Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝJodhpur: બેકાબુ ઓડી કારે એક બાદ એક 10થી વધુ લોકોને હવામાં ફંગોળ્યા, એકનું મોત

Jodhpur: બેકાબુ ઓડી કારે એક બાદ એક 10થી વધુ લોકોને હવામાં ફંગોળ્યા, એકનું મોત

Jodhpur
Share Now

રાજસ્થાનના જોધપુર (Jodhpur)માં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ગઇકાલે મંગળવારે સવારે એક હાઇ સ્પીડમાં આવી રહેલી ઓડી કારે એક બાદ એક 10થી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે.

Jodhpurની ઘટનામાં 10થી વધુ ઘાયલ

જોધપુરમાં એક રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કાર (Car)ચાાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવી અને આગળ જતા લોકોને અડફેટે લઇને રસ્તાની સાઇડમાં ઉભેલી રેકડી સાથે ટકરાઇ હતી. આ ઘટનામાં કાર ચાલકે એક બાદ એક 10થી વધુ લોકોને અડફેટે લીધા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનામાં એક યુવકનું મોત પણ નિપજ્યું છે જ્યારે ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Uttarakhand: દેહરાદૂન નજીક બસ ખીણમાં ખાબકી, 13નાં મોત

ઇજાગ્રસ્તો Jodhpur એઇમ્સ ખાતે સારવાર અર્થે

ઘટના ઘટ્યા બાદ કાર ચાલક ત્યાંથી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો. હાલ તમામ ઇજાગ્રસ્તોની એઇમ્સ (AIIMS)ખાતે સારવાર ચાલી રહી છે.

ઇકો કારે પલટી મારી જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment