Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરોજગારી દિવસે કોંગ્રેસનો બેરોજગારી મુદ્દે વિરોધ

રોજગારી દિવસે કોંગ્રેસનો બેરોજગારી મુદ્દે વિરોધ

rajkot photo
Share Now

રોજગારી દિવસે કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી 

રોજગારી દિવસે આજે કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી કરી સરકારને એ બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે રાજ્યમાં કેટલા લોકો બેરોજગાર છે. તેમાં પણ ખાસ તો લોકો પાસે શિક્ષણ મેળવી લીધા બાદ પણ રોજગારી નથી તે મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાહેરમાં પકોડા બનાવી વેચ્યા હતા. ગુજરાતમાં ભાજપ સરકાર આજે 6 ઓગસ્ટના દિવસે “રોજગાર દિવસ” ઉજવીને ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાના તાયફાઓ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અત્યારે મોટાભાગે શિક્ષિત બેરોજગારી વધી રહી છે. તો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “બેરોજગારી હટાવો અભિયાન” કાર્યક્રમનું આયોજન કરી રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતની આગેવાનીમાં રોજગાર ક્ષેત્રે સરકારની નિષ્ફળતાઓનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

rajkot photo
ગુજરાત રોજગારીમાં અવ્વલ હોવાના દાવા પોકળ !?

‘બેરોજગાર યુવાનોને રોજગાર આપવામાં દેશમાં ગુજરાત અવ્વલ છે’ રાજયની ભાજપ સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે. પરંતુ ભાજપ સરકારની નીતિઓને કારણે શિક્ષણ મોંઘુ થયું, મોંઘુ શિક્ષણ લીધા પછી યુવાનો ને રોજગાર નથી મળતો, આજે ગુજરાતમાં 40 લાખ કરતા પણ વધારે બેરોજગાર યુવા છે કે, જેઓ સરકારી નોકરી માટે અરજી કરે અને લાખોની સંખ્યામાં અરજી ઓ આવે તેની પરીક્ષાઓની સમયસર તારીખો નક્કી ન થાય, પરીક્ષા લેવાય પણ તેમાં મોટા પ્રમાણમાં કોભાંડો થાય છે, પરીક્ષા લેવાય તો તેના વર્ષો સુધી પરિણામો જાહેર પણ નથી થતા. જે પણ ભરતી કરવામાં આવે તે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામ પર યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

rajkot photo

શિક્ષિતોનો અધિકાર છે રોજગારી મેળવવાનો 

ગુજરાતના યુવાનનો અધિકાર છે રોજગાર મેળવવાનો. ત્યારે રાજ્ય સરકારના મોટા પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થાય છે. સરકાર રોજગાર આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલ છે ત્યારે આજ રોજ રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “બેરોજગારી હટાવો અભિયાન” કાર્યક્રમ દ્વારા સરકારની નિષ્ફળતાઓનો રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

rajkot photo

રાજકોટમાં 40 કોંગી કાર્યકરોની અટકાયત 

રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા સર્વેશ્વર ચોકમાં ચા, પકોડા અને પાણીપુરી વેચી વિરોધ કર્યો હતો. તો આ વિરોધ વચ્ચે પોલીસે અશોકભાઈ ડાંગર, પ્રદીપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપુત, ભાનુબેન સોરાણી, ગાયત્રીબા વાઘેલા, ભાર્ગવ પઢીયાર, નરેશભાઈ સાગઠિયા, ભરતભાઇ મકવાણા, મનીષાબા વાળા, મૌલેશભાઈ મકવાણા, દિલીપભાઈ આસવાણી, મુકેશભાઈ પરમાર, કેતન જરીયા, ગીરીશભાઈ પટેલ, પ્રવીણ ભાઈ મૈયડ, આશિષ સિંહ વાઢેર, દીપેનભાઈ ભગદેવ, પાર્થ બગડા, ડો.જીગ્નેશ જોશી, ભાવેશભાઈ ખાચરિયા, હરદીપ પરમાર, ગોપાલ ચાવડા, સલીમભાઈ કારિયાની, હિરલબા રાઠોડ, પ્રફુલાબેન ચૌહાણ, સરોજબેન રાઠોડ, ઠાકરશીભાઈ ગજેરા, પ્રવીણભાઈ સોરાણી, મનોજ ગેડિયા, હેમંતભાઈ સોઢા સહીત 40 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

rajkot photo

જામનગરમાં જાહેરમાં ઘૂઘરા બનાવી કરો વિરોધ 

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા સુશાસન પર્વની ઉજવણી થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા છેલ્લાં છ દિવસથી સરકારને સમાંતર કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસ દ્વારા રોજગારીની માંગ સાથે જાહેરમાં ઘૂઘરા બનાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર એનએસયુઆઇ તથા યુવક કોંગ્રેસ તેમજ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે શિક્ષિત બેરોજગારી અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

                                  jamnagar photo jamnagar photo

શિક્ષિત બેરોજગાર લોકો પણ જોડાયા વિરોધમાં 

કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી સરકાર વિરુદ્ધ દેખાવ કર્યા હતાં અને સરકારની નિષ્ફળતા અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા વિરોધ પ્રદર્શન કર્યો હતો. એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ લાલ બંગલા સર્કલ ખાતે કટાક્ષરૂપે ઘૂઘરા તળી ઘૂઘરા વેંચ્યા હતાં અને રાજ્યમાં શિક્ષિત બેરોજગારી વધતા શિક્ષિત લોકો મુશ્કેલીમાં હોવાનો રાજ્ય સરકાર વિરૂધ્ધ આક્ષેપ કર્યો હતો. સાથે સાથે શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવા સરકાર પાસે માંગણી કરી હતી અને શિક્ષિત બેરોજગારોની વેદના સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.  

Kutch photo

કચ્છમાં કોંગ્રેસે ભજીયા બનાવી નોંધાવ્યો વિરોધ 

આજે રોજગારી દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં સુશાસન દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવસેને દિવસે બેરોજગારી વધી રહી તે બતાવવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેરોજગારી હટાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસે કોમર્સ કોલેજ બહાર ભજીયા બનાવી અનોખો વિરોધ કર્યો હતો તેમજ કોલેજ બહાર યુવાનોએ ચા વહેચી વિરોધ નોંધાવ્યો હતો. કોંગી કાર્યકરોએ બેનર અને સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર ચક્કજામ કર્યો હતો. વિરોધ કરી રહેલા 20 જેટલા કોંગી કાર્યકરોની પોલિસે અટકાયત કરી હતી.

જુઓ આ વિડીયો : કોંગ્રેસનો વિરોધ પબ્લીકનો અવાજ

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment