Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝઆ દિવસે મહિલાઓ નાગદેવને પોતાનો ભાઈ માનીને પૂજા કરે છે

આ દિવસે મહિલાઓ નાગદેવને પોતાનો ભાઈ માનીને પૂજા કરે છે

Naag Panchmi
Share Now

આ દિવસે પરિવારની રક્ષા માટે મહિલાઓ નાગદેવને પોતાનો ભાઈ માનીને પૂજા કરે છે

ભવિષ્ય પુરાણ પ્રમાણે નાગપાંચમના દિવસે નવ નાગની પૂજાનું વિધાન છે, આ પૂજાથી સુખ-સમૃદ્ધિ મળે છે

શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ તિથિએ નાગ પાંચમ ઊજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ છે. આ દિવસે નાગ દેવતાના પૂજનની પરંપરા છે. ભવિષ્ય પુરાણ સહિત અન્ય પુરાણોમાં પણ તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. નાગ પાંચમ સાથે જોડાયેલી કથા પ્રમાણે એવું માનવામાં આવે છે કે, આ દિવસે સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેમની પૂજા કરે છે અને ભાઈ પાસે પોતાના કુટુંબની રક્ષાના આશીર્વાદ લે છે.

Naag

જ્યોતિષીય વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે, નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થઇ શકે છે. નાગપાંચમના દિવસે કાલસર્પ યોગની પૂજા પણ કરાવવામાં આવે છે. આ પૂજાથી કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે.

દેવલોકમાં નાગને ખાસ જગ્યા મળે છેઃ-

સનાતન ધર્મમાં દેવી-દેવતાઓના વાહન સ્વરૂપમાં પશુ-પક્ષીઓની પૂજાનું પણ વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. આ સિવાય પુરાણમાં નાગલોકનો પણ ઉલ્લેખ મળી આવી છે. યક્ષ, ગંધર્વ અને કિન્નરો સાથે નાગને પણ દેવી-દેવતાઓના લોકમાં ખાસ જગ્યા આપવામાં આવી છે. માટે તેમની પણ પૂજા કરવામાં આવે છે.

આ પણ જુઓ : જન સેવા એજ મુનિ સેવા

મહત્ત્વઃ નાગ ગુપ્ત ધનની રક્ષા કરે છેઃ-

નાગ ધનની રક્ષા માટે તત્પર રહે છે અને તેમને ગુપ્ત, સંતાડેલાં અને દાંટેલાં ધનની રક્ષા કરનાર માનવામાં આવે છે. નાગ, માતા લક્ષ્મીની રક્ષા કરે છે. જે આપણાં ધનની રક્ષામાં તત્પર રહે છે. એટલે ધન-સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ માટે નાગ પાંચમ ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની આરાધનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તેઓએ આ દોષથી બચવા માટે નાગ પાંચમનું વ્રત કરવું જોઇએ. જેમને મોટાભાગે સાપ જોવા મળે છે અથવા સાપથી વધારે બીક લાગતી હોય તો તેમણે વિધિ-વિધાનથી નાગની પૂજા કરવી જોઇએ. ખાસ કરીને નાગ પાંચમના દિવસે નાગદેવની પૂજા કરવાથી આ ભય દૂર થઇ જાય છે.

ભવિષ્ય પુરાણ પ્રમાણે નવ નાગની પૂજાનું વિધાનઃ-

ભવિષ્ય પુરાણ પ્રમાણે નાગ પાંચમે નવ નાગની પૂજાનું વિધાન છે. જેમાં અનંત, વાસુકિ, શેષનાગ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, કાળિયા અને તક્ષક નાગનો સમાવેશ થાય છે. પૂજા માટે નાગદેવતાની તસવીરને લાકડાના બાજોટ ઉપર રાખીને હળદર, રોલી, ચોખા અને ફૂલ ચઢાવો. કાચા દૂધથી નાગદેવનો અભિષેક કરવો. ત્યાર બાદ નૈવેદ્ય અર્પણ કરો. છેલ્લે આરતી ઉતારો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment