Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeહેલ્થઆ તેલ તમારા વાળ સફેદ થતા રોકશે અને વાળનો ગ્રોથ પણ સારો કરશે

આ તેલ તમારા વાળ સફેદ થતા રોકશે અને વાળનો ગ્રોથ પણ સારો કરશે

Share Now

આજના સમયમાં નાની વયમાં જ વાળ સફેદ થઈ જવાની સમસ્યા વધુ જોવા મળે છે. તેના અનેક કારણો છે. ફેશનેબલ દેખાવા માટે નાની ઉંમરમાં જ યુવાનો કેમિકલયુક્ત હેર કલરનો ઉપયોગ કરવા લાગે છે. હેર કલર વાળને ખરાબ કરે છે. આ સાથે જ અનહેલ્ધી ખાન-પાન અને લાઈફસ્ટાઈલ પણ કારણભૂત છે. કેમિકલ વાળા શેમ્પૂ, કંડિશનર અને બીજા ઉત્પાદનોનો વપરાશ પણ વધી રહ્યો છે. જેના વધારે પડતા ઉપયોગથી વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. સ્વસ્થ અને સારા વાળ ઈચ્છતા હોવ તો આ બધા જ કેમિકલવાળા ઉત્પાદનોથી દૂર રહેવું જોઈએ. આ સાથે જ કેટલાંક કુદરતી તેલથી મસાજ કરવામાં આવે તો વાળને સફેદ થતા રોકી શકાય છે.

આંબળા યુક્ત નારિયેળ તેલ

image : google

વાળને કાળા કરવા માટે નારિયેળ તેલમાં થોડો આંબળાનો પાવડર મિક્સ કરો. બન્નેને સાથે ગરમ કરો. બન્ને એકબીજામાં બરાબર મિક્સ થઈ જાય પછી તેલને ઠંડુ પાડીને તેનાથી વાળના મૂળમાં આ તેલથી મસાજ કરો. આખી રાત તેને વાળમાં રહેવા દો અને સવારે વાળ ધોઈ નાખો. આંબળામાં વિટામિન સી હોવાને કારણે તેમાં કોલેજનની ક્ષમતા હોય છે. જે વાળના સારા ગ્રોથ માટે જરૂરી છે. તે વાળને કાળા પણ બનાવે છે.

આ પણ વાંચો : ચિંતા અને તણાવને દુર કરવા માટે અપનાવો આ સુપરફુડ્સ

દિવેલ અને સરસિયાનું તેલ

દિવેલમાં પ્રોટીન ઘણી સારા માત્રામાં હોય છે જે વાળને તૂટતા રોકે છે. તો સરસિયાના તેલમાં આયરન, મેગ્નેશિયમ, સેલિનિયમ, ઝિંક અને કેલ્શિયમ હોય છે જે વાળને સ્વસ્થ બનાવે છે. તેના પોષણથી વાળ કાળા થાય છે. 2 ચમચી સરસિયાના તેલમાં એક ચમચી દિવેલ નાખીને તેને થોડીવાર ગરમ કરો. તેલ ઠંડુ થાય એટલે વાળના મૂળમાં તેને લગાવીને 10 મિનિટ માલિશ કરો. તેને થોડીવાર વાળમાં રહેવા દો અને પછી વાળને ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં ઓછામાં ઓછો 3 વાર કરો.

નારિયેળ તેલ અને મહેંદી

image : google

સફેદ વાળથી છુટકારો મેળવવા માટે નારિયેળ તેલ અને મહેંદી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મહેંદીનો રંગ વાળના મૂળ સુધી પહોંચે છે અને તેનાથી વાળનો રંગ પણ ભૂરો દેખાય છે. મહેંદીને મૂળ સુધી પહોંચાડવામાં નારિયેળ તેલ મદદ કરે છે. આના માટે 3-4 ચમચી નારિયેળનું તેલ ઉકાળી લો અને તેમાં મહેંદીના પાંદડા નાખો. તેલનો રંગ ભૂરો ન થાય ત્યાં સુધી ઉકાળો અને ત્યારબાદ તેને ઠંડુ કરીને વાળના મૂળ સુધી લગાવો. તેને એક થી બે કલાક વાળમાં રહેવા દો અને પછી વાળ ધોઈ લો. આમ નિયમિત રીતે કરતા રહેશો તો વાળ કાળા થવા લાગશે.

ઓલિવ ઓઈલ અને કાળા તલનું તેલ

કાળા તલ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને લગાવવાથી પણ સફેદ વાળથી છુટકારો મળી શકે છે. વાળ કાળા કરવાની સાથે તે વાળને પોષણ પણ આપે છે, જેનાથી વાળ ચમકીલા અને મજબૂત બને છે. આ તેલ બનાવવા માટે એક કપમાં એક મોટી ચમચી કાળા તેલ લો. તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ નાખો. આ મિશ્રણથી વાળના મૂળમાં મસાજ કરો અને તેને રહેવા દો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાખો. આ ઉપાય રોજ પણ કરી શકાય છે.

આ બધા જ એકદમ કુદરતી ઉપચાર છે જે અજમાવવાથી કોઈ જ નુકસાન થતુ નથી. કેમિકલ્સ વાળના દુશ્મન છે માટે વાળને તેનાથી દૂર રાખવા જોઈએ.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment