Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝ‘જ્ઞાન શક્તિ દિન’ સામે આપનો ‘અજ્ઞાન દિવસ’, તો કોંગ્રેસના સિવિલ સામે ધરણા પ્રદર્શન

‘જ્ઞાન શક્તિ દિન’ સામે આપનો ‘અજ્ઞાન દિવસ’, તો કોંગ્રેસના સિવિલ સામે ધરણા પ્રદર્શન

Share Now

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ ‘‘રાજય સરકારના સુશાસના પાંચ વર્ષ’’તરીકે રાજ્યમાં ઉજવણી શરૂ કરી છે. જેને લઈ વિપક્ષ રાજકીય પાર્ટી દ્વારા વિવાદ છેડાયો છે. ભાજપ સરકાર દ્વારા પહેલી ઓગષ્ટથી ૯મી ઓગષ્ટ સુધી જુદા જુદા પ્રકારના સફળ સરકારના કાર્યક્રમો આયોજન કર્યું છે. જેની સામે ભાજપ અને આપ પાર્ટી દ્વારા સમાંતર વિરોધ કાર્યકમો કરવાનું આયોજન કર્યું છે.

Five years of good governance programme

ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી અને નાયબમુખ્ય મંત્રી તરીકે પૂર્ણ થયેલા પાંચ વર્ષની સફળ સરકારના પાંચ વર્ષ તરીકે ભાજપ દ્વારા રાજ્યમાં 9 દિવસ ઉજવણી કરવાનું આયોજન છે. સરકાર દ્વારા 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ પ્રકારના સફળ સરકાર દર્શાવતા કાર્યક્રમોના આયોજનો કર્યા છે. જે અંતર્ગત ભાજપ દ્વારા ‘‘રાજય સરકારના સુશાસના પાંચ વર્ષ’’ઉજવણી કરી રહયા છે. ભાજપ દ્વારા આ ઉજવણીની જાહેરાત કરતાની સાથે જ વિપક્ષ દ્વારા સરકારને ઘેરી વિવાદ શરૂ થયો છે. ભાજપ જે જે પ્રકારના કાર્યક્રમો આપી કરવાના છે. તેની સામે કોંગ્રેસ અને આપ પાર્ટી સમાંતર કર્યક્રમો યોજી સરકાર નિષ્ફળ હોવાનું સાબિત કરી બતાવશે.

Five years of good governance programme

ત્યારે ‘‘રાજય સરકારના સુશાસના પાંચ વર્ષ’’ કાર્યક્રમની જાહેરાત થતા ભાજપ વર્સીસ કોંગ્રેસ વર્સીસ આપ વચ્ચેનું યુદ્ધ શરૂ થયું છે. આજે પહેલી ઓગસ્ટ સરકાર દ્વારા ‘જ્ઞાન શક્તિ દિન’ કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો. સુરત સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ કોલેજો અને યુનિવર્સિટીનીમાં ‘જ્ઞાન શક્તિ દિન’ નિમિતે શિક્ષણ ક્ષેત્રે સફળ હોવાના કાર્યક્રમ આપ્યા હતા. જે અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. ખાતેના કન્વેન્શન હોલ ખાતેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી, મેયરશ્રી હેમાલીબેન બોધાવાલા દ્વારા શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીએ આંકડાકીય માહિતી રજુ કરી

Opposition aap protest press conferenc

ભાજપ દ્વારા આજથી ‘જ્ઞાન શક્તિ દિન’ ઉજવણીથી શરૂઆત કરાઈ હતી. જેની સામે વિપક્ષ (Opposition) આમ આદમી પાર્ટીએ શિક્ષણમાં રાજ્ય સરકાર નિષ્ફળ હોવાના આરોપ લગાવી આંકડાઓ સાથેની માહિતી રજૂ કરી હતી. સુરત સહિત રાજ્યમાં જે રીતે શિક્ષણનું ખાનગીકરણ, વ્યાપારીકરણ સાથે શિક્ષકોની ઘાટ ,વર્ગ ખંડ અને સરકારી શાળાઓની ઘટ સહિતની આંકડાકીય માહિતી ખુલ્લી પાડી હતી.

આ પણ જુઓ: સુરતમાં વિપક્ષનો વિરોધ

ત્યારે ભાજપ સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘જ્ઞાન શક્તિ દિવસ’ની સમાંતરે આમ આદમી પાર્ટી દ્વારા ‘અજ્ઞાન દિવસ’નો કાર્યક્રમ આપીને શિક્ષણ ક્ષેત્રે ભાજપ સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરી હતી. તો સામે કોંગ્રેસ દ્વારા પણ જુદા જુદા દિવસના ભાજપ સામેના કાર્યક્રમો જાહેર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા ભાજપના જ્ઞાન શક્તિ દિન સામે શિક્ષણ બચાવો અભિયાન છેડયું છે. જેની સામે રસ્તા પર જઈ શિક્ષણ બચાવાના નારા સાથે વિરોધ કરશે. તો જુદા જુદા દિવસને આરોગ્ય ,અન્ન ,મહિલા સુરક્ષા ,ખેડૂત -ખેતી બચાવો , બેરોજગારી હટાવો, જનધિકારઅને સામાજિક અધિકાર સહિતના ભાજપ સામે કાર્યક્રમો આપી વિરોધ દર્શાવશે.

આ પણ વાંચો: કોણ છે AK 47 ચલાવતી રિવોલ્વર રાની અનુરાધા?

સુરત શહેર વિપક્ષ (Opposition) કોંગ્રેસ દ્વારા વિરોધ

  • સુરત શહેર કોંગ્રેસ દ્વારા સરકારની આરોગ્ય સેવાઓનો કરાયો વિરોધ
  • સરકારની પાંચ વર્ષની ઉજવણી સામે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ
  • સિવિલ હોસ્પિટલ બહાર કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરાયું
  • પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરાઈ
  • શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 15થી વધુ ની અટકાયત

Opposition congress protest

ત્યારે આ કાર્યક્રમનો સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ બહાર કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત પોલીસ દ્વારા આ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. અત્યારસુધીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહીત બીજા ૧૫ લોકોની અટકાયત કરવામાં આવી છે.

Opposition congress protest

 

ભાજપ દ્વારા શરૂ કરાયેલા ‘‘રાજય સરકારના સુશાસના પાંચ વર્ષ’’ કાર્યક્રમ થી ગુજરાત ફરી રાજકારણ ગરમાયુ છે. ફરી ગુજરાતમાં ભાજપ સામે વિપક્ષ (Opposition) કોંગ્રેસ અને આપ વિરોધના કાર્યક્રમો આપી રાજકીય યુદ્ધ છેડાયું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment