Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝફરિયાદ છે ? : વિપક્ષ નેતાને ઓનલાઇન મોકલો

ફરિયાદ છે ? : વિપક્ષ નેતાને ઓનલાઇન મોકલો

online deskbaord of congress
Share Now

આજના આ ડિજિટલ યુગમાં રાજનેતાઓ પણ ડિજિટલ થતાં જઈ રહ્યા છે. જ્યારે શાસક પક્ષની કોઈ ફરિયાદ હોઈ છે ત્યારે વિપક્ષને કહેવામાં આવે છે. ત્યારે ઘણી વખત તેમાં વધારે સમય પણ જતો રહે છે. તેને અનુસંધાને રાજકોટ મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી એ ઓનલાઇન ડેશ બોર્ડ એક્ટિવ કર્યું છે. જે કોઈને ફરિયાદ હોઈ તે ઓનલાઇન ગૂગલ લિંક દ્વારા કરી શકે છે. લોકોને પાડતી મુશ્કેલી વિપક્ષને જણાવવા માટે એક્ટિવ કરવામાં આવેલ લિંકનો ઉપયોગ રાજકોટવાસીઓ કરે રે માટે ભાનુબેન દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ઉપરાંત ભાનુબેન સાથે વાત કરતા તેઓએ એવું પણ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યાના 8 દિવસમાં જ ફરિયાદનું સમાધાન કરવામાં આવશે.

online deskboard

‘વિરોધ પક્ષના નેતાનું ઓનલાઇન ડેસ્કબોર્ડ’ એક્ટિવ

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં લોકોની જુદી જુદી સુવિધાઓથી માંડી ફરિયાદ નોંધણીની પુરી પ્રક્રિયા વધુને વધુ આધુનિક અને ડિજીટલ બની રહી છે ત્યારે કોંગ્રેસે પણ સમય સાથે જોડાયને લોકઉપયોગી ફરિયાદો સ્વીકારવાનું પ્લેટફોર્મ સ્માર્ટ બનાવી રહી છે. ત્યારે આજે વિપક્ષી નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ ઓનલાઇન પ્લેટફોર્મ પર ‘વિરોધ પક્ષના નેતાનું ઓનલાઇન ડેસ્કબોર્ડ’ એક્ટિવ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મેયર દ્વારા લોકોની ફરિયાદ નિવારવા ટોલ ફ્રી નંબર શરુ કરવામાં આવ્યા હતા ત્યારે વિપક્ષી નેતા ભાનુબેને મેયરની સામે જ લોકોની ફરિયાદ નિવારવા ડેસ્કબોર્ડ શરૂ કર્યું છે.

આ પણ જુઓ : શંકરસિંહ શું ફરી જોડાશે કોંગ્રેસમાં ?

મનપાના ટોલ ફ્રી નંબર સામે વિરોધ પક્ષનું ઓનલાઇન ડેશબોર્ડ

online compaint deskbaordમ્યુનિ. કોર્પોરેશનની જુદી જુદી સુવિધાઓ અને સેવાઓ હવે વધુને વધુ ડિજીટલ બનવા લાગી છે. લોકોને જુદા જુદા પ્રમાણપત્ર ઓનલાઇન મળવા લાગ્યા છે. હવે ફરિયાદ નોંધણીની કાર્યવાહી પણ સોશિયલ મીડિયા મારફત થઇ શકશે અને ટોલ ફ્રી નંબર આવી રહ્યા છે. આથી વિરોધ પક્ષ કોંગ્રેસ પણ લોકોને કોઇ પણ મુશ્કેલીમાં ફરિયાદ કરવામાં સરળતા રહે તે માટે આગળ આવી છે.ગુગલ પર વિરોધ પક્ષના નેતાનું ડેસ્કબોર્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા વિભાગમાં ફરિયાદોની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. રસ્તાથી માંડી પાણી, સફાઇ સહિતના રોજિંદા પ્રશ્નનો લોકો અહીં રજુ કરી શકશે. ફોર્મ ભરીને ફરિયાદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. લોકો ફોટોગ્રાફથી પણ ફરીયાદ કરી શકે તે માટે સુવિધા છે.

1 GB સુધીની ફરિયાદ નાગરિક ઓનલાઇન નોંધાવી શકશે.

નગરજનો પોતાની ફરિયાદ https://forms.gle/Jv5EKZscFozciKTK7 લીંક ઉપર નોંધાવી શકશે. આ રીતે જુદી જુદી ફરિયાદો નાગરિકો કચેરીએ આવ્યા વગર મોબાઇલ ફોનમાંથી પણ કરી શકશે જેમાં 1 GB સુધીની ફરિયાદો દાખલ થઈ શકશે. આ ઓનલાઈન ડેસ્કબોર્ડનો લાભ લેવા જાહેર જનતાને વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ અપીલ કરી છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment