Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
HomeઇતિહાસEngineers Day ની ઉજવણી મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની યાદમાં મનાવવામાં આવે છે

Engineers Day ની ઉજવણી મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની યાદમાં મનાવવામાં આવે છે

Engineers Day
Share Now

Engineers Day 2021

ભારત રત્ન સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા એક ઉત્કૃષ્ટ એન્જિનિયર હતા. 15 સપ્ટેમ્બર 1861 એ કર્ણાટકના ચિક્કબલ્લાપુરમાં તેમનો જન્મ થયો હતો. આથી તેમના જન્મદિવસ નિમિતે Engineers Day ની ઊજવણી કરવામાં આવે છે. ખૂબ જ ઓછી ઉંમરમાં તેમના પિતાનું નિધન થયુ હતુ. જેના લીધે તેમના પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વેશ્વરૈયાએ તેમનું પરિશ્રમ ચાલુ જ રાખ્યું. તેમની યોગ્યતાથી પ્રસન્ન થઈને મૈસૂર રજવાડાએ તેમને સ્કોલરશિપ આપી હતી.

1883માં તેમણે એલ.સી.ઈ અને એફ.સી.ઈ ની પરિક્ષામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ, જેને હાલમાં બીઈ ડિગ્રી સમાન ગણવામાં આવે છે. તેમની યોગ્યતાને જોતા જ મહારાષ્ટ્ર સરકારે તેમને નાસિક જિલ્લામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નિયુક્ત કર્યાં.

1909માં મૈસૂર રાજ્યના એન્જિનિયર નિયુક્ત કર્યા

એક એન્જિનિયર (Engineers Day) તરીકે વિશ્વેશ્વરૈયાને પૂણેના ખડગવાસલા બંધની ઊંચાઈને વધાર્યા વગર જ ડેમને જળસ્ત્રોતના સ્તરમાં વૃદ્ધિ કરવા માટે ખ્યાતિ મળી છે. વિશ્વેશ્વરૈયાએ સ્વચાલિત જળદ્વારનો ઉપયોગ ખડગવાસલા બંધ પર જ કર્યો હતો. 1909માં તેમણે મૈસૂર રાજ્યના મુખ્ય એન્જિનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Engineers Day 2021

IMAGE CREDIT: GOOGLE

વિશ્વેશ્વરૈયાએ કૃષ્ણરાજ સાગર બંધના નિર્માણમાં ચીફ એન્જિનિયરની ભૂમિકા ભજવી હતી. આ બંધને બનાવવું એટલુ સરળ નહોતુ, કેમકે ત્યારે દેશમાં સિમેન્ટ નહોતુ બનતુ. તે છતાં વિશ્વેશ્વરૈયાએ હાર નહોતી માની. તેમણે એન્જિનિયરની સાથે મળીને મોર્ટાર તૈયાર કર્યું જે સિમેન્ટથી પણ વધારે મજબૂત હતુ.

 એશિયાનો વિશાળ બંધ

આ બંધ કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. તે સમયે એશિયાના સૌથી મોટા બંધ તરીકે પ્રતિષ્ઠિત થયુ હતુ, જેની લંબાઈ 2621 મીટર અને ઊંચાઈ 39 મીટર છે. આજે કૃષ્ણરાજ સાગર બંધમાંથી નિકળેલી 45 કિલોમીટર લાંબી વિશ્વેશ્વરૈયા કેનાલ અને અન્ય ઘણી કેનાલથી કર્ણાટકના તમામ ક્ષેત્રોના લગભગ 1.25 લાખ એકર ભૂમિમાં સિંચાઈ થાય છે.

Engineers Day

IMAGE CREDIT: GOOGLE

વિદ્યુત ઉત્પાદનની સાથે જ મૈસૂર અને બેંગ્લોર જેવા શહેરોને પીવાના પાણીની ખપત પૂર્ણ કરનારા કૃષ્ણરાજ સાગર બંધ વિશ્વેશ્વરૈયાની ટેક્નિક કૌશલ અને પ્રશાસનિક યોજનની સફળતાનું પરિણામ છે. દક્ષિણ બેંગ્લોરમાં જયનગરની ઉત્કૃષ્ટ ડિઝાઈન માટે પણ પ્રખ્યાત થયા.

આ પણ વાંચોઃ- Hindi Divas: જાણો ‘વિશ્વ હિન્દી દિવસ’ અને ‘હિન્દી દિવસ’ વચ્ચેનો તફાવત

Engineers day નિમિતે જાણો વિશ્વેશ્વરેયાના કાર્યો

આજે ચેનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચો બ્રીજ હોય, અટલ ટનલથી લઈને બોર્ડરના નજીકના વિસ્તારો કે પછી દેશમાં સુગમ રાજમાર્ગોનો જાળ, એવા ઉત્કૃષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની સાથે દેશના વિકાસનો જે રસ્તો વિશ્વેશ્વરૈયાએ બતાવ્યો હતો, ભારત તેમના પંથ પર આગળ વધી રહ્યું છે.

તેમના કરિયરના શરૂઆતના દિવસોમાં કોલ્હાપુર, બેલગામ, ધારવાડ, બીજાપુર. અમદાવાદ અને પૂણે સહિત ઘણા શહેરોમાં પાણીની સમસ્યા દૂર કરવા માટેની પરિયોજનાઓ પર ઘણુ કામ કર્યું હતુ.

દેશભરમાં નદીઓ પર બનેલા બંધ, પુલ અને પીવાલાયક પાણીની પરિયોજનાને બધી રીતે સફળ બનાવવા માટે સર વિશ્વેશ્વરૈયાની મુખ્ય ભૂમિકા રહેલી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment