ઓણમ (onam) એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં માનવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. દર વર્ષે આ તહેવાર ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે ઓણમ (onam) 21 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં દંતકથારૂપ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરવા માટે ઉજવાય છે.
ઓણમની (onam) ઉજવણીમાં કેરળની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી જોવા મળે છે. જેમાં મુખ્યત્વે ફૂલોની રંગોળી, વિવિધ વાનગીઓ, હોડીઓની સ્પર્ધા અને ઇકોટ્ટિકલી નૃત્ય તહેવારમાં રંગત જમાવે છે.
image credit- google image
ઓણમ (onam) પર્વની સાથે જોડાયેલ ખાસ વાતો
- ૧૨ ઓગસ્ટથી શરુ થઈને ઓણમ એક મહિના સુધી એટલે કે 23 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં મુખ્યત્વે ઓણમ પર્વને 21 ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે . 20 ઓગસ્ટની રાતે 9 વાગીને 24 મિનીટથી તીરુઓનમ નક્ષત્ર શરુ થયું. અને તે 21 ઓગસ્ટના દિવસે રાતે ૮ વાગીને 21 મિનીટ સુધી ચાલશે.
- કેરળમાં આવેલ ત્રીક્કાકરા મંદિર એક જ એવું મંદિર છે જ્યાં આ પર્વ મનાવાની શરૂઆત થઇ હતી.
- ઓણમના પર્વ પર પકવાન તૈયાર કરવામાં આવે છે, જેની એક શરત હોય છે કે આ પકવાન 20થી ઓછા ના હોય
- રંગોળી બનવાની પરંપરા આમ તો ઘણા બધા તહેવારોમાં હોય છે, પણ ઓનમ પર બનવવામાં આવતી રંગોળી સૌથી અલગ હોય છે. કારણ કે આ રંગોળીમાં રંગનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ માત્ર ફૂલો વાપરવામાં આવે છે.
- આ રંગોળીની ફરતે નૃત્ય કરવાની પરંપરા પણ છે. તીરુવથીરા કલી નામના આ નૃત્યને સામાન્ય રીતે ઘરની દીકરીઓ કરતી હોય છે.
- ખાસ વાત તો એ છે કે “પુકલમ” નામથી ઓળખાતી આ રંગોલીમાં દરરોજ એક ગોળો વધારી દેવામાં આવે છે, જેથી ઓણમ પૂરું થતા થતા આ રંગોલી ઓણમપૂરું થાય ત્યાં સુધીમાં એક “પુલકમ”નું સ્વરૂપ લઇ લે છે.
- આ રંગોળીનું ઓણમ પર ખાસ મહત્વ હોય છે. આ સમયમાં ભગવાન વિષ્ણુની વામન અવતાર, રાજા બલી અને અંગરક્ષકોની મૂર્તિ સ્થાપિત કરવામાં આવ છે. આ મૂર્તિઓને ખાસ કાચી માટીમાંથી બનવામાં આવે છે.
- કેરળનો પ્રખ્યાત પુલી કલી જેને ટાઇગર ડાન્સ કહેવામાં આવે છે. અને બીજું એક નૃત્ય જેમાં માસ્ક પહેરીને નૃત્ય કરવામાં આવે છે. તે પણ આ પર્વ પર જ થાય છે.
આ પણ વાંચો: ૭૦૦ વર્ષ જૂની પરંપરા, ગામમાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને નથી બાંધતી રાખડી!
કેરળના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓણમ (onam) નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. અને સાથે જ લખ્યું હતું કે આ તહેવાર “સકારાત્મકતા, ભાઈચારો અને ભાઈચારા” સાથે સંકળાયેલ છે. પ્રધાનમંત્રીએ તહેવારની ઉજવણી કરનારા તમામના સારા સ્વાસ્થ્ય (Health)અને સુખાકારીની આશા પણ રાખી હતી.
Best wishes on the special occasion of Onam, a festival associated with positivity, vibrancy, brotherhood and harmony. I pray for everyone's good health and wellbeing.
— Narendra Modi (@narendramodi) August 21, 2021
પીએમ ઉપરાંત રાષ્ટ્રપતિ (President)રામનાથ કોવિંદે ઓણમની પૂર્વ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી
Onam greetings to all our fellow citizens! This festival is a celebration of the new harvest. It highlights the tireless work of farmers. It is an occasion to express gratitude to mother nature. I wish progress and prosperity for all fellow citizens.
— President of India (@rashtrapatibhvn) August 21, 2021
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4