Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝJunagadh: ગીરનારની પરિક્રમા 400 સાધુ-સંતો જ કરી શકશે, સામાન્ય લોકો નહીં જઇ શકે

Junagadh: ગીરનારની પરિક્રમા 400 સાધુ-સંતો જ કરી શકશે, સામાન્ય લોકો નહીં જઇ શકે

Junagadh
Share Now

દર વર્ષે દિવાળી બાદ જૂનાગઢ (Junagadh)માં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા સતત બીજા વર્ષે ફક્ત સાધુ-સંતો માટે જ પ્રતિકાત્‍મક રીતે જ યોજાશે. આ અંગે કલેક્ટર દ્રારા આજે ગુરૂવારે વર્તમાન કોરોનાની ગાઇડલાઇન મુજબ 400ની મર્યાદામાં માત્ર સાધુ-સંતો જ પ્રતિકાત્‍મક રીતે લીલી પરિક્રમા કરી શકશે તેવી સતાવાર જાહેરાત કરી છે. લીલી પરિક્રમા (circumambulation)માં રાજકીય પક્ષોના કે સામાજિક સંસ્થાઓના કોઇ લોકો પ્રતિકાત્મક પરિક્રમા કરી શકશે નહીં.

વર્ષોથી દિવાળીના તહેવારો બાદ જૂનાગઢમાં ગરવા ગીરનાર (Girnar)ના સાંનિધ્યમાં લીલી પરિક્રમા યોજાતી હતી. જેમાં લાખોની સંખ્‍યામાં લોકો સામેલ થવા પહોચતા હતા, પરંતુ ગત વર્ષે કોરોના મહામારીના કારણે સાધુ-સંતો દ્રારા પ્રતિકાત્‍મક રીતે લીલી પરિક્રમા યોજાઇ હતી. દરમિયાન ચાલુ વર્ષે કોરોનાના કેસ ઓછો થયા હોવા છતાં આરોગ્‍યના નિષ્‍ણાંતોના મત મુજબ લાખોની જનમેદની એકઠી કરવી કોરોનાને આમંત્રણ આપવા સમાન હોવાનો મત ધરાવતા હોવાથી મોટા કાર્યક્રમોને સરકાર દ્રારા મંજૂરી આપવામાં આવતી નથી. જેને લઇ રાજય સરકાર દ્રારા કોરોનાની સ્‍થ‍િતિને ધ્યાને રાખી ગાઇડલાઇન જાહેર કરી છે.

Junagadh પરિક્રમાને લઇને કલેક્ટરે શું જાહેરાત કરી?

આજે જૂનાગઢ કલેકટર (Collector)રચિત રાજ દ્વારા લીલી પરિક્રમા અંગે સતાવાર જાહેરાત કરાઇ છે. જેમાં જણાવ્યું છે કે, વર્તમાન કોવિડની મહામારીને ધ્યાને લઇ રાજ્ય સરકારના તારીખ 24/9/21ના રોજ જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારનાં રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તથા ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહતમ 400 વ્યકિતઓ, પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાનાં 50 ટકા (મહતમ 400 વ્યકિતઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે તેવી જોગવાઈ કરાયેલી છે. જેથી કલેક્ટર કચેરી ખાતે સંબંઘિત વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સાધુ-સંતો સાથે તારીખ 27/10/21ના રોજ બેઠક યોજી હતી. જેમાં સરકારની ઉપરોકત ગાઈડલાઈન અનુસાર માત્ર 400ની મર્યાદામાં સાધુ–સંતો દ્રારા જ પ્રતિકાત્મક પરિક્રમા યોજવા હાજર તમામ તરફથી અભિપ્રાય રજુ થયો હતો.

આ પણ વાંચો: આદિવાસીઓના જાતિ અંગેના પ્રમાણપત્ર બાબતે સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો!

જે અભિપ્રાયને અનુમોદન આપવા માટે બેઠકની કાર્યવાહી નોંધની નકલ સરકારનાં ગૃહ વિભાગ, ગાંધીનગરમાં મોકલવામાં આવી હતી. જેની સામે સરકારના તારીખ 9/11/21નાં પત્રથી ઉપરોકત ગાઈડલાઈનને લક્ષમાં રાખી અનુસાર નિર્ણય કરવા સુચના આપી હતી. જેથી આગામી કારતક સુદ અગીયારસ તારીખ 14-11-21થી કાર્તીકી પુનમ તારીખ 19-11-21 સુધી પરંપરાગત રીતે યોજાતી ‘લીલી પરિક્રમા’ માત્ર 400 લોકોની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ કલેક્ટરે (Collector)કરેલી જાહેરાતમાં માત્ર સાધુ-સંતો જ પ્રતિકાત્‍મક રીતે લીલી પરિક્રમા કરશે તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. જેથી પરિક્રમા રાજકીય પક્ષોના, સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ કરી શકશે નહીં.

શક્તિપીઠ અંબાજી જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment