Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝNight Curfew પર સરકાર આ તારીખ બાદ આપી શકે છે મોટી છૂટછાટ

Night Curfew પર સરકાર આ તારીખ બાદ આપી શકે છે મોટી છૂટછાટ

CORONA
Share Now

ગુજરાતીઓને રાત્રી કફર્યૂમાં મળી શકે છે રાહત.ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં(corona) વધારો જોવા મળ્યો હતો.હાલ હવે કોરોના પાછો અંકુશ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજય સરકાર કર્ફ્યુને લઇ આપી શકે છે મોટી છૂટછાટ રવિવારે રાજ્યના પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ જોવા મળી હતી.

કોરોના વાયરસની બીજી લહેર શાંત થતા જ રાજ્યમાં પ્રવાસન પૂરજોશમાં જોવા મળી રહ્યો છે .પરંતુ આ ભીડ ત્રીજી લહેર નોતરી શકે છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. દિવાળી બાદ યાત્રાધામ પાવાગઢમાં એક લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોવાના અખબારી અહેવાલો છે જ્યારે છેલ્લા બે દિવસથી રાજ્યના સાપુતારા ગીરા ધોધ  સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સંઘ પ્રદેશ દીવ-દમણ માં પ્રવાસીઓનું મહેરામણ ઉમટ્યું  હતું.

ગુજરાતમાં કોરોના(corona)કેસ

ગુજરાતમાં નિયંત્રણમાંથી મોટી છૂટછાટ મળવાની શકયતાઓ હાલ જોવા મળી રહી છે. તેમાં રાત્રી કર્ફ્યુ, જાહેર કાર્યક્રમોમાં ભેગા થતા માણસોની સંખ્યામાં મોટી છૂટ આપવામાં આવી શકે છે.કોરોના વાયરસના પ્રકોપને પગલે સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ નિયંત્રણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર 30 નવેમ્બર બાદ કોરોના(corona) નિયંત્રણમાં મોટી છૂટછાટ આપી શકે છે. રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર નિયંત્રણમાંથી જે મોટી છૂટછાટ મળવાની છે તેમાં રાત્રી કર્ફ્યુ જોવા મળે છે. જાહેર કાર્યક્રમોમાં ભેગા થતા માણસોની સંખ્યામાં મોટી છૂટ આપવામાં આવી શકે છે. આ પહેલા મુખ્યમંત્રી કક્ષાએ નિયંત્રણો હળવા કરવા માટે સમિક્ષા કરવામાં આવી હતી. આ મામલે હવે છૂટછાટને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવી શકેછે. આ નવી છૂટછાટ આગામી 1લી ડિસેમ્બરથી લાગુ થઈ શકવાની સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે.

CORONA

આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે

ગુજરાતમાં કોરોનાના(corona)નવા કેસમાં વધારો

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.હાલ રાજયમાં કોરોનાના(corona)કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1994 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.તો સાથે જ  45 વર્ષથી વધારેની ઉંમરના 14579 નાગરિકોને રસીનો પ્રથમ અને 122186 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43532 નાગરિકોને રસીનો પ્રથમ અને 328548 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.

આજના દિવસ સુધીમા 5,10,849 રસીના ડોઝ અપાયા હતા. તો અત્યાર સુધીમાં કુલ 7,79,84,129 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. રાજયમાં ધણા જિલ્લાઓમાં કોરોનાના(corona) કેસો નોંધાયા નથી.તો બીજી તરફ ધણા જિલ્લામાં કેસો આવી રહ્યા છે.તો તેની સામે રાજય સરકાર રાત્રી રાજ્ય સરકાર 30 નવેમ્બર બાદ આપી શકે છે મોટી છૂટછાટ.

 વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment