Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝધો.12 સાયન્સ રિપીટર્સ વિદ્યાર્થીઓનું માત્ર 15 ટકા પરિણામ

ધો.12 સાયન્સ રિપીટર્સ વિદ્યાર્થીઓનું માત્ર 15 ટકા પરિણામ

Result
Share Now

રિપીટર્સનું રિઝલ્ટ જાહેર:ધો.12 સાયન્સ રિપીટર્સ વિદ્યાર્થીઓનું માત્ર 15 ટકા પરિણામ, 30343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા

  • ધો.12 સાયંસનું કુલ પરિણામ માત્ર 15.32 ટકા જ આવ્યું.
  • ધોરણ 12 સાયન્સ ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગત 15 જુલાઈએ યોજવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા ગત 15 જુલાઈ એ લેવાઈ હતી. જેમાં આજે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 12 સાયંસના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી.માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે.

Result

A ગ્રૂપમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં.

A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે.

વિદ્યાર્થીએ કહ્યું, તૈયારી કરી અને પાસ થયો

રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા રીપીટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશનની માંગણી કરી હતી.સોશિયલ મીડિયા,આવેદન પત્ર અને વિરોધ કરીને પણ માસ પ્રમોશનની માંગણી કરી હતી ત્યારે કોઈ પણ સંજોગમાં શિક્ષણ વિભાગ ઝૂક્યું નહોતું અને પરીક્ષા લીધી જ હતી.પરીક્ષાનું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓએ કરેલ તૈયારી પણ સામે આવી છે.માસ પ્રમોશન આપવામાં આવ્યું હોત તો નાપસ થનાર વિદ્યાર્થીઓ પણ પાસ થવાની લાયકાત વિના જ પાસ થઇ જતા. આ અંગે રીપીટર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું અગાઉ નાપાસ થયો હતો. શિક્ષણ વિભાગે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો જેથી મેં બીજી વખત પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. આજે પરિણામ આવ્યું છે તેમાં હું પાસ થયો છું પરંતુ મારી સાથેના અનેક મિત્રો નાપાસ થયા છે.માસ પ્રમોશન આપ્યું હોત તો તે પણ પાસ થઇ જાત.

આ પણ જુઓ : ખેડૂત-ખેતી બચાવો અભિયાન

રિપીટર વિદ્યાર્થીઓ આ રીતે પરિણામ ચેક કરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત પાછળથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર જઈને પોતાનો સીટ નંબર નાંખવો પડશે. જે બાદ જ તેઓ પોતાનું પરિણામ જોઈ શકશે.

ધોરણ 10 અને 12ના 4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માસ પ્રમોશનની માંગ હતી

બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10 અને 12માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. સરકારે રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. આ બાબતે રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી અને શિક્ષણ અધિકારીની કચેરીમાં પરિક્ષાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલો છેવટે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આખરે ગત 15 જુલાઈએ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી.

Result 12th sci

રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું

ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ

કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું હતું. આ પરિણામમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં કરાયા છે. 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો હતો. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment