Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝરાજ્યસભામાં થયેલ હોબાળાની તપાસ માટેની સમિતિમાં જોડાવાનો વિપક્ષનો ઇનકાર

રાજ્યસભામાં થયેલ હોબાળાની તપાસ માટેની સમિતિમાં જોડાવાનો વિપક્ષનો ઇનકાર

RAJYASABHA NEWS, VENKAIYA NAIDU
Share Now

રાજ્યસભામાં 11 ઓગસ્ટના હંગામાની તપાસ માટે વિશેષ તપાસ સમિતિની રચના કરવાની રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુની યોજના પર મડાગાંઠ ઉભી થઈ છે. તમામ વિપક્ષી દળોએ આ સમિતિનો હિસ્સો બનવાથી ઇનકાર કર્યો છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે કોંગ્રેસે નાયડુને પત્ર લખીને આ સમિતિનો ભાગ બનવાની ના પાડી ત્યારે તૃણમૂલ કોંગ્રેસને આ તપાસ સમિતિમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું ન હતું. તૃણમૂલ કોંગ્રેસના કેટલાક સંસદ સભ્યો ચોમાસું સત્ર દરમિયાન સંસદમાં થયેલ હંગામાના કેન્દ્રમાં હતા.

સંસદ સભ્યોને ધાકધમકી આપવાનો પ્રયાસ- ખડગે 

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 4 સપ્ટેમ્બરે વેંકૈયા નાયડુનો ફોન આવ્યો હતો. અને તેમણે ચોમાસુ સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં 11 ઓગસ્ટની ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખડગેએ કહ્યું કે તેમની પાર્ટી આ સમિતિનો ભાગ નહીં બને કારણ કે આ સભ્યોને ધાકધમકીથી ચૂપ કરાવવાનો પ્રયાસ છે. નાયડુને લખેલા પત્રમાં ખડગેએ કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ ગૃહમાં રચનાત્મક ચર્ચા કરવા માંગે છે.

rajyasabha,rajyasabha news,

આ પણ વાંચો:ભવાનીપુર બેઠક પર ઉમેદવારી નોંધાવશે સીએમ મમતા

આ મામલો હવે સમાપ્ત થઈ ગયો: ખડગે

ખડગેએ આરોપ લગાવ્યો હતો કે સરકારે ચર્ચાની માંગણી તો ના જ સ્વીકારી પરંતુ તે સિવાય સરકાર દ્વારા ઉતાવળમાં બિલ પસાર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેની આવનાર સમયમાં દેશ પર ગંભીર અને વિપરીત અસરો થવાની છે. ખડગેએ ભાજપના વરિષ્ઠ નેતા દિવંગત અરુણ જેટલીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે “સંસદને કામ ન કરવા દેવું એ પણ લોકશાહીનું એક સ્વરૂપ છે”. ખડગેએ કહ્યું કે 11 ઓગસ્ટથી સંબંધિત મુદ્દા પર સર્વદળીય બેઠકમાં પણ ચર્ચા થઈ શકે છે.  

શિસ્ત સમિતિની કોઈ જરૂર નહિ 

ખડગેએ કહ્યું, “આ મામલો હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે તેને ઉઠાવવો યોગ્ય નથી. અમે આગામી સત્ર દરમિયાન તેની નોંધ લઈ શકીએ છીએ.તેમના મતે, આ અંગે શિસ્ત સમિતિની રચના કરવી યોગ્ય રહેશે નહીં અને તેને ટાળવું જોઈએ. ડીએમકે નેતા તિરુચી શિવાએ કહ્યું કે તેમનો પક્ષ પણ વિપક્ષની પડખે ઉભો રહેશે અને આવી કોઈ સમિતિમાં જોડાશે નહીં.

ચોમાસું સત્રના અંતિમ દિવસે ગૃહમાં હોબાળો થયો હતો 

ઉલ્લેખનીય છે કે ચોમાસુ સત્રના અંતિમ દિવસે વિપક્ષના સભ્યોએ રાજ્યસભામાં વીમા બિલ પસાર કરવાનો વિરોધ કર્યો હતો અને આ પછી ગૃહમાં ઉગ્ર હંગામો થયો હતો. જ્યારે સરકારે વિપક્ષી સભ્યો સામે કાર્યવાહીની માંગણી કરી ત્યારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર ‘લોકશાહીની હત્યા’ કરવાનો આરોપ લગાવ્યો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment