Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝભૂપેશ બઘેલ સમર્થિત ધારાસભ્યોનો દિલ્હીમાં પડાવ, આજે સીએમ રાહુલ ગાંધીની કરશે મુલાકાત

ભૂપેશ બઘેલ સમર્થિત ધારાસભ્યોનો દિલ્હીમાં પડાવ, આજે સીએમ રાહુલ ગાંધીની કરશે મુલાકાત

chhattisgarh news,bhupesh baghel,chhattisgarh cm
Share Now

છત્તીસગઢ કોંગ્રેસમાં ચાલી રહેલ રસાકસી વચ્ચે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સમર્થિત કેટલાક ધારાસભ્યો દિલ્હીમાં ભેગા થયા છે, જેને બઘેલના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બઘેલ સમર્થિત 30 જેટલા ધારાસભ્યો દિલ્હીમાં ભેગા થયા છે. આ તમામ ધારાસભ્યો રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાને જોતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ટેકો આપવા આવ્યા છે.

સીએમ બઘેલ સોનિયા ગાંધીને મળશે 

સૂત્રોએ જણાવ્યા અનુસાર સીએમ ભૂપેશ બઘેલ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અથવા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળે તેવી શક્યતા છે. તેઓ કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલ સાથે પ મુલાકાત કરશે. 20 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસના છત્તીસગઢના પ્રભારી પીએલ પુનિયાને મળ્યા. એવું માનવામાં આવે છે કે આ ધારાસભ્યોએ નેતૃત્વમાં ફેરફાર ન કરવાની અને બઘેલને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવાની હિમાયત કરી છે.

chhattisgarh news,bhupesh baghel,chhattisgarh cm

આ પણ વાંચો: છત્તીસગઢમાં બઘેલને સીએમ પદ પરથી હટાવવાથી કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલીઓ

બઘેલે કર્યું શક્તિ પ્રદર્શન 

મુખ્યમંત્રી બઘેલ અને આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહદેવ વચ્ચે ચાલી રહેલી ઝઘડાને જોતા છત્તીસગઢના ધારાસભ્યોના દિલ્હી આગમન અંગે ભારે ચર્ચા એ છે કે મુખ્યમંત્રી કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે સીએમ બઘેલના નિકટના મિત્રોએ આ વાતનો ઇનકાર કર્યો  છે. તેમનું કહેવું છે કે મુખ્યમંત્રીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને આમાં તાકાત બતાવવા જેવી કોઈ વાત નથી.

પાર્ટી હાઇકમાંડ કહેશે તો રાજીનામું આપી દઇશ

બઘેલના સમર્થક ધારાસભ્ય દેવેન્દ્ર યાદવે કહ્યું કે, અમે મુખ્યમંત્રી બઘેલના નેતૃત્વમાં છત્તીસગઢના લોકોની સેવા કરી રહ્યા છીએ. અમે હાઈકમાન્ડ સાથે વાત કરીશું. તમામ ધારાસભ્યો એક થયા છે. ”તાજેતરમાં જ બઘેલ અને આરોગ્ય મંત્રી ટીએસ સિંહ દેવ રાહુલ ગાંધીને મળ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ બુધવારે રાયપુર પરત ફરતા બઘેલે કહ્યું હતું કે તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આદેશ પર આ પદ સંભાળ્યું છે અને તે કહેશે તો પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દેશે.

અઢી વર્ષ માટેની વાત કરનાર ક્યારેય સફળ નથી થાય 

તેમજ તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ માટે અઢી વર્ષના વિભાજનની વાત કરનારા લોકો રાજ્યમાં રાજકીય અસ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં તેઓ ક્યારેય સફળ નહીં થાય

સરકાર બની ત્યારથીજ સબંધો સારા રહ્યા નથી 

ડિસેમ્બર 2018 માં છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની ત્યારથી મુખ્યમંત્રી બઘેલ અને આરોગ્ય મંત્રી સિંહદેવ વચ્ચેના સંબંધો એટલા સારા રહ્યા નથી. સિંહદેવના સમર્થકો કહે છે કે અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પર સમજૂતી હતી માટે હવે સિંહદેવને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. છત્તીસગઢમાં બઘેલ જૂથ અને સિંહ દેવ જૂથ વચ્ચેના મતભેદો એવા સમયે વધ્યા છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે આરોપ લગાવ્યો છે કે આરોગ્ય મંત્રી ટીએસ સિંહદેવ તેમની હત્યા કરીને મુખ્યમંત્રી બનવા માંગે છે. બૃહસ્પતિ સિંહને મુખ્યમંત્રી બઘેલની નજીક માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ કોંગ્રેસમાં ચાલી રહેલ રસાકસી વચ્ચે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સમર્થિત કેટલાક ધારાસભ્યો દિલ્હીમાં ભેગા થયા છે, જેને બઘેલના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બઘેલ સમર્થિત 30 જેટલા ધારાસભ્યો દિલ્હીમાં ભેગા થયા છે. આ તમામ ધારાસભ્યો રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાને જોતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ટેકો આપવા આવ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment