Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝમુસ્લિમ શખ્સની મારઝૂડને કોમી રંગ આપવાનો આરોપ : સીએમ યોગી

મુસ્લિમ શખ્સની મારઝૂડને કોમી રંગ આપવાનો આરોપ : સીએમ યોગી

yogi adityanath on momedian old men violence
Share Now

બુઝુર્ગ મુસ્લિમનો પિટાઈનો શોર પુરા ઉત્તરપ્રદેશમાં ગુંજી રહ્યો છે અને વિપક્ષ યોગી સરકારને ઘેરી રહી છે..મુસ્લિમ વૃદ્ધનો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો છે…ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક મુસ્લિમ વૃદ્ધે જયશ્રી રામ ન કહ્યું તો તેને માર મારી દાઢી કાપી નાખવાને મામલે હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. યોગીએ રાહુલના તે નિવેદનનો જવાબ આપ્યો છે, જેમાં તેઓએ કહ્યું હતું કે રામના સાચા ભક્ત આવું કામ ન કરી શકે. જેનો યોગીએ જવાબ આપતા કહ્યું કે પ્રભુ શ્રીરામની પહેલી સીખ છે સત્ય બોલવું.

શરમ આવવી જોઈએ કે પોલીસે સત્ય જણાવ્યું બાદ પણ સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરો છો.-યોગી આદિત્યનાથ

યોગીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે પ્રભુ શ્રીરામની પહેલી સીખ છે સત્ય બોલવું, જે તમે જીવનમાં ક્યારેય નથી બોલ્યા. શરમ આવવી જોઈએ કે પોલીસે સત્ય જણાવ્યું બાદ પણ સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરો છો. સત્તાની લાલચમાં માનવતાને શરમજનક પરિસ્થિતિમાં મૂકી રહ્યાં છો. યુપીની જનતાને અપમાનિત કરવી, તેને બદનામ કરવાનું છોડી દે.

રાહુલ ગાંધીએ કહ્યું આ ઘટના ધર્મ અને સમાજ માટે શરમજનક

AIMIM PRESIDENT

indian express

આ પહેલાં રાહુલ ગાંધી ગાઝિયાબાદની ઘટનાનો ઉલ્લેખ કરતાં યોગી પર નિશાન સાધ્યું હતું. રાહુલે લખ્યું- હું માનવા તૈયાર નથી કે શ્રીરામના સાચ ભક્ત આવું કરી શકે. આવી ક્રુરતા માનવતાથી જોજનો દૂર છે અને સમાજ-ધર્મ બંને માટે શરમજનક છે.

વિપક્ષીઓ આફતના સમયે અવસર શોધી કરે છે આરોપો પ્રતિઆરોપોં

સપના નેતાએ હુમલો કરતા જણાવ્યું હતું કે યુપીમાં કોઈ બ વ્યક્તિ કોઈ પણ જાતિધર્મનો હોઈ તો ઉત્તરપ્રદેશની સરકારની જવાબદારી છે કે એમની સુરક્ષા કરવી જોઈએ, સાથે જ સરકારે લો અને ઓર્ડર મેઇન્ટાઇન કરવો જોઈએ…એટલે સરકાર એની જવાબદારી નથી નિભાવતી એ તય છે. તો અસદુદીન ઓવેસીએ પલટવાર કર્તવ્ય કહ્યું હતું કે જે લોકો ભારતના મુસલમાનમાં નફરત પેદા કરવાનું કામ કરે છે…મુસલમાનોની કોઈ ડીગ્નીટી જ નથી..બુરી તારાહથી મારે છે.

આ પણ જુઓ : ઇઝરાયેલની એરસ્ટ્રાઇક પેલેસ્ટાઇન પર

શું છે મામલો :

ગાઝિયાબાદના લોની બોર્ડર વિસ્તારમાં ઓટોમાં બેઠેલા એક વૃદ્ધને જયશ્રી રામ બોલવાની ફરજ પાડવામાં આવી. વૃદ્ધ મુસ્લિમે જ્યારે જયશ્રી રામ બોલવાનો ઈન્કાર કર્યો ત્યારે તેમની મારઝૂડ કરવામાં આવી તેમના દાઢીના વાળ પણ ખેંચવામાં આવ્યાં. વૃદ્ધનું નામ સુફી અબ્દુલ સમદ છે. આ ઘટનામાં પોલીસે કેસ પણ દાખલ કર્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરોધ કરનાર વૃદ્ધ મુસ્લિમ પર બદમાશો તૂટી પડ્યાં હતા.

યુપી સરકારે ટ્વિટરની સાથે બીજા 8 લોકોની સામે પણ ફરિયાદ દાખલ કરાવી છે. ટ્વિટરનો આરોપ છે કે આ પ્રકારના વીડિયો પર યુપી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. આ વીડિયોને પ્રચારિત કરાયો છે. મુસ્લિમ વ્યક્તિની મારઝૂડ઼ કરવામાં આવી અને તેની દાઢી પણ કાપી નાખવામાં આવી હોવાનો આરોપ છે. ટ્વિટર ભ્રામક ખબરોને મનીપ્યુલેટેડ કહે છે પરંતુ આ કેસમાં આવું કર્યું નથી.

યુપીમાં આગળ સાલ ચુનાવ છે અને સૌની નઝર ત્યાં જ મંડાયેલી છે…કોઈ બ પાર્ટી સીસાઈ લાભ લેવાનું છોડતી નથી કોઈ પણ મુદ્દો કેમ ના હોઈ.એક તરફ યુપીમાં રામ મંદિરને લઇ રાજનીતિ ગરમાઈ છે અને એમાં પણ આ ધર્મ ના નામે ફરી મુદ્દો છેડાયો છે બધી જ તરફથી હાલ સરકાર ઘેરાઈ રહી છે. સવાલ એ છે કે શા માટે દરેકને ધર્મ સાથે જોડવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment