કર્ણાટકના મૌસૂરમાં મેડિકલ સ્ટુડન્ટ સાથે કથિત સામૂહિક બળાત્કારના કેસે રાજ્યમાં હોબાળો મચાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. આ ઘટના બાદ વિપક્ષે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા કે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું છે કે સરકારે આ ઘટના બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
કેટલાક આરોપી પીડિતાની કોલેજના જ – સૂત્રો
સૂત્રોનું કહેવું છે કે આ ઘટના સંદર્ભે મૈસુર પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. ત્રણેય આરોપીઓ મૈસુરના રહેવાસી છે. તેમજ તેમની ગેંગમાં વધુ ત્રણ લોકોને શોધવામાં આવી રહ્યા છે. મોટી વાત એ છે કે કેટલાક આરોપીઓ એ જ કોલેજના છે જ્યાં પીડિતા અભ્યાસ કરે છે. આ મામલે યુવતી હજુ સુધી પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર નથી. હાલમાં, પીડિતાના માતાપિતા તેને તેના વતન લઈ જવાનું વિચારી રહ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે કોયંબટુરથી પાંચ લોકોને લાવવામાં આવી રહ્યા છે. તેમજ આ ઘટના પછી, યુનિવર્સિટીએ આદેશ આપ્યો છે કે કુકરહલ્લી તળાવ વિસ્તારમાં સાંજે 6.30 પછી કોઈને પણ પ્રવેશ ન કરવા દેવો નહિ.
આ પણ વાંચો:શિવસેના ડેમેજ કંટ્રોલ મોડમાં,ભાજપ સાથે હિન્દુત્વના સંબંધો વિશે કરી વાત
વિપક્ષે સરકાર પર કર્યા આક્ષેપ
આ ઘટના બાદ જેડીએસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું છે કે, “સરકારે આવી બળાત્કાર જેવી ઘટનાઓ પ્રત્યે ગંભીર થવું જોઈએ. આંધ્રપ્રદેશમાં બનેલી ઘટનામાં ગંભીર પગલાં લેવા જોઈએ. યુવાનોને ખુલ્લા, એકાંત સ્થળે દારૂ પીવાની મંજૂરી આપવી એ રાજ્ય સરકારનો દોષ છે. અને એટલેજ રાજ્યમાં આવી ઘટનાઓ બને છે.
તપાસ ટીમની રચના કરવામાં આવી
અગાઉ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્માઇએ કહ્યું હતું કે પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રવીણ સૂદ આ મામલાની તપાસની દેખરેખ રાખશે. સીએમ બસવરાજે કહ્યું કે, ડીજીપી મૈસુર જઈ રહ્યા છે. મેં તેમને તપાસની દેખરેખ રાખવા અને વહેલામાં વહેલી તકે આ મામલો ઉકેલવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, આ ઘટનાની તપાસ માટે તપાસ ટીમની રચના કરવામાં આવી છે. બોમ્માઇએ કહ્યું કે તેમણે પોલીસને તપાસ રિપોર્ટ સીધો તેમને મોકલવા કહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે મેડિકલ સ્ટુડન્ટ મંગળવારે સાંજે તેના મિત્ર સાથે ચામુંડી ટેકરીઓ તરફ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં લગભગ ચાર લોકોએ તેને રોકી અને તેની સાથે મારપીટ કર્યા બાદ યુવતી પર ગેંગરેપ કર્યો હતો. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ગેંગના સભ્યોએ કથિત રીતે એક વીડિયો પણ બનાવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તેઓ 3 લાખ રૂપિયા નહીં આપે તો તેઓ આ વિડીયો સાર્વજનિક કરી દેશે. જ્યારે યુવતી અને તેના મિત્રએ રકમ ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ત્યારે તેઓએ તેમની પર હુમલો કર્યો હતો. બાદમાં યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણે આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના મૈસૂરમાં મેડિકલ સ્ટુડન્ટ સાથે કથિત સામૂહિક બળાત્કારના કેસે રાજ્યમાં હોબાળો મચાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. આ ઘટના બાદ વિપક્ષે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા કે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું છે કે સરકારે આ ઘટના બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4