Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝજામનગરમાં વધુ એક કોવિડ હોસ્પિટલ શરુ

જામનગરમાં વધુ એક કોવિડ હોસ્પિટલ શરુ

jamnagar photo
Share Now

જામનગરમાં વધી રહેલા કોરોનાના કારણે વધુ એક કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જામનગરની ડેન્ટલ કોલેજમાં રિલાયન્સ નિર્મિત હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કામાં બે વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જી.જી હોસપીટલમાં કોવીડ વોર્ડમા કેસ કઢાવ્યા બાદ દર્દીઓને ડેન્ટલ હોસ્પિટલના શિફ્ટ કરવામાં આવ્યા હતા.

Jamnagar

જામનગરમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કેસ વધતા તંત્રે વધુ એક કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની ફરજ પડી છે. જામનગરની ડેન્ટલ કોલેજમાં રિલાયન્સ કંપની દ્વારા ૪૦૦ બેડની નવી હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં હાલમાં બે વોર્ડનો પ્રારંભ કરાયો છે. હાલ તેમાં ૪૦ જેટલા દર્દીઓને દાખલ કરી દેવાયા છે. જેનું સંચાલન જી. જી. હોસ્પિટલના મુખ્ય કોવિડ બિલ્ડિંગમાંથી જ થાય છે. અને ત્યાંથી જ કેસ કર્યા પછી દર્દીઓને રીફર કરવામાં આવી રહ્યા છે.

Jamnagar photo

વધુ સમાચારો માટે આ પણ જુઓ: પૂનમ માડમ પહોચ્યા દર્દીઓને મળવા

જી.જી.હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાના ભાગરૂપે ડેન્ટલ કોલેજમાં ૪૦૦ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો સહયોગ સાંપડ્યો છે. આ સાથે જ ૪૦૦ બેડની ક્ષમતા સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં ફરજ બજાવનારા સ્ટાફ વગેરેની ગણતરી કરતાં હાલમાં બે વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા બે દિવસથી શરૂ પણ થઈ ગઈ છે. જી.જી.હોસ્પિટલના મુખ્ય કોવિડ બિલ્ડિંગમાં સૌ પ્રથમ કેસ કઢાવ્યા પછી દર્દીઓને ડેન્ટલ કોલેજમાં શિફ્ટ કરવામાં આવે છે, અને તેને કોવિડ-ડી બિલ્ડીંગનું નામ અપાયું છે. જેમાં પરમદિવસે રાત્રે સૌ પ્રથમ પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ૩૫થી વધુ દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા છે. હાલ અહીં ૪૦થી વધુ દર્દીઓ જુદા-જુદા બે વોર્ડમાં કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. જેમ-જેમ મેડિકલ સ્ટાફ તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનતી જશે, તેમ અન્ય વોર્ડ પણ ચાલુ થઇ જશે. જો કે, જી.જી.હોસ્પિટલમાંથી જ તેનું સંચાલન કરવામાં આવશે. જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી આસ્થા ડાંગર ડેન્ટલ હોસ્પિટલ પરિસરની દેખરેખ રાખી રહ્યા છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment