(surat) સુરતમાં રાંદેર કતારગામને જોડતા કોઝવેમાં ન્હાવા પડેલા 4 મિત્રો પૈકી એકનું ડૂબી જતાં મોત નીપજ્યું. બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે શોધખોળ બાદ યુવકની લાશને બહાર કાઢી. યુવકના મોતના પગલે પરિવારમાં શોક વ્યાપો.
(surat) સુરતમાં ભારે વરસાદના કારણે સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. જેને લઈને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. પરંતું ભેસ્તાન ખાતે રહેતો ઉસ્માન સલીમ મેમણ પોતાના ચાર મિત્રો સાથે ન્હાવા પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. 6 મીટરને પાર કરતા કોઝવે ઓવરફ્લો થયો. વાહન વ્યવહાર માટે બંધ કરવો પડે છે. ત્યારે કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં ઉસ્માન સલીમ ડૂબી ગયો હતો. જેને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી.
મિત્રને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ બુમાબુમ કરી મૂકી હતી અને આ સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરનાં જવાનોએ કોઝ-વેના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : વિશ્વનો સૌથી નાનો વાંદરો, કેમ ઓછી થઈ રહી છે આ વાંદરાની વસ્તી
પરિવારમાં શોક
22 વર્ષીય ઉસ્માન સલીમ મેમણ ડૂબી ગયાની જાણ પરીવારને થતા પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પુત્રના મૃતદેહને જોઇને પરિવારે ભારે કલ્પાંત કર્યો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કોઝવેમાં અવાર નવાર લોકો ન્હાવા પડતા ડૂબી જવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે અહીં સિક્યુરિટી પણ કડક કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4