારભૂત આયાત શુલ્ક ઘટાડી છે અર્થાત બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

ક્યાં તેલમાં કેટલો ભાવ ઘટાડો?

નાણાં મંત્રાલયે શુક્રવારે મોડી રાત્રે જારી કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે પામ ઓઇલ પર બેઝ કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે, જ્યારે સોયા ઓઇલ અને સનફ્લાવર ઓઇલ પર ટેક્સ 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવ્યો છે. આ નવા દર(Oil Price) શનિવારથી જ અમલમાં આવી જશે તેમ નાણામંત્રાલયે જણાવ્યું છે.

Oil Price will Ease ? Centre cuts custom duties on edible oils to control retail prices

સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (SEA)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીવી મહેતાએ જણાવ્યું હતું કે આ ઘટાડા સાથે પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલના ભાવમાં 24.75 ટકા સુધીનો ઘટાડો થશે, જ્યારે રિફાઈન્ડ પામ ઓઈલ, સોયા ઓઈલ અને સૂર્યમુખી તેલના ભાવ પણ 35.75 ટકા સુધી ઘટી શકે છે.

તેમણે કહ્યું કે નવા કાપ સાથે છૂટક કિંમતોમાં 4 થી 5 રૂપિયા Oil Price પ્રતિ લિટરનો ઘટાડો અંદાજિત છે. આ ઉપરાંત સામાન્ય રીતે એવું પણ જોવા મળે છે કે ભારતની આયાત ડ્યૂટી ઘટાડ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ મજબૂત થઈ જાય છે તેથી વાસ્તવિક અસર પ્રતિ લિટર માત્ર બેથી ત્રણ રૂપિયા હોઈ શકે છે.

Oil Price will Ease ? Centre cuts custom duties on edible oils to control retail prices

કેન્દ્રનો આયાત ડ્યુટીમાં ઘટાડો

સરકારે ભાવમાં ઘટાડો કરવા માટે સરસવના તેલ(Oil Price)ની આયાત ડ્યૂટી ઘટાડવી હતી પરંતુ, છેલ્લા કેટલાક મહિનાઓમાં કેન્દ્રએ વ્યક્તિગત ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે અને રાજ્યોને જથ્થાબંધ વેપારીઓ, મિલરો, રિફાઇનર્સ અને સ્ટોકિસ્ટ પાસેથી ખાદ્ય તેલ અને તેલીબિયાની સ્ટોક વિગતો મેળવવા જણાવ્યું છે. આ સાથે સરકારે 11,040 કરોડના પામ ઓઇલ મિશનની પણ જાહેરાત કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment