જેતપુરમાં રોગચાળો ફાટ્યો
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બીજી તરફ ચોમાસાનું વાતાવરણ હોવાથી અનેક લોકો બીમાર થઇ રહ્યા છે. એવામાં જેતપુરમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લધો છે. જષ્માષ્ટમીના તહેવારો પૂર્વે જ રોગચાળો વકર્યો છે અને સિવિલ હોસ્પિટલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રે બર્ફિલો પવન! વરસાદી મિશ્ર વાતાવરણના કારણે વાઇરલ ઇન્ફેકશનથી થતા રોગચાળાનો ભરડો વધુ ચિંતાજનક રીતે વધ્યો છે.
વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જેતપુર સિવિલ હોસ્પિટલની ઓપીડી, અને લેબોરેટરીમાં આવતા દરોજના 300 થી 400 લોકો વાયરલ ઇન્ફેકશનના સકંજામાં સપડાયા છે. શહેરમાં શરદી-ઉધરસ, તાવ જેવા વાયરલ ઇન્ફેકશનના કેસમાં એકાએકા ચિંતાજનક વધારો થયો હોવાનું જેતપુરના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે. ઠંડી અને ગરમી બન્ને મિશ્ર વાતાવરણથી ઇન્ફ્લુએન્જા પ્રકારના વાઇરસથી ઇન્ફેકશન ફેલાય રહ્યું છે. વાયરલ ઇન્ફેકશનમાં આવી ગયેલા દરદી છીંક ખાય કે બોલે તો પણ તેનો ચેપ અન્યને લાગે છે.
સૌથી વધુ કેસ શરદી-ઉધરસ અને તાવના
ખૂબ બહોળી રીતે સમૂહમાં વાઇરલ ચેપ લાગતા વાઇરસ ઇન્ફેકશનથી ફેલાતા રોગચાળાનો ભરડો વધ્યો છે. લેબોરેટરી, સિવિલ હોસ્પિટલના ઓપીડીમાંથી મોકલાતી વિવિધ બીમારીના કેસની વિગત અને આરોગ્ય કેન્દ્રમાં આવતા કેસ પરથી સરેરાશ રોજના જેતપુર સરકારી હોસ્પિટલમાં 300 થી 400 વધુ લોકો વાયરલ ઇન્ફેકશનનો શિકાર બની રહ્યા છે.જ્યારે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાઇરસના ભરડામાં દવાખાનાઓમાં કતારો લાગી છે. સૌથી વધુ કેસ શરદી-ઉધરસ અને તાવના છે. ન્ફ્લૂએન્જા પ્રકારનો વાઈરસ મિશ્ર ઋતુમાં ખૂબ ચેપી અને ઝડપથી પ્રસરી રહ્યો છે ઠંડી અને ગરમી ભર્યા મિશ્ર વાતાવરણમાં ઇન્ફલૂએન્જા પ્રકારનો વાયરસ બમણા જોરે સક્રિય થઈ રહ્યો છે. શરદી, તાવ, કળતર થવી, નાક સતત ટપકતું રહેવું, પેટ અને માથામાં સતત દુ:ખાવો થવો રોગચાળાના પ્રાથમિક લક્ષણો દેખાય રહ્યા છે.
આરોગ્ય વિભાગમાં ચિંતા વધી
કોરોનાના કેસ તો ઓછા થયા છે ત્યારે આરોગ્ય વિભાગ કોરોના અંગે તો ચિંતા મુક્ત બન્યું છે. પરંતુ જે રીતે વાયરલ ઇન્ફેકશનના કેસ વધી રહ્યા છે તે ખુબ ચિંતાજનક છે. આરોગ્ય વિભાગને એ ડર પણ સતાવી રહ્યો છે કે, જો આટલા કેસ વધશે તો ક્યાંક લોકો ત્રીજી લહેરના સકંજામાં ન આવી જાય.
કોરોના ગાઈડલાઈન્સનો ઉપયોગ કરવા અધિકારીની અપીલ
તહેવારો પૂર્ણ થયાં બાદ દર્દીઓની સંખ્યામાં અચૂક વધારો થાય તેવી પુરતી શક્યતા છે ત્યારે આરોગ્ય વિભાગ પણ ચિંતામાં ડૂબ્યું છે. ત્યારે આરોગ્ય અધિકારીઓએ અપીલ કરી હતી કે, લોકો સ્વેચ્છાએ જાગૃતતા દાખવી રોગચાળાને અટકાવે તેમજ શક્ય હોય ત્યાં સુધી તહેવારો નિમિતે બહાર હરવા ફરવાના કારણે રોગચાળો વધુ ફેલાવાની દહેશત રહી શકે માટે લોકો સોશિયલ ડીસ્ટ્ન્સ, માસ્ક,અને સેનિટાઇઝનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. વધુમાં કોરનાથી બચવા માટે રાજ્ય સરકાર દ્વારા કોરોના વેકસીનની કામગીરી યુદ્ધના ધોરણે વેગવંતી બનાવી છે ત્યારે જેતપુરના 11 જેટલા ગામોએ સંપૂર્ણ પણે વેકસીન મુકાવી કોરોના મુક્ત ગામો બન્યા છે.
આ પણ વાંચો : સિહોરના ટાણા ગામે વિદ્યાર્થીને શિક્ષકે ઢોર મારમાર્યો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4