Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeએન્ટરટેઈન્મેન્ટફિલ્મ “Chehre” ની ટીમ સાથે ott india ની ખાસ મુલાકાત

ફિલ્મ “Chehre” ની ટીમ સાથે ott india ની ખાસ મુલાકાત

Emran Hashmi and Amitabh bachchan upcoming film chehre
Share Now

આનંદ પંડિત દ્વારા નિર્મિત, ચેહરે (Chehre)ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), ઇમરાન હાશ્મી (Emran Hashmi) , અન્નુ કપૂર, ક્રિસ્ટલ ડિસોઝા, રિયા ચક્રવર્તી, રઘુબીર યાદવ અને સિદ્ધાંત કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 27 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

“અગર આપ મેં સે કીસીને કોઈ ઝુલ્મ યા અપરાધ કિયા હો, તો બહોત સંભલ કે યહાં સે ગુજર્યેગા, ક્યોંકી યે ખેલ આપકે સાથ ભી ખેલા જ સકતા હે…”

ઉપરનો ડાયલોગ એ “ચેહરે” (Chehre) ફિલ્મનો છે. આ એક થ્રીલર સસ્પેન્સ ફિલ્મ છે. જેનું ટ્રેલર જોતા લાગી રહ્યું છે કે ખરેખર આ ફિલ્મ ખુબ દર્શકો માટે રસપ્રદ બની રહેશે. સાથે જ અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ડાયલોગ્સ પણ તેમના ચાહકોને ખુબ ગમી રહ્યા છે. ત્યારે ott indiaની ટીમ દ્વારા ચેહરે ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે તેમને સેટ પર થયેલા ખાસ અનુભવો વિશે વાત કરી હતી.

જુઓ આ વિડીયો: हर चेहरे के पीछे की कहानी

તેમણે કહ્યું હતું કે, “અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી બને અભિનેતાઓ પોતાના કામ પ્રત્યે ખુબ જ ગંભીર હોય છે. અમિતાભજી વિશે તો બધાને ખબર જ છે કે એ પોતાના કામ પ્રત્યે કેટલા પ્રોફેશનલ છે. ઇમરાન પણ તેટલો જ પ્રોફેશનલ છે. ઈમરાને તો પોતાની આખી સ્ક્રીપ્ટ વાચી લીધી હતી. અને એ એક પણ વખત તે પોતાની સ્ક્રીપ્ટ સાથે લઈને નથી આવ્યો, અને ગમે ત્યારે તેને પોતાના ડાયલોગ્સ યાદ જ હોય છે.

Emran Hashmi and Amitabh bachchan upcoming film chehre

 

હમારી અદાલતો મેં જસ્ટીસ નહિ, જજમેન્ટ હોતા હે, ઇન્સાફ નહિ ફેસલા હોતા હે!

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી દેખાશે એક સાથે, ઇમરાને કહ્યું…

ત્યારે પહેલી વખત ઇમરાન હાશ્મી (Emran Hashmi) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) રૂમી જાફરીની આગામી ફિલ્મ ચેહરેમાં (Chehre) સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલરને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. પણ હવે આ ફિલ્મને દર્શકો કેટલી પસંદ કરે છે તે જોવાનું રહ્યું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment