Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઓન્લી ઇન્ડિયનની મિલ્ક બેંક

ઓન્લી ઇન્ડિયનની મિલ્ક બેંક

Only Indian
Share Now

એક અનોખી બેંક 

આપણે બેંકો તો ઘણી જોઈ હશે. પણ જૂનાગઢમાં એક મિલ્ક બેંક પણ ચાલે છે. જેમાંથી ગરીબો અને કુપોષિત બાળકોને દૂધ પીવડાવવામાં આવે છે. અને આ હરતી ફરતી બેંક ચલાવે છે ઓન્લી ઇન્ડિયન.

Only Indian

એક 70 વર્ષના ઓન્લી ઇન્ડિયન 

ઓન્લી ઇન્ડીયન…માત્ર ભારતીય…સંભાળતા એવું લાગેને કે, એ તો ભારતના હોઈ તો માત્ર ભારતીય જ હોવાના ને…આ એક વ્યક્તિનું નામ છે ઓન્લી ઇન્ડિયન. આ 70 વર્ષના વૃદ્ધમાં આજે પણ યુવાનો જેવો જુસ્સો જોવા મળે છે. અને આ જ જુસ્સા સાથે વર્ષોથી મિલ્ક બેંક ચલાવે છે. આ માણસે જૂનાગઢમાં એક અનોખું અભિયાન શરુ કર્યું છે. શિવ ભકતો સોમવારે કે શ્રાવણ માસમાં મહાદેવને દૂધ ચડાવતા હોય છે. જે અંતે તો કોઈ ખાડીમાં અથવા તો રોડ રસ્તા પર વહી જતું હોય છે. અને તેનો ઉપયોગ પણ કોઈ કરી નથી શકતું.

Only Indian

OMG

2013 ની વાત છે ત્યારે આ ઓન્લી ઇન્ડિયને અક્ષય કુમારનું “OMG-ઓહ માય ગોડ” ફિલ્મ જોયું અને તેને પણ વિચાર આવ્યો કે લોકોની શ્રધ્ધા સાચી પણ એ દૂધમાંથી જો થોડો હિસ્સો બચાવીને કોઈ ભૂખ્યાને આપવામાં આવે તો તેનો જીવ ઠરશે અને આ દુધનો વેડફાટ પણ નહિ થાય. ત્યારથી ઓન્લી ઈન્ડિયને મિલ્ક બેંક શરુ કરી, મંદિરોમાં નોટીસ પણ લગાવી કે ભગવાનના ભાગમાંથી થોડો હિસ્સો ભૂખ્યા માટે રાખો. અને લોકોએ પણ આ સેવામાં ભાગ લીધો. અને આ દુધને ગરમ કરી તેમાં સાકાર ભેળવી કુપોષિત બાળકો અને ગરીબોમાં વહેંચે છે.

Only Indian

ભગવાન ભાવનો ભૂખ્યો છે 

કહેવાય છે ને કે, ભગવાન ભાવ ભૂખ્યો છે એને કોઈ વસ્તુની જરૂર નથી. અને ભગવાનને ધરવામાં આવતા એ 56 ભોગ જો કોઈ ભૂખ્યાના પેટમાં જાયને તો ભગવાન વધુ રાજી થાય. આ વાત હવે લોકો પણ ધીમે ધીમે સમજતા થયા છે. અને ઓન્લી ઇન્ડિયનની મદદ કરી સેવાના સહભાગી બની રહ્યા છે.

Only Indian

ઓન્લી ઇન્ડિયનની અનોખી કેસરી, સફેદ અને લીલી સાયકલ 

શહેરના રસ્તાઓ પર કેસરી, સફેદ અને લીલા રંગની સાયકલ પર બ્લુ કલરના દુધના કેન લઇને નીકળતા ઓન્લી ઇન્ડિયનની છાપ કાંઇક અનોખી છે. ઓન્લી ઇન્ડિયનનો દેખાવ પણ રસ્તા પર ઉડીને આંખે વળગે તેવો છે. જે બાકીના લોકોમાંથી અલગ તારી આવે છે. દરેક મોટા શીવાલયોના ટ્રસ્ટીઓ સાથે સંકલન કરી ઓન્લી ઇન્ડીયન સવારે મંદિરમાં દૂધના ખાલી કેન મૂકી જાય છે. મંદિરમાં આવતા શિવભક્તો પણ ટેવાઈ ગયા છે, તે થોડું દૂધ શિવલિંગ ઉપર ચડાવે છે બાકીનું દૂધ કેનમાં નાખી દે છે. કેન ભરાઈ જતા એક પછી એક મંદીરમાંથી સાયકલ દ્વારા આ દૂધના કેનને સેવાભાવી ડેરીવાળા પાસે લઇ જાય છે જ્યાં બધું દૂધ એકઠું કરીને તેમાં ખાંડ મિક્ષ કરવામાં આવે છે

Only Indian

મંદિરમાંથી દૂધ એકત્ર કરી ગરીબ બાળકોને પીવડાવે છે 

પહેલા પાંચ દાસ લીટર દૂધ એકઠું થતું હતું હવે દરરોજ સીતેર લીટર દૂધ એકઠું થાય છે. ત્યાર પછી ઓન્લી ઇન્ડિયન ગરમ અને સ્વાદિષ્ટ દૂધના કેન ભરીને સાયકલ પર નીકળી પડે છે. ગરીબ અને ઝુપડપટ્ટી વિસ્તારમાં, જ્યાં ગરીબ મજૂરો નાના બાળકો અને વૃદ્ધો રાહ જોઈને બેઠા હોય છે. અને બધાને ઓન્લી ઇન્ડિયન દૂધ પીવડાવે છે. બાળકો ઓન્લી ઇન્ડીયનને જોઇને ખુશ થઇ જાય છે.

Only Indian

પ્રદુષણ ઓછું કરવા સાયકલનો ઉપયોગ 

70 વર્ષની આ ઉંમરે પણ ઓનલી ઇન્ડિયન છેલ્લા 7 વર્ષથી આવી પ્રેરણાદાયી સેવા કરી રહ્યા છે. હવે તે માત્ર શ્રાવણ માસ માં જ નહિ પરંતુ કાયમી માટે આ અનોખું અભિયાન શરુ કરવાની ઈચ્છા ધરાવે છે, આ કામગીરીની સાથે ઓન્લી ઇન્ડિયન સાચા દેશપ્રેમ સાથે જોડાયેલ છે તેમજ વધી રહેલા પ્રદુષણ સામે વાતાવરણને શ્રુદ્ધ કરવા માટે હંમેશા સાઇકલ ઉપર પર ફરે છે. તે ઉપરાંત પેટ્રોલ બચાવો અને દેશ બચાવોનો સંદેશ આપે છે.

Only Indian

જુઓ આ વિડીયો : માત્ર એક ઉદેશ્ય : સેવા !

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment