Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 24.
Homeન્યૂઝસાંસદોના સસ્પેન્શનને લઈને ભારે હોબાળો, લોકસભા સ્થગિત અને રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

સાંસદોના સસ્પેન્શનને લઈને ભારે હોબાળો, લોકસભા સ્થગિત અને રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

rajya sabha
Share Now

ગત રોજ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાંથી વિપક્ષના 12 રાજ્યસભા સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દે આજે સંસદના બંને ગૃહોમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ત્યારે વિપક્ષના ભારે હોબાળને પગલે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. અને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દે ભારે હોબાળો કયો હતો. અને ત્યારબાદ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. 

રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

ગતરોજ રાજ્યસભાના 12 સાંસદોને ચોમાસું સત્ર દરમિયાન થયેલ હોબાળાને પગલે સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દે આજે રાજ્યસભા ગૃહમાં વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. અને તમામ સાંસદોના સસ્પેન્શનને રદ્દ કરવાની માંગ કરી હતી. ત્યારે રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડુએ વિપક્ષની આ મંગનો સાફ ઇનકાર કરતા કહ્યું કે 12 સાંસદોનું સસ્પેન્શન નિયમો અનુસાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ અધ્યક્ષે એમ પણ કહ્યું કે તમે ગૃહની ચર્ચામાં ભાગ લો અથવા ગૃહમાંથી નીકળી જાવ ત્યારબાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 

આ પણ વાંચો:કોંગ્રેસ સહીત વિપક્ષના 12 રાજ્યસભા સાંસદ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

સસ્પેન્ડના નિર્ણયનું ભાજપે કર્યું સ્વાગત 

રાજ્યસભામાંથી 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણયનું ભાજપે સ્વાગત કર્યું હતું. અને ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું હતું કે છેલ્લા સત્રના છેલ્લા દિવસે વિપક્ષે જે રીતે હંગામો મચાવ્યો તેવી અરાજકતા મેં મારા સંસદીય જીવનમાં આવી જોઈ નથી. આ એક આવકારદાયક પગલું છે અને જે લોકો નિયમો અને નિયમોનું પાલન નથી કરતા તેમને સંદેશો જવો જોઈએ.

ચોમાસું સત્રના છેલ્લા દિવસે થયો હતો હોબાળો 

તમને જણાવી દઈએ કે ગત ચોમાસું સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં ભારે હોબાળો થતીઓ હતો. અને ધક્કા-મુક્કી પણ થઈ હતી. અને સંસદના નિયમોના ઉલ્લંઘનના આરોપો લાગ્યા હતા. ત્યારે આ મામલાની તપાસ માટે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણોના આધારે ગઈ કાલે આ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અને 12 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. 

આ સાંસદોને કરાયા છે સસ્પેન્ડ 

ગત રોજ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાંથી વિપક્ષના 12 રાજ્યસભા સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ-એમ)ના ઈલામારામ કરીમ, કોંગ્રેસના ફૂલ દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેન અને  શાંતા છેત્રી, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને  અનિલ દેસાઈ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વિનય વિશ્વમનો સમાવેશ થાય છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment