દેશમાં હાલમાં જનતા માટે બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો મુશ્કેલી ભર્યો બન્યો છે. દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે જેનાથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ત્યારે બેરોજગારી, તેલની વધતી કિંમત, ખેડૂત કાયદો અને અન્ય મુદ્દાઓને લઇને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આજે ગુરૂવારે કેન્દ્ર સરકાર અને યોગી સરકાર વિરૂદ્ધ સાયકલ રેલી નિકાળી હતી.
દેશ અને ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓને આવરી લેતા અખિલેશ યાદવે આજે ગુરૂવારે સાયકલ યાત્રા નિકાળી હતી જેની કમાન ખુદ અખિલેશ યાદવે જ સંભાળી હતી. તે લખનૌના પાર્ટી હેડક્વાર્ટરથી સાયકલ પર સવાર થઇને નિકળ્યા હતા. અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે લીલીઝંડી દેખાડી સાયકલ યાત્રાની શરૂઆત કરાવી હતી.
સાયકલ યાત્રા પહેલા અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા સપા અધ્યક્ષે જણાવ્યું હતુ કે અમારી પાર્ટી યુપીને એક અલગ રંગ રૂપ આપવા ઇચ્છે છે. આ ઉપરાંત કોરોનાથી જીવ ગુમાવનારાને યાદ કરતા સપા અધ્યક્ષે કહ્યું કે આ સરકારની નિષ્ળતા છે.
સરકાર પર નિશાન સાધ્યુ
સપા અધ્યક્ષે સરકાર પર પ્રહાર કરતા આગળ કહ્યું કે આ સરકાર દરેક વસ્તુઓ પર નિષ્ફળ નિવડી છે. ઓક્સીજન પણ ઉપલબ્ધ કરાવી શકી નહીં. લોકો તેનાથી નારાજ છે. આગામી ચૂંટણીમાં એવુ બની શકે કે સપા 400 બેઠક જીતી જાય. આજે એવી સ્થિતિ આવીને ઉભી રહી છે કે ભાજપ પાસે ઉમેદવાર ઓછા પડી રહ્યા છે. અખિલેશ યાદવે આરોપ લગાવતા કહ્યુ કે ભાજપે અત્યાર સુધી પોતાનો મેનિફેસ્ટો ખોલ્યુ નથી. આ લોકો મનિ ફેસ્ટો બનાવે છે. ચૂંટણી આવે ત્યારે જ ભાજપને દલિત અને મુસ્લિમની યાદ આવે છે. તેમના માટે તેઓએ જેલમાં મોકલવા સિવાય બીજુ કઇ પણ કામ નથી કર્યુ. માત્ર ચૂંટણી સમયે જ તમામને યાદ આવે છે.
ક્યા ક્યા મુદ્દાઓ ટાંક્યા?
અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું કે, પંચાયતની ચૂંટણીમાં પ્રોફેસરોની બલી આપવા જેવી પ્રવૃતિઓમાં ભાજપ આગળ હોય છે. રોજગાર માંગનારા લોકોને ડંડા મારવામાં આગળ, લોકોને જેલમાં મોકલવામાં આગળ, અનેક ધર્મ પર અત્યારચાર ગુજારવામાં આગળ. અખિલેશ યાદવે કહ્યુ કે અમારા સીએમને લેપટોપ ઓપરેટ કરતા નથી આવડતુ. ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, પરંતુ તેવુ કઇ જ પણ થયુ નથી.
હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
અખિલેશ યાદવે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા પર ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. સપા અધ્યક્ષે કહ્યું કે અમે જનેશ્વર જી ને યાદ કરી અને તેના પાર્ક સુધી આગળ વધીશુ. જનેશ્વર મિશ્રાએ હંમેશા પાર્ટીને આગળ વધારી છે. તેઓએ અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે.
ઉલ્લેખનિય છે કે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. પક્ષોએ તૈયારી શરુ કરી દીધી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓને ટ્રેનિંગ અપાવવામાં પણ લાગી ગઇ છે તો ભાજપ હાલમાં અહીં કરેલા વિકાસના કામનો યાદી જનતા સામે પ્રદર્શિત કરી રહી છે.
કોંગ્રેસની તૈયારી શરૂ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપી ચૂંટણીને પોતાના પક્ષ પર રાખવા મહેનત કરવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં જ ઓછામાં ઓછા 70 હજાર કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવા માટે 675 ટ્રેનિંગ કેમ્પ શરૂ કર્યા છે. આ તકે યુપીના ઓછામાં ઓછા 100 નેતા અને કાર્યકર્તાઓના એક ગૃપને છત્તીસગઢ ખાતે ટ્રેનિંગ લેવા માટે મોકલવામાં આવ્યું છે.
યુપીના કોંગ્રેસના નેતાઓને રાયપુરમાં ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે. છત્તીસગઢના સીએમએ પણ ટ્રેનિંગ આપી છે. ત્યારે આ તકે તેમાં વધુ શુર પુરાવવા ગઇકાલે બુધવારે પ્રિયંકા ગાંધી પણ વર્ચ્યુઅલી રીતે પાંચ દિવસીય ટ્રેનિંગમાં જોડાયા છે. જણાવી દઇએ કે આ ટ્રેનિંગમાં આશરે 70 હજાર કાર્યકર્તાઓને ટ્રેનિંગ અપાશે કે પાર્ટીને આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસિલ કરવા માટે શું કરવુ અને શું ન કરવુ જોઇએ.
આ પણ વાંચો : UP વિધાનસભા ચૂંટણી : શું કોંગ્રેસનું ટ્રેનિંગ કેમ્પ અભિયાન કારગર સાબિત થશે?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4