Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝમોટો ખુલાસો: ઓસામા બિડેનને રાષ્ટ્રપતિ બનતા જોવા માંગતા હતા

મોટો ખુલાસો: ઓસામા બિડેનને રાષ્ટ્રપતિ બનતા જોવા માંગતા હતા

taliban,afghanista,lattest news,jo biden,osama
Share Now

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને(Jo Biden) અફઘાનિસ્તાનમાંથી(Afghanistan) સૈનિકો પરત ખેંચ્યા બાદ અને ત્યાં તાલિબાનના(Taliban) કબ્જા બાદ સતત તેમની ટીકા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનો આ નિર્ણય માત્ર અફઘાનિસ્તાન માટે જ નહીં પરંતુ અમેરિકા માટે પણ નવું સંકટ લાવશે. આ બધા વચ્ચે એક રિપોર્ટમાં અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેન દ્વારા લખવામાં આવેલા પત્રનો ખુલાસો થયો છે. દાવો કરવામાં આવે છે કે આ પત્રમાં લાદેને બિડેનને રાષ્ટ્રપતિ બનવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ એવું કહેવામાં આવ્યું હતું કે બિડેન પોતે અમેરિકા સામે ઘણી સમસ્યાઓ ઉભી કરશે. ઓસામા માનતા હતા કે બિડેન એક અયોગ્ય રાષ્ટ્રપતિ સાબિત થશે.

આ ચેતવણી અલ કાયદાને આપવામાં આવી હતી

અમેરિકાએ 9/11 ના હુમલા બાદ ઓસામા બિન લાદેન(osama bin laden) અને અલ કાયદાનો બદલો લેવા માટે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું  હતું. પરંતુ યુદ્ધ દરમિયાન લાદેન ક્યારેય અમેરિકાના હાથમાં આવ્યો ન હતો. ત્યારબાદ 10 વર્ષ પછી એટલે કે 2 મે 2011 ના રોજ અમેરિકાએ તેને પાકિસ્તાનના એબોટાબાદમાં શોધી કાઢયો અને ગુપ્ત લશ્કરી ઓપરેશનમાં તેની હત્યા કરી હતી. અગાઉ 2010 માં લાદેને શેખ મહમૂદ નામના માણસને 48 પાનાનો લાંબો પત્ર લખ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પત્રમાં ઓસામાએ તેના સંગઠન અલ કાયદાને જો બિડેનને નિશાન ન બનાવવાની ચેતવણી આપી હતી. ઓસામા માનતા હતા કે જો તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને કંઈક થયું તો તેમના ઉત્તરાધિકારી (જો બિડેન) અમેરિકાને ભારે મુશ્કેલીમાં મુકી દેશે.

taliban,afghanista,lattest news,jo biden,osama

આ પણ વાંચો:તાલિબાનને યુદ્ધ માટે ક્યાંથી મળે છે ફંડ, કોણ આપે છે હથિયારો?

બિન લાદેન બે હુમલાખોર ટુકડીઓ બનાવવા માંગતો હતો

માહિતી અનુસાર આ પત્ર પર મે 2010 ની તારીખ લખવામાં આવી છે. આ પત્રમાં 9/11 ના માસ્ટરમાઇન્ડ ઓસામાએ લખ્યું હતું કે તેણે બિડેનને મારવા માટે કોઇ પણ પ્રકારનું કાવતરું ઘડ્યું ન હતું, કારણ કે તેમનું માનવું હતું કે બિડેન અમેરિકાનો કબજો લેવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. ઓસામા બિન લાદેને 48 પાનાના પત્રના પણ નંબર 36 પર લખ્યું હતું કે તે હુમલો કરવા માટે બે ટુકડીઓ તૈયાર કરવા માગે છે. જેમાંથી એક ટુકડી પાકિસ્તાનમાં અને એક અફઘાનિસ્તાનમાં હશે.

બરાક ઓબામાની હત્યાનો હતો પ્લાન 

આ ટુકડીનો ઉદ્દેશ્ય અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા(Barack Obama) અને સીઆઈએના ભૂતપૂર્વ ડિરેક્ટર ડેવિડ પેટ્રેયસ પર હુમલો કરવાનો રહેશે. અને હુમલો ત્યારે થશે જ્યારે આ બંને નેતાઓ પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનની મુલાકાત લેશે. ઓસામા બિન લાદેનનું માનવું હતું કે જો ઓબામા રસ્તામાંથી હટી જાય, તો બિડેન તેમના બાકીના કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ બનશે અને બિડેન આ જવાબદારી માટે તૈયાર ન હોવાથી અમેરિકા આપોઆપ મુશ્કેલીમાં મુકાઈ જશે.

બિડેન નિશાન કેમ છે?

યુએસ મીડિયાના અહેવાલો અનુસાર, 13 જુલાઈના રોજ ઘણા રાજદ્વારીઓએ અમેરિકાના(USA) વિદેશ મંત્રી એન્થોની બ્લિન્કેનને (Antony Blinken)એક ગુપ્ત પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાન ઝડપથી અફઘાનિસ્તાન પર કબજો કરી રહ્યું છે. કાબુલ પર ખતરો છે. આમ છતાં, યુએસ પ્રમુખ બિડેને કહેતા રહ્યા કે તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરે તેવી શક્યતા નથી અને કાબુલમાં પરિસ્થિતિ વધુ ખરાબ નહીં થાય.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment