Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝસંસદનું ચોમાસુ સત્ર શરૂ, PM મોદી બોલવા ઉભા થતાંજ વિપક્ષનો હોબાળો

સંસદનું ચોમાસુ સત્ર શરૂ, PM મોદી બોલવા ઉભા થતાંજ વિપક્ષનો હોબાળો

PEGASUS SPYWARE, NARENDRA MODI, PARLIAMENR, BIG NEWS
Share Now

આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે. ત્યારે સંસદમાં નવા બનેલ સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા બનેલ મંત્રીઓનો પરિચય આપવા ઊભા ઠીતજ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના હોબાળો ચાલુ રેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ હોબાલમજ નવા મંત્રીઓનો પરિચય આપ્યો હતો. કોરોનાકાળ વચ્ચે શરૂ થએલ સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ દ્વારા સરકારને ઘણા પ્રશ્નો પર ઘેરવામાં આવશે. જેમાં મોંઘવારી,ખેડૂત આંદોલન પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ જેવા અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે. તેમજ ગઈ કાલે પેગાસુસ સ્પાયવેરથી ભારતના કેટલાક નેતાઓ અને પત્રકારોની જાસૂસીનો મામલો સામે આવ્યો છે. ત્યારે વિપક્ષ આ મુદ્દે પણ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. 

પેગસસ સ્પાયવેર મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર 

કોરોના સંકટ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ગયું છે. ત્યારે સરકારને ઘેરવા માટે વિપક્ષને પેગાસુસ સ્પાયવેરનો મુદ્દો મળી ગયો છે.   આ મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે વિપક્ષના ઘણા નેતાઓએ નોટિસ આપી છે. પેગાસુસ સ્પાયવેરના ઉપયોગથી મોટાં રાજકારણીઓ અને પત્રકારોના ફોન ટેપ કરવા માટે કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ નિશ્ચિતપણે લોકસભામાં આ મુદ્દો ઉઠાવશે. પેગાસુસ સ્પાયવેર મુદ્દે વિપક્ષ બંને ગૃહોમાં સરકારને ઘેરવ માંગે છે. 

pegsas spyware, parliament, monsoon session, sansad, narendra modi

PC- INDIAN EXPRESS

આ પણ વાંચો:યુપીમાં બ્રાહ્મણો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે માયાવતીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર

વિપક્ષે સરકારને આકરા પ્રશ્નો પૂછવા જોઈએ- પીએમ મોદી 

ચોમાસુ સત્રમાં ભાગ લેવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો અને પક્ષોને સરકારને આકરા પ્રશ્નો પૂછવા અપીલ કરી છે. વળી તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષે પણ સરકારને જવાબ આપવા માટે તક આપવી જોઈએ. આનાથી લોકશાહીને મજબૂત બનશે અને લોકોનો આત્મવિશ્વાસ મજબૂત થશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ મંગળવારે સાંજે ફ્લોરના નેતાઓને મળવા માંગે છે. જેથી તેઓ તેમને કોરોના અંગે વિગતવાર માહિતી આપી શકે. પીએમએ કહ્યું કે અમે ફ્લોરના નેતાઓ સાથે સંસદની અંદર તો ઠીક પણ સંસદની બહાર પણ ચર્ચા કરવા માંગીએ છીએ. 

રસી મેળવીને ‘બાહુબલી’ બનો: વડા પ્રધાન

સત્રની શરૂઆત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધતા કહ્યું હતું કે દરેકે કોરોના રસી લેવી જોઈએ. કોરોના રસી આપણા હાથ પર લાગે છે. અને જે આ રસી લગાવે છે તે બાહુબલી બની જાય છે. કોરોનાની લડાઇમાં અત્યાર સુધી 40 કરોડ લોકો બાહુબલી બની ગયા છે. આ રોગચાળોએ આખી દુનિયાને જપેટમાં લીધી છે, તેથી અમે સંસદમાં આ અંગે અર્થપૂર્ણ ચર્ચા કરવા માંગીએ છીએ.

રાહુલ ગાંધીની કટાક્ષ – ‘અમે તમારા ફોન વિશે બધું જાણીએ છીએ’

ગઈ કાલે પેગાસુસ સ્પાયવેરથી દેશના કેટલાક નેતાઓ અને પત્રકારોના ફોન હેક થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે આ મુદ્દે વિપક્ષ સરકારને પૂરી તાકાતથી ઘેરવાનો પર્યટન કરવાનું છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે નિયમ 267 અંતર્ગત ઉપલા ગૃહમાં આ અંગે ચર્ચા કરવાની માંગ કરી છે. તેમજ આજે સવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પેગસસ સ્પાયવેર વિષે ટ્વીટમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે,  ‘મિત્રો, આજ કાલ તમે લોકો જે વાંચી રહ્યા છે તે જોઈને મને આશ્ચર્ય થાય છે.તેમજ અન્ય એક ટ્વિટમાં રાહુલે કહ્યું કે ‘અમને ખબર છે કે તે લોકો શું વાંચે છે, અમે તમારા ફોનની બધીજ  વાતો જાણીએ છીએ.’

ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ગયું છે. જે આગામી 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. સંસદના ચોમાસું સત્ર શરૂ થયા પહેલા ગઈ કાલે પેગાસુસ સ્પાયવેરથી દેશના કેટલાક નેતાઓ અને પત્રકારોના ફોન હેક થયાનું સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે  વિપક્ષ ગૃહમાં હોબાળો કરીને સરકારને ઘેરવામાં લાગી ગયું છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment