Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeરાઈટર્સ કૉલમવન નેશન વન રેશન : મોદી નંબર વન

વન નેશન વન રેશન : મોદી નંબર વન

one nation one ration
Share Now

Dr. Rajendra Raval On one nation one rationપવન જેની તરફેણમાં હોય સ્વાભાવિક છે કે, નંબર વન ઉપર રહેવું ગમે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નંબર વનનું ઘેલું લાગ્યું છે.તેમની મહત્તમ સરકારી યોજનાઓમાં વન શબ્દ અગ્રિમ હોય છે. વન નેશન વન રેશન (one nation one ration), વન ઇલેક્શન,વન નેશન, વન નેશન વન એજ્યુકેશન વન નેશન વન લો. વન નંબર રહેવાની મંછા સાથે મોદી સરકારની અનેક યોજનાઓની શરૂઆત કરી છે. સરકારી યોજના નેતૃત્વની સજ્જતા, સત્યતતા અને માનસિક પરિકલ્પનામાંથી પ્રગટે છે. જેના અમલીકરણ માટે જમીની હકિકતો આધારિત નંબર વન આયોજનો જરૂરી છે અથવા જરૂરી હોય છે.

 દેશમાં વન નેશન વન ટેક્ષ યોજના અમલ કરેલી. GST નામનો નવો ટેક્ષ દાખલ થયો. વડાપ્રધાને વન નેશન વન ઇલેક્શનનો નવો મુદ્દો અજમાવ્યો જેમાં વિધાન પરીષદો અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે કરવાના મનસુબા છે. કાયદો,શિક્ષણ,સ્વચ્છતા,ગ્રામિણ વિકાસ, સંચાર બધેજ નંબર વનની વાત છે. ત્યારે વનનેશન વન રેશનનો પવન ફુંકાયો છે. આ યોજનાઓની ચોમેર ચર્ચા ચાલે છે.

વન નેશન વન રેશન યોજના એટલે પરિવારના રેશનકાર્ડમાં સરનામું ગમે તે હોય, ગમે તે રાજ્યનું હોય તેને દેશના કોઈ પણ રાજ્યમાં રાહતદરે સરકારી અનાજ મળી શકે. જેથી વિશેષ કુંટુબના સભ્યો જુદા જુદા પ્રદેશોમાં વસવાટ કરતાં હોય તો તમામને અલગ-અલગ રાજ્યોમાં સસ્તા અનાજની દુકાનેથી રાહત ભાવે અનાજ મળે તેવી સવલત આ નંબર વન યોજનામાં છે.

સરકારી યોજનાઓ હોય છે તો રૂપાળી, લાગે છે સુંદર, વાસ્તવિક અમલમાં વિચિત્રતાઓ જોવા મળે છે. 2021માં વન નેશન વન રેશન યોજના પુરી કરવાની હતી પણ  થઈ શકી નથી. દેશની સર્વોચ્ચ અદાલતે તુરંત અમલ કરવા જણાવ્યું છે.  

ભારતમાં વન નેશન વન રેશન યોજનાની શક્યતાઓ અને સફળતા માટે કેટલાક અવરોધો છે. કાગળ પરનું સત્ય સાબિત કરવામાં સરકારીતંત્ર નિપુણ છે. નંબર વન સરકાર વન રેશન કાર્ડ યોજના અંતર્ગત 69 કરોડ લોકોને આવરી લીધા હોવાની વાત અને દાવા કરે છે. ચૂંટણી આવશે ત્યારે આંકડાઓ વધશે અને પછી આ યોજના સફળ જાહેર કરવામાં આવશે. જેમાં મોદી સાહેબ પાવરધા છે. ખુલ્લામાં શૌચની પ્રથા ભારતમાંથી નાબુદ થઈ ગઈ એવું એલાન યાદ હશે ?

વન નેશન વન રેશન યોજનાનો હેતુ ઉત્કૃષ્ટ છે.તેને સંપૂર્ણ અમલી કરવી સમય માંગી લેનારી વાત છે, પ્રશ્નો છે,પડકારો છે. સામાજિક વહિવટીય સવાલો છે. દેશમાં કરોડોની સંખ્યામાં રેશનકાર્ડ વિહોણા નાગરિકો છે. વહિવટીય તંત્રની જટીલ અને બિન વ્યવહારૂ કાર્ય પદ્ધતિને કારણે રેશનકાર્ડ બનાવવું એ માથાના દુઃખાવા સમાન છે. રેશનકાર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા ભષ્ટ્ર છે. ઉત્તર ગુજરાત એટલે કે મોદી સાહેબના  હોમ ટાઉન  ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લાના એક ગામમાં રેશનકાર્ડ તૈયાર કરી આપવાની લાંચ લેતાં એક તલાટીને એ.સી.બીએ પકડ્યો છે. ઉદાહરણ છે આ તો ઘર આંગણાનું.       

આ યોજનાના અમલમાં ઘણાં અવરોધો છે. દેશ અને રાજ્યોની સરકાર પાસે ચોક્કસ ડેટા નથી. અગાઉ સુપ્રીમ કોર્ટે  સરકારને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતાં લોકોની યાદીઓ તૈયાર કરવા ફરમાન કરેલું. ઓનલાઈન પ્રક્રિયા કરવા જણાવેલું.

વન નેશન વન રેશન યોજનામાં મહત્વનો અવરોધ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો છે. જે યોજનામાં આધારકાર્ડને મુખ્ય ડોક્યુમેંટ બનાવાયો છે,ઉપરાંત રેશનકાર્ડ અને ઈલેક્ટ્રોનિક્સ પોઈન્ટસ ઓફ સેલ કેન્દ્ર સ્થાને છે. જ્યાં ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી જ નથી, જે ગાંમડાઓમાં ઇન્ટરનેટ સુવિધા નથી ત્યાં નંબર વન  થઈ શકાય?

લાભાર્થીની અસલી ઓળખ માટે ફાસ્ટ ઇન્ટરનેટ વ્યવસ્થા ગામે ગામ જરૂરી છે. મહત્તમ લાભાર્થીઓ ગામડાઓમાં વસવાટ કરે છે જ્યાં સરકારી પોર્ટલ  અને ઇન્ટરનેટની હાલત ખરાબ છે. નકલી આધારકાર્ડ, નકલી રેશનકાર્ડ અને સસ્તા અનાજના કેટલાક સંગ્રહખોર કારોબારીઓ ઉપર સંકજો કસીને યોજના અમલમાં મુકાય તો વધારે સર્વગ્રાહી થાય.

– રાજેન્દ્ર રાવલ

No comments

leave a comment