આજકાલ ક્રિકેટ વર્લ્ડ કપ અને દિવાળીની સીઝનમાં ટીવી પર ઘણી રીતની નવી એડવર્ટાઝ શરુ થઇ ગઇ છે, ત્યારે તમે નોટીસ કરતાં હશો કે, તહેવાર આવતા જ અલગ અલગ પ્રકારની જાહેરાતો દર્શકોનું મનોરંજન પુરુ પાડે છએ, ત્યારે થોડા દિવસ પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી વિરાટ કોહલી દિવાળીને લઇને સારો મેસેજ આપવાની બાબતમાં લોકોએ તેને ટ્રોલ કર્યો હતો, અને દિવાળીમાં ફટાકડા ન ફોડવા જેવી સારી બાબતને લવઇને પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
ત્યારે હવે બોલિવુડનો ખાન એટલે મિસ્ટર પરફેક્ટનિશ આમિર ખાનની એક એડ નવી આવી ગઇ છે, જેમાં તેને લઇને ટ્વીટર પણ આમિર ખાન ટ્રેન્ડ કરી રહ્યો છે.
શું છે આખી ઘટના?
તહેવાર કે ફિલ્મમાં કોઇ ધર્મ ને લઇને કે જાતિને લઇને જો કોઇ ખરાબ બતાવવામાં આવે છે, અથવા સારુ પણ બતાવવામા આવે છે તો, તેમને ટ્રોલિંગનો શિકાર થવુ પડતુ હોય છે. બોલુવપડ એક્ટર આમિર ખાનની એક નવી એડ આવી છે, જેના કારણે આમિર ખાનને મુસિબતોનો સામનો કરવુ પડી રહ્યુ છે. તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઇ રહ્યાં છે. જેના કારણે બીજેપીના સાંસદ અનંતહેગડેએ તેમનો વિરોધ કર્યો છે.
હિન્દુઓમાં અશાંતિની કહી વાત
દિવાળીમાં લોકો ફટાકડા ફોડે અને આતશબાજી કરતાં હોય છે, ત્યારે એડ હિન્દુ લાગણીઓને દુભાવી રહી હોય તેવુ દર્શકોને લાગી રહ્યુ છે. કર્ણાટથી બીજેપીના સાંસદ અનંતકુમાર હેગ઼ડેએ પણ તેમનો વિરોધ કર્યો છે. અને ટ્વીટ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
હિન્દુઓમાં અશાંતિનો માહોલ
અનંતકુમાર હેગડેએ રસ્તા પર ફટાકડા ફોડવાને લઇને પત્ર લખ્યો છે, આ પત્ર તેમણે સીએટ ટાયર કંપનીને લખ્યો છે, આશા સાથે લખ્યુ છે , કંપની ભવિષ્યમાં હિન્દુઓની ભાવનાઓનું સમ્માન કરશે. અને તેમને કોઇ દુખ નહી પહોંચાડે. કારણ કે આ રીતની જાહેરાતો હિન્દુઓમાં અશાંતિ જન્માવી રહી છે.
કંપનીના પ્રબંધ નિદેશક અને સીઇઓ અનંત વર્ધન ગોયન્કાએ 14 ઓક્ટોબરે લખેલા એક પત્રમાં અનંતકુમારે આ એડ પર આપત્તિ જતાવી હતી. જેમાં બોલિવુડ સ્ટાર આમિર ખાન લોકોને રસ્તા પર ફટાકડા ન ફોડવાની સલાહ આપી રહ્યો છે.તો બીજી તરફ હિન્દુઓના તહેવારને લઇને જ કેમ જાહેરાતો પર બધુ દર્શાવવામાં આવે છે, તે રીતે આમિર ખાનને ટ્રોલ કર્યો છે.
જુઓ વીડિયો
મુસલમાનનના નમાજ નો પણ થવો જોઇએ વિરોધ
આ પત્રમાં હેગ઼ડેએ એ પણ લખ્યુ છે, કે કંપનીએ નમાજના નામ પર રસ્તાઓ પર બ્લોક કરવા અને અનાજ દરમિયાન મસ્જિદો થી થનારા ધ્વનિ પ્રદુષણની સમસ્યા નું પણ સમાધાન કરવુ જોઇએ.
સ્વાભાવિક છે કે, ઘણા સમયથી કોરોના મહામારી સાથે દેશ લડી રહ્યો છે, ત્યારે પોલ્યુશન પણ એક સવાલ છે, દિલ્હીમાં ઘણી રીતે હવાના પ્રદુષણમાં વધારો થઇ રહગ્યો છે, ત્યારે આપણે કોઇ ધર્મની લાગણીને દુભાવિયા વગર જાતે જ આપણા પર્યાવરણને નુકશાન ન થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ. જેમાં કોઇ ધર્મને લઇને ટિપ્પણી ન કરવી જોઇએ. કોઇ સેલિબ્રિટિ જ્યારે સારી સલાહ આપે છે,ત્યારે યુઝર્સ પણ અનેક રીતે સ્ટારને ટ્રોલ કરતા જોવા મળે છે, જે ન કરવુ જોઇએ.
આ પણ વાંચો : અમદાવાદ ક્લેક્ટરે પાકિસ્તાની હિન્દુઓને આપ્યુ નાગરિકતાનું પ્રમાણપત્ર
Android: http://bit.ly/3ajxBk4