ભગવાન શંકરમાં આપણી અપાર શ્રદ્ધા છે. જેમના મસ્તકને ગંગા નદી સુશોભિત કરે છે. ગંગા નદી ભગવાનના વાળમાં વણાયેલી છે. જેમના મસ્તક પર અગ્નિ શોભે છે. જેમના માથા પર અર્ધચંદ્રાકાર ચંદ્ર આભૂષણ થઈ સૃષ્ટિ પર પ્રકાશ પાડે છે. એવા સંસારના સ્વામી એટલે ભગવાન શિવ, જે દેવોના દેવ છે, જે મહાદેવ છે. જેમના ઓમ શબ્દથી સમગ્ર સૃષ્ટિમાં સુખ સંપન્ન થાય છે. જેવા કાળના ‘મહાકાળ’ ઓમકારેશ્વર મહાદેવ (Omkareshwar Mahadev) છે. એવા ઓમકારેશ્વર અમદાવાદના જોધપુર ગામમાં બિરાજમાન છે. માનવામાં નહીં આવે છતાં પણ આ વાતમાં પૂરેપૂરી સત્યતા છે. અમદાવાદ ગામમાં જ દેવાધિદેવ મહાદેવનું સ્થાનક છે.
जटाकटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि।
धगद्धगद्धगज्ज्वल ल्ललाटपट्टपावके किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं मम: ॥२॥
Omkareshwar Mahadev
જ્યારે ઓમકારેશ્વર મહાદેવ (Omkareshwar Mahadev)ના સાનિધ્યમાં પહોંચીએ છીએ ત્યારે આસપાસના વૃક્ષ જ શિવનો આભાસ કરાવે છે. અહીંયા આવીને જ એવું લાગે જાણે અહીં જ શિવ છે અહીં જ શક્તિ છે. મંદિરના ગર્ભગૃહમાં જ પ્રવેશતા જ શિવપુત્ર ગણેશજીના દર્શન થાય છે તો તેમની સામે જ મહાન રામ ભક્ત હનુમાનજી પણ બિરાજમાન છે.
આ પણ વાંચોઃ- Gopnath Mahadev મંદિરમાં સ્વયં કૃષ્ણ અને રુક્ષ્મણિજીએ કરી હતી પૂજા-અર્ચના
ઓમકારેશ્વર મંદિરમાં અંબાજી પણ બિરાજમાન છે
મંદિરમાં જ જગતના દેવી એવા મા અંબાજી બિરાજમાન છે. આગળ જતા નંદી મહારાજ અને મહાદેવના કાચબાના દર્શન થાય છે. નંદી મહારાજના દર્શનથી સીધી જ નજર કરતા જગતના આદીદેવ શ્રી શંભુના દર્શન થાય છે. પ્રભુના શિવલિંગના દર્શન કરીને લાગે કે પરમ શાંતિ પ્રાપ્ત થઈ ગઈ હોય. શિવ શંભુનો શૃંગાર જોઈને સૃષ્ટિના દરેક રંગની યાદ આવી જાય. દેવાધિદેવના રોજ અલગ-અલગ શૃંગાર કરવામાં આવે છે. ઓમકારેશ્વર મંદિરમાં આરતી વખતે ભોળાનાથને શણગારવામાં આવે છે.
અહીંયા આવતા ભક્તો આ ધાર્મિક પવિત્ર સ્થળને અમદાવાદનું સોમનાથ મંદિર જ ગણે છે. તમામ શ્રદ્ધાળુ સવારના દરેક કામ છોડીને ઓમકારેશ્વરની સેવા કરવા માટે અહીં આવે છે. જે લોકોના દુઃખ દૂર કરે, જે લોકોના મનમાં ચાલતા ઓમનો આવકાર કરે તે છે ઓમકારેશ્વર મહાદેવ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4