Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝમેહુલો મન મુકીને વરસ્યો શું ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઘટશે ? મોંઘવારીમાં રાહત મળશે ?

મેહુલો મન મુકીને વરસ્યો શું ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઘટશે ? મોંઘવારીમાં રાહત મળશે ?

oilseed-spices-prices-to-go-down-thank-to-superb-monsoon-of-september
Share Now

નવી દિલ્હી : ઓગષ્ટ સુધી દેશમાં અનેક રાજ્યોમાં દુકાળની સ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ સપ્ટેમ્બરમાં થયેલ સારા વરસાદે સમગ્ર ચિત્ર બદલી દીઘું છે. મેહુલો મન મુકીને વરસતા હવે તેની સીધી અસર તલ અને મસાલા(Oilseed Spices Prices)ની કિંમત પર થશે. ગત એક મહિનામાં મસાલા અને તલના ભાવમાં ૪૫ ટકા સુધીનો ઘટાડો થયો છે.

Oilseed Spices Prices

Oilseed Spices Prices

ઓગષ્ટમાં સોયાબીનના ભાવ ૧૦૬૮૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ઉંચા સ્તર  સુધી ગયા હતા. સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ભાવ ગગડીને ૫૯૦૧ રૂપિયાની નીચી સપાટીએ પહોંચ્યા છે. ક્રૂડ પામ ઓઈલ એક મહિનામાં ૯.૭૬ ટકા સસ્તું થઇ ચુક્યું છે. આ જ પ્રમાણે હળદર ૧૮ ટકા અને જીરું ૧૨ ટકા અને ઘાણા ૧૩ ટકાથી વધુ સસ્તા થઇ ગયા છે.

ઓગષ્ટ સુધી તો આશંકા દર્શાવવામાં આવી રહી હતી કે રાજસ્થાન,ગુજરાત અને મહરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સામાન્યથી ઓછો વરસાદ થતા આ રાજ્યોના અમુક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ પેદા થઇ શકે તેમ છે. ત્યારે ખરીફ પાકના વાવેતર ઘટવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ એવું થયું નહિ. ઓગષ્ટના અંતિમ સપ્તાહથી દુકાળની આશંકા વાળા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થયો છે.

આ પણ વાંચો  : ઝી-ઈન્વેસ્કોની બબાલ કોર્ટ પહોંચી: પુનીત ગોયનકાને હટાવવા MF હાઉસ મક્કમ

વરસાદની માત્ર 2% ઘટ 

હવામાન વિભાગ અનુસાર ૨૮ સપ્ટેમ્બર સુધી દેશમાં લાંબા સમયની સરેરાશથી માત્ર ૨ ટકા જ ઓછો વરસાદ થયો છે. જો કે હજુ વરસાદની સીઝન ખતમ થઇ નથી તેથી આ કમી પણ પૂર્ણ થઇ જશે તેવી આશા છે.

કેડિયા એડવાઇઝરીના ડાયરેકટર અજ્ય કેડિયા કહે છે કે સેન્ટીમેન્ટ એકદમ પલટાઈ ગયું છે. આ ઉથલપાથલની સૌથી વધુ અસર ખાધ તેલ(Oilseed Spices Prices) પર થશે કારણ કે છેલ્લાં એક મહિનામાં સોયાબીનનો ભાવ અડધા થઇ ગયા છે. જુલાઈ દરમિયાન રીટેલમાં ખાધ તેલની મોંઘવારી ૩૪ ટકા વધી હતી. હવે તલના ભાવ ઘટવાથી આગામી તહેવારની સીઝનની પહેલા ભાવ(Oilseed Spices Prices) ઘટી શકે છે.

Oilseed Spices Prices to give some relief to common man. Superb Monsoon of September month to weigh down on price OTT India News Gujarati

આ સિવાય અન્ય કારણ એ પણ છે  કે સરકારે સોયાબીન પર સ્ટોક લિમિટ લગાવી છે અને ખાધ તેલની આયાત પણ શરૂ કરી દીઘી છે.

જોકે સામે પક્ષે વૈશ્વિક મંચ પર કાચા તેલ એટલેકે ક્રૂડ ઓઈલના ભાવ ૮૦ ડોલર પ્રતિ બેરેલ થઇ ગયા છે જેથી પેટ્રોલિયમ પેદાશો એટલેકે પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણીની કિંમત ફરી નવા રેકોર્ડ હાઈ લેવલે પહોંચીને સામાન્ય જનતાને દાઝ આપી શકે છે. સમગ્ર દેશમાં મોંઘવારી કાબૂમાં રહેવાની પણ ધારણા છે કારણકે દેશમાં વરસાદ સારો પડયો હોવાથી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ ઘટશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

આ પણ વાંચો  : જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરનું વેચાણ 113% વધ્યું, નવા લોન્ચિંગ ડબલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment