Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeઑટો & ગેજેટ્સOla E-સ્કૂટરનું વેચાણ શરૂ : જાણો ફિચર્સ અને Price; ગુજરાતમાં મળશે ખાસ ડિસ્કાઉન્ટ

Ola E-સ્કૂટરનું વેચાણ શરૂ : જાણો ફિચર્સ અને Price; ગુજરાતમાં મળશે ખાસ ડિસ્કાઉન્ટ

Ola S1, S1 Pro EV Sales Begin Today, Here's How to Complete Your Booking, EMI Also Available
Share Now

અમદાવાદ : આજથી ઓલાના ઇલેક્ટ્રિક સ્કુટર(Ola S1, S1 Pro)નું વેચાણ શરૂ થઇ ગયું છે. જે ગ્રાહકોએ પ્રી બુકિંગ કરાવ્યું હોય તે બાકીની રકમ આપીને વાહન ખરીદી શકે છે.કંપનીના સીઈઓ ભાવિષ અગ્રવાલે ટવીટર પર વેચાણ શરૂ કરવાની જાણકારી આપી હતી.જો કે ગત સપ્તાહે જ કંપની વેચાણ શરૂ કરવાની હતી પરંતુ તેની વેબસાઈટમાં અમુક ટેકનીકલ ખામીના કારણે ટાળવામાં આવ્યું હતું.

Ola Electric scooter

Ola S1, S1 Pro Sale

જો તમે ઓલાનું ઈ-સ્કુટર બુક કરાવ્યું હોય તો તમે બાકીની રકમ ચૂકવી અથવા બેંકથી લોન લઇ ખરીદી શકો છો. કંપનીના ઈ-સ્કુટરના બે મોડલ એસ-૧ અને એસ-૧ પ્રો(Ola S1, S1 Pro) છે.એસ-૧ની કિંમત ૯૯૯૯૯ રૂપિયા અને એસ-૧ પ્રોની કિંમત ૧,૨૯,999 રૂપિયા છે.

ઓનલાઈન ખરીદવા માટે તમારે કંપનીની વેબસાઈટ પર જવું પડશે.ત્યાં તમને એક વખતમાં સંપૂર્ણ રકમ ચુકવવા અથવા તો ફાયનાન્સને પસંદ કરવાનો વિકલ્પ મળશે.જો તમે લોન લઈને ખરીદવા ઈચ્છતા હોય તો તમારે બેંક ઓફ બરોડા ,એક્સીસ બેંક,એચડીએફસી બેંક,આઈસીઆઈસી આઈ બેંક,જના સ્મોલ ફાયનાન્સ બેંક ,કોટક મહેન્દ્રા પ્રાઈમ ,ટાટા કેપિટલ અને યસ બેંકમાંથી એકની પસંદગી કરવી પડશે.

આ પણ વાંચો : વોડાફોન-આઈડિયા માટે સૌથી મોટી રાહત: સરકારે આપી AGR સહિતના મુદ્દે રાહત

EMI સુવિધા પણ મળશે

ઓલાએ ફાયનાન્સ સ્કીમ માટે આ બેંકો સાથે સમજુતી કરી છે.એસ -૧ની લધુતમ ઈએમ આઈ ૨૯૯૯ રૂપિયાથી શરૂ  થાય છે જયારે એસ-૧ પ્રોની ઈએમઆઈ ૩૧૯૯ રૂપિયાથી શરૂ  થાય છે.જો કે ચાર વર્ષ એટલે કે ૪૮ મહિનામાં લોનની રકમ ચૂકવવી પડશે.જો કે બેંકની લોનની યોજનાના આધારે ઈએમઈની રકમમાં સામાન્ય ફેરફાર થઇ શકે છે.

ઓલા ઇલેક્ટ્રિક બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે એચડીએફસી બેંક ઓલા અને ઓલા ઇલેક્ટ્રિક એપ પર એલીજીબલ ગ્રાહકોને થોડીક જ મીનિટોમાં પ્રી –એપ્રુવ્ડ લોન આપી દેશે. ટાટા કેપિટલ અને આઈડીએફસી ફર્સ્ટ બેંક ડીજીટલ પ્રોસેસ બાદ તરત લોન એપ્રુવ કરી દેશે.જેના માટે આધાર કાર્ડ,પાન કાર્ડ અને એડ્રેસ પૃફ આવશ્યક રહેશે.

ગુજરાતમાં ખાસ સબસિડી

ઓલાના ઈ-સ્કુટરના બે મોડલ એસ-૧ અને એસ-૧ પ્રો(Ola S1, S1 Pro) છે. એસ-૧ મોડલની કિંમત ૯૯,999 રૂપિયા અને પ્રો મોડલની કિંમત ૧,૨૯,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

દિલ્હીમાં સબસિડીને બાદ કરતા એસ -૧ની કિંમત ૮૫,૦૯૯ રૂપિયા છે.

રૂપાણી સરકારે જતા જતા શરૂ કરેલ ઈલેકટ્રીક વાહનોની સબસિડીને કારણે ગુજરાતમાં સબસિડીને બાદ કિંમત ગ્રાહકોને રાજ્યમાં આ ઈલેકટ્રીક વાહન ૭૯,૯૯૯ રૂપિયામાં પડશે.

આ પણ વાંચો : IPO બજારની તેજી મોટી આફતના એંધાણ ? અડધાથી વધુ IPO માત્ર ઓફર ફોર સેલ

 

Features

Look :

ઓલાનું ઈલેક્ટ્રીક સ્કૂટરને 10 કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં વાદળી, કાળો, સફેદ, ગ્રે, લાલ અને પીળો રંગ સામેલ છે. જોકે અંતિમ ચૂકવણી સમયે ખરીદદારોને તેમના ઓલા ઇ-સ્કૂટરનો રંગ અને પ્રકાર પસંદ કરવાનો ઓપ્શન આપવામાં આવશે.

ફેમિલી મેમ્બર્સ માટે સ્પીડ નક્કી કરી શકશો :

યૂઝર ડેશબોર્ડને પોતાના હિસાબે એડિટ પણ કરી શકાશે. તેમા નેવિગેશન, સ્પીડોમીટર, મ્યુઝીક જેવી અલગ-અલગ ચીજોને કસ્ટમાઈઝ કરી શકાશે. તમે તમારા ફેમીલી મેમ્બર્સના હિસાબે સ્કૂટરની સ્પીડ લિમિડ નક્કી કરી શકો છો.

વોઈસ કમાન્ડને પણ ફોલો કરશે :

આ વોઈસ કમાન્ડથી કંટ્રોલ થશે. તેના માટે યૂઝરે Hi ઓલા કહીને કમાન્ડ આપવાનો રહેશે. જેમ કે, Hi ઓલા પ્લે સમ મ્યૂઝીક કમાન્ડ આપીને ગીત વગાડી શકો છો. ઈન્ક્રીજ વોલ્યૂમનો કમાન્ડ આપીને અવાજ વધારી શકો છો. મ્યૂઝીક માટે તેમાં બિલ્ટ-ઈન સ્પીકર આપે છે.

S1, S1 Pro EV Sales Begin

કોલ અટેન્ડ કરી શકશો :

જો રાઈડિંગ દરમિયાન કોઈ કોલ આવે તો તમે સ્ક્રીન પર ટેપ કરીને તેને અટેન્ડ કરી શકો છો. તેના માટે ફોનને બહાર કાઢવાની જરૂર નથી. આ કામને વોઈસ કમાન્ડ (Voice Command) દ્વારા પણ કરી શકો છો.

ચાર્જિંગ કેપેસિટી :

સ્કૂટર સાથે કંપની 750 વોટની પોર્ટેબલ ચાર્જર આપશે. તેની મદદથી બેટરી (Battery) 6 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે, જ્યારે ઓલાના હાઈપરચાર્જર સ્ટેશન (Hyper Charger Station) પર 18 મિનિટમાં 50 ટકા બેટરી ચાર્જ કરી શકાશે.

7 ઈંચની ડિસ્પ્લે :

ઓલાએ આ સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રીન આપી છે, જે મુવ ઓપરેટિંગ સિસ્ટમ (Operating System) સાથે આવે છે. ડિસ્પ્લે ઘણી શાર્પ અને બ્રાઈટ છે. આ વોટર અને ડસ્ટપ્રુફ છે. તેમાં ઓક્ટા-કોર પ્રોસેસર અને 3જીબી રેમ સાથે ચિપસેટ આપવામાં આવ્યું છે. આ 4જી, વાઈફાઈ અને બ્લૂટુથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો  : ઝોમેટના સ્થાપક ગૌરવ ગુપ્તાએ આપ્યું રાજીનામું

રિવર્સ મોડ :

સ્કૂટરમાં રિવર્સ મોડ પણ મળશે. તેની મદદથી ગાડીને પાર્કિંગમાં લગાવવામાં સરળતા થશે. જો કોઈ ચઢાણવાળી જગ્યાએ સ્કૂટરને રોકવું પડશે તો મોટર તેની જગ્યાએ રોકીને રાખશે. એટલે કે રાઈડરને સ્પીડ આપવા અથવા તેને મેન્ટેઈન કરવાની જરૂર નહિં રહે. તેમા ક્રૂજ કંટ્રોલ મળશે, તેનાથી સ્કૂટરને એક જ સ્પીડમાં ચલાવી શકશો. તેના ફ્રન્ટ અને રિયર બન્નેમાં ડિસ્ક બ્રેક મળશે. ફ્રન્ટમાં મોનોશોકર્સ મળશે.

સ્પીડ :

ઓલા સ્કૂટર ઝીરોથી 40 કિલોમીટર સુધીની સ્પીડ (Speed) ફક્ત ત્રણ સેકન્ડમાં પકડે છે. ઓલા ઈ સ્કૂટરની મેક્સિમમ સ્પીડ રેન્જ 115 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઓલાએ S1 સ્કૂટરમાં 8.5 કિલોવોટ પીક પાવર જનરેટ કરતી મોટર લગાવી છે. આ મોટરને 3.9 કિલોવોટ કેપેસિટીવાળી બેટરી સાથે જોડવામાં આવી છે. સિંગલ ચાર્જ પર આ 181 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં રાઈડિંગ માટે નોર્મલ, સ્પોર્ટ અને હાઈપર મોડ મળે છે.

લોન્ચિંગ :

કંપનીના ફાઉન્ડર ભાવેશ અગ્રવાલે સ્કૂટરને ઘણી રોચકતાથી લોન્ચ (Launch) કર્યું છે. ભાવેશ કંપનીના કૃષ્ણાગિરી પ્લાન્ટની છત પર ઉભેલા જોવા મળ્યા હતા. ઈવેન્ટની શરૂઆતમાં તેમણે પ્લાનેટની સુંદરતાના વખાણ કર્યાં. પછી કહ્યું કે, કેવી રીતે પોલ્યૂશન એનવાયરમેન્ટને નુકશાન પહોંચી રહ્યું છે. દેશમાં દર વર્ષે ગાડીઓ પર 12 હજાર કરોડ લીટર ફ્યૂઅલ ખર્ચ થાય છે. ત્યારે, દેશમાં થનાર કુલ પ્રદૂષણ (Pollution)માં 40 ટકા હિસ્સેદારી તેની ગાડીઓની હોય છે. તેમણે કહ્યું કે, ઓલા ભારતમાં દુનિયાનું સૌથી મોટું ટૂવ્હીલર મેન્યુફેક્ચરિંગ કારખાનું સ્થાપશે. તેમણે દાવો કર્યો કે, આ સ્કૂટર બેસ્ટ ડિઝાઈન અને બેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે.

India's best 5 Electric Scooter and price, bhavish agrwal stands at first

બુકિંગ : 

આ સ્કૂટરને માત્ર 499 રૂપિયામાં બુક કરાવી શકો છો અને આ સંપૂર્ણ રિફંડેબલ અમાઉન્ટ (Refundable Amount)  છે. ઓલાના આ પહેલું ઈલેક્ટ્રીક સ્કૂટરને તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ Olaelectric.com પર જઈને બુક કરાવી શકો છો. કંપનીએ બુકિંગ શરૂ કર્યું તે પછી તેને શાનદાર પ્રતિસાદ પણ સાંપડ્યો છે. 15મી જુલાઈ સાંજે સોફ્ટબેંકના ફંડવાળી ઓલાએ 24 કલાકમાં 1 લાખથી ઈ-સ્કૂટર બુક કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વિશ્વમાં એક જ દિવસમાં સૌથી વધુ વાહન બુકિંગનો રેકોર્ડ અને સૌથી વધુ પ્રી-બુકિંગનો રેકોર્ડ બનાવ્યો છે.

કિંમત :

ઓલાના ઈલેક્ટ્રીક સ્કૂટરો(Ola S1, S1 Pro)ની S1ની પ્રાઈસ 99,999 રૂપિયા અને S1 પ્રોની કિંમત 1,29,999 રૂપિયા છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમા સબસિડી સાથે તેની અલગ અલગ કિંમત રહેશે.

શહેર     S1ની સબસિડી બાદની કિંમત      S1 પ્રોની સબસિડી બાદની કિંમત

દિલ્હી   85,099   1,10,149

ગુજરાત 79,999   1,10,999

મહારાષ્ટ્ર            94,999   1,24,999

રાજસ્થાન          89,968   1,19,138

અન્ય રાજ્યો      99,999   1,29,999

 

Must Watch : ભારતની લગ્ઝરી ટ્રેન વિશેની નવીનતમ માહિતી

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment