Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઑટો & ગેજેટ્સOLA 2023માં લાવશે પોતાની પહેલી ઈલેક્ટ્રીક કાર?

OLA 2023માં લાવશે પોતાની પહેલી ઈલેક્ટ્રીક કાર?

OLA Electric Car: Will OLA bring its first electric car in 2023? Bhavish Gave Hints
Share Now

બેંગાલુરૂ: આ સદીમાં કોવિડ 19એ જીવન જીવવાની રીત બદલી એ અચાનક આવેલો ફેરફાર છે પરંતુ હકીકત તો એ છે કે નવો યુગ સ્વીકારવા નવી પેઢી તૈયારીઓ કરી રહી હતી. પર્યાવરણમાં પ્રદૂષણ, ક્લાઈમેટ ચેન્જ જેવી ગંભીર બાબતોને ધ્યાને લેતા સમાજનો એક વર્ગ તેના બચાવ માટે આગળ આવ્યો છે. તેવી જ રીતે હવે ઉદ્યોગોએ પણ નવા જમાના સાથે ચાલવા અને યુગ પરિવર્તન કરવા બીડુ ઝડપ્યું છે. આ ક્રમમાં હવા પ્રદૂષણને ડામવા ઈલેક્ટ્રીક વ્હીકલ (Electric Vehicle)નો ક્રેઝ વધ્યો છે. દેશમાં થોડા દિવસો પહેલા જ બે ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ થયા છે. ત્યારે હવે ઈલેક્ટ્રીક કારની રાહ જોવાઈ રહી છે. ટેસ્લા સહિત હવે દેશની જ એક કંપનીએ ઈલેક્ટ્રીક કાર (Electric Car) લોન્ચ કરવાની પુષ્ટી કરી છે.

OLA Electric Car: Will OLA bring its first electric car in 2023?

ટ્વીટર પર જણાવી વાત

પોતાના પહેલા EV સ્કૂટર રેન્જની સફળતા પર સવાર થઈને બેંગાલુરૂ સ્થિત ફર્મ OLA 2023 સુધી ઈલેક્ટ્રીક ફોર-વ્હીલર (Ola Electric Car) ઈન્ડસ્ટ્રીમાં પણ પગ જમાવવા પ્રયત્નો કરી રહી છે. ઓલાના CEO ભાવિશ અગ્રવાલે એક યૂઝર સાથે મસ્તીભર્યા ટ્વીટ મજાકમાં તેની પુષ્ટી કરી છે. ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ પર પોતાના ટ્વીટ હેઠળ એક યૂઝરે અગ્રવાલને પુછ્યું કે, શું તેમની પાસે પેટ્રોલ, ડીઝલ કે ઈલેક્ટ્રીક કાર છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, 2 મહિના પહેલા સુધી કોઈ કાર નથી. હવે એક હાઈબ્રિડ છે. 2023માં ઓલાની ઈલેક્ટ્રીક કાર આવશે.

રોકાણ માટે અપીલ

જો કે, તેમણે ઈલેક્ટ્રીનક ફોર-વ્હીલર (Ola Electric Car) ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાના કંપનીના પ્લાનિંગ બાબતે વધુ જાણકારી નથી આપી. ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટરના લોન્ચ પહેલા અગ્રવાલે તે લોકો પાસે પણ આગ્રહ કર્યો જેઓ ભારતમાં ઈલેક્ટ્રીક વ્હીલર ઈમ્પોર્ટ કરવા માંગે છે. તેમણે દેશમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ, ઈન્ડસ્ટ્રીને જોડવાથી દેશમાં સ્થિરતા ક્રાંતિ પેદા કરવી પડશે અને ટેક્નોલોજી એન્ડ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને પણ વિકસિત કરવી પડશે.

આ પણ વાંચો : Olaનું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ : જાણો ભાવ, ફીચર્સ સહિતની તમામ વિગતો એક ક્લિકે

OLA Electric Car: Will OLA bring its first electric car in 2023?

બે ઈ-સ્કૂટર કર્યા લોન્ચ

ઓલાએ રવિવારે ભારતમાં S1 ઈલેક્ટ્રીક સ્કૂટર (Electric Scooter)માં રેન્જ લોન્ચ કરી. આ રેન્જ બે વેરિએન્ટ- Ola S1 (99,999 રૂપિયા) અને Ola S1 Pro (1,29,999 રૂપિયા)માં આવે છે. સ્કૂટરના ભાવ અલગ-અલગ રાજ્ય સરકારો દ્વારા ઈલેક્ટ્રીક વાહનો પર અપાતી સબસિડીને અનુરૂપ રહેશે. ઓલા ઈ-સ્કૂટરનું પ્રોડક્શન હાલમાં તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ઓલા ફ્યૂચરફેક્ટ્રીમાં કરવામાં આવી રહ્યું છે, જેની વાર્ષિક કેપિસીટી 10 મિલિયન યૂનિટ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment