Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સઇંગ્લેન્ડ ટીમના આ ખેલાડીની ટવિટથી વિવાદ, કરાયો સસ્પેન્ડ

ઇંગ્લેન્ડ ટીમના આ ખેલાડીની ટવિટથી વિવાદ, કરાયો સસ્પેન્ડ

OLLIE ROBINSON
Share Now

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડ સાથે 2ટેસ્ટની સિરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ ટેસ્ટમાં ડેબ્યુટન્ટ ઇંગ્લિશ બોલર રોબિન્સને(OLLIE ROBINSON)  સાત વિકેટ ઝડપી હતી અને 42 રન પણ બનવ્યા હતા. પરંતુ તેને હવે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા વિવાદસ્પદ ટવિટ ને કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો. 2012-2013માં પોસ્ટ કરેલી ટવિટની તાપસ ચાલુ કરવામાં આવી છે. તેથી હવે ન્યૂઝીલેન્ડ સામે ની બીજી ટેસ્ટ નહિ રમી શકે.ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ રમાડવામાં આવશે. રોબિન્સનએ પ્રથમ મેચમાં સારી બોલિંગ કરી હતી. પણ આ દરમ્યાન ટવિટથી એ વિવાદમાં સપડાયો છે.

9 વર્ષ પેહલાની ટવિટ

તેણે 9 વર્ષ પેહલા ટવિટરમાં  જાતિવાદ પર ટવિટ કર્યું હતું અને તે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ હતી. તે બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રોબિન્સનને ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.રોબિન્સનએ ટવિટમાં કહ્યું હતું કે “મારો નવો મુસ્લિમ મિત્ર બોમ્બ છે”. બીજી ટવિટ માં “ટ્રેનમાં મારી બાજુમાં બેઠેલા માણસને ચોક્કસ પણે ઇબોલા છે. આવી જાતિવાદી ટવિટના કારણે રોબિન્સન અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. રોબિન્સનની શાનદાર શરૂઆત બાદ આ ટવિટથી તેની કારકિર્દી સંકટમાં આવી ગઈ છે.

Ollie Robinson

IMAGE CREDIT- DNP INDIA

રોબનસનએ માંગી માફી

રોબનસનએ આ ટવિટ બદલ માફી માંગી છે. તેને કહ્યું “મારી કારકિર્દીના અત્યાર સુધીના સૌથી મોટા દિવસે હું જાતિવાદી ટવિટથી શરમ અનુભવું છું” તેણે  ઉમેર્યું કે “હું જાતિવાદી નથી અને મારી ટવિટના કારણે હું શર્મિંદા છું અને હું માફી માંગુ છું.તેને આગળ કહ્યું “હું એ સમયે સમજણો નહતો અને ઉંમરમાં પણ નાનો હતો અને હવે હું સમજણો થયો છું”.ECBએ આ મામલે વિસ્તૃત તાપસ કરવાના આદેશ આપ્યા છે. ECB ચીફ ઓફિસર ટોમ હેરિસે આ ટવિટ પર નિરાશા વ્યક્ત કરી હતી.

MORGAN AND BUTLER

IMAGE CREDIT- HOLLYWOOD.BPOSITIVE

આ પણ વાંચો:વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતવા આ 6 ખેલાડીઓનું ચાલવું જરુરી

બીજા ખેલાડીઓની વિવાદિત ટવિટ

એની સાથે વધુ એક ટવિટ સામે આવી હતી જેમાં જેમ્સ એન્ડરસને ટીમના બોલર સ્ટુઅર્ટ બ્રોડ પર ટવિટ કરી હતી. તેણે ટવિટમાં બ્રોડને  લેંગિકવાદી ટવિટ કરી હતી. તે બાદ પોતાની  11 વર્ષ પેહલાની આ ટવિટ ડિલેટ કરી હતી.ઇંગ્લેન્ડ કેપ્ટન અને સ્ટાર ખેલાડી પણ ટવિટને લઇ ને વિવાદમાં આવ્યા છે. ઈયોન મોર્ગન અને જોસ બટલરએ 2018માં ભારતીય લોકોની અંગ્રેજીની મજાક ઉડાવી હતી.બને  ભાંગી -તૂટી અંગ્રેજીથી ટવિટ કરતા હતા. બને એ એક ટવિટ પર જવાબ આપતા ભારતીય લોકોની અંગ્રેજીની મજાક ઉડાવી હતી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બટલર અને મોર્ગેનના આ ટવિટના વિસ્તૃત તાપસના આદેશ આપ્યા છે.

 

No comments

leave a comment