Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી : સરકારને પૂછ્યું- લખીમપુર હિંસામાં હજારો ખેડૂતો હાજર તો માત્ર 23 જ સાક્ષી કેમ ??

સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી : સરકારને પૂછ્યું- લખીમપુર હિંસામાં હજારો ખેડૂતો હાજર તો માત્ર 23 જ સાક્ષી કેમ ??

supreme court on lakhimpur khiri violence
Share Now

લખીમપુર ખીરી હિંસા કેસ મામલે આજે ફરી સુપ્રીમમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમે ઉત્તરપ્રદેશ સરકારને ઘટનાંનાં સાક્ષીઓને સુરક્ષા આપવા માટે જણાવ્યું હતું. CJI એનવી રમન્નાએ એક વખત ફરી યુપી સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે પુછ્યું હતું કે સાક્ષીઓના નિવેદનોને મેજિસ્ટ્રેટની હાજરીમાં લેવડાવ્યા? આ અંગે જવાબ આપતા યુપી સરકારના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે 30 સાક્ષીઓના નિવેદનોને મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવ્યા છે. કેટલાક બાકી છે, જેમના નિવેદનોને હજી હવે નોંધવામાં આવશે.

હજારો ખેડૂતો હાજર હતા અને તમને માત્ર 23 સાક્ષીઓ જ ???

બેન્ચે પૂછ્યું કે લખીમપુરમાં રેલી દરમિયાન હજારો ખેડૂતો હાજર હતા અને તમને માત્ર 23 સાક્ષીઓ જ મળ્યા? હરીશ સાલ્વેએ કહ્યું કે અમે સાર્વજનિક જાહેરાત આપીને એવી માંગ કરી છે કે જે પણ સાક્ષી છે, તે સામે આવે. ઘટનામાં તમામ મોબાઈલ વીડિયો અને વીડિયોગ્રાફી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે સાક્ષીઓને સુરક્ષા આપવાની વાત કરતા નિર્દેશ આપ્યા છે કે તેમના નિવેદન ઝડપથી નોંધવામાં આવે. હવે આ મામલાની વધુ સુનાવણી 8 નવેમ્બરે થશે.

હરીશ સાલ્વેએ કહ્યું- સાક્ષીઓને સુરક્ષા આપવામાં આવી છે

કેસની સુનાવણી CJI એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કરી હતી. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે ત્યાં ચાર-પાચ હજાર લોકો હાજર હતા. આ અંગે સાલ્વેએ જવાબ આપતા જણાવ્યું હતું કે આ તમામ સ્થાનિકો નહોતા. કેટલાક બહારના લોકો પણ હતા. આ અંગે સાલ્વેએ કહ્યું કે આ સવાલ સાક્ષીઓનો છે. CJIએ કહ્યું કે તમે તમારી તપાસ એજન્સીઓને કહો કે 23 લોકો સિવાય કેટલા લોકો છે, જેમણે આ ઘટના જોઈ છે. તેમના નિવેદન લો.

આ અંગે સાલ્વેએ પૂછ્યું કે શું અમે તમને સીલબંધ કવરમાં સાક્ષીઓના કેટલાક નોંધાયેલા નિવેદનો દેખાડી શકીએ છીએ? અમે કોર્ટને આગામી સુનાવણીમાં માહિતી આપીશું. CJIએ કહ્યું કે સાક્ષીઓની સુરક્ષાનો પણ એક મુદ્દો છે. સાલ્વેએ કહ્યું કે તેમને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આર્યનની ધરપકડ કરનારા સમીર વાનખેડે પર લાગ્યા નવા ગંભીર ૨૬ આરોપ, ખોટી જાતી બતાવી નોકરી મેળવી

ભાજપ નેતા અન પત્રકારના મૃત્યુ પર અલગથી માંગ્યો જવાબ

લખીમપુર ખીરીમાં મૃતક ભાજપ નેતા શ્યામ સુંદરની પત્નીએ SCને કહ્યું કે મારા પતિની હત્યા કરવામાં આવી છે, મને ન્યાય જોઈએ છીએ. હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે અને મને ધમકી આપી રહ્યાં છે. બેન્ચે કશ્યપ અને પત્રકાર કશ્યપના મૃત્યુ પર યુપી પાસે અલગથી જવાબ માંગ્યા છે. આ દરમિયાન બેન્ચને ફરિયાદ કરવામાં આવી છે કે મૃતકમાંથી એકની પત્ની દ્વારા તેમની ફરિયાદની તપાસ કરવામાં આવી નથી. આ સિવાય આ ઘટનામાં પત્રકાર રમન કશ્યપના મામલાને પણ ઉઠાવવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને લખીમપુર હિંસા કેસ મામલે પત્રકાર રમણ કશ્યપ અને શ્યામ સુંદરની હત્યાની તપાસ કરવા અને જવાબ આપવા માટે પણ કહ્યું હતું. હવે આ મામલે આગળ સુનાવણી આઠ નવેમ્બરે થશે.સુપ્રીમે કહ્યું હતું કે આ દરમિયાન ઉતરપ્રદેશ સરકાર સાક્ષીઓને પુરતી સુરક્ષા પૂરી પાડે.

જુઓ આ વિડીયો : Aryan Khan Bail: NDPS की विशेष अदालत ने खारिज की आर्यन खान की जमानत याचिका

સાક્ષીની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ

સુપ્રીમ કોર્ટનાં CJIએ વધુમાં કહ્યું કે, ત્યાં એકઠી થયેલી ભીડમાં ઘણા લોકો સાચી માહિતી આપતાં શરમાશે. મજબૂત સાક્ષીઓની ઓળખ જરૂરી થવી છે. શું કોઈ સાક્ષી ઘાયલ છે? ઝડપથી વિડિયો ટેસ્ટ કરાવો. અન્યથા અમારે લેબને સૂચના આપવી પડશે. આમાં, સાક્ષીઓની સલામતી સૌથી મહત્વની છે. અમે સાક્ષીઓના રક્ષણની વાત ભરપૂર્વક કરીએ છીએ. મેજિસ્ટ્રેટ સમક્ષ તમામ સાક્ષીઓના નિવેદન નોંધવા જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment