Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝસરકાર, હવે મોડે મોડે જાગી છે ખરી!

સરકાર, હવે મોડે મોડે જાગી છે ખરી!

Share Now

કોરોનાની બીજી લહેરમાં સરકાર નિષ્ફળ…

ઓક્સીજન. (Oxygen)  કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની (Oxygen) અછતે કેટલાય લોકોને હમેશા માટે સુવડાવી દીધા. તો ઓક્સિજનની અછતે ઊંઘતી સરકારને જગાડી પણ દીધી. બીજી લહેર દરમિયાન આંકડો ગણી ના શકાય એટલા લોકો માત્ર એક આ ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ પામ્યા હતા. કેટલાકને ઓક્સીજનના બેડ ના મળ્યા, તો કેટલાકને ઓક્સીજનના સીલીન્ડર (Oxygen Cylinder )… શહેરોમાં તો ઓક્સીજનની અછતને કંઈપણ કરી પહોચી શકાયું, પણ આદિવાસી વિસ્તારમાં ઓક્સિજનની પ્લાન્ટ (Oxygen plant inauguration) ના હોવાના કારણે લોકો ખુબ હેરાન થયા હતા.

IMAGE COURTESY-PTI

નર્મદાની માં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ (Oxygen plant inauguration)

ત્યારે કોરોના મહામારીમાં બિલકુલ નિષ્ફળ સાબિત થયેલી સરકાર, હવે મોડે મોડે જાગી છે. આખરે સરકાર પોતે કરેલી ભૂલો અને બેદરકારીમાંથી કઈક શીખી હોય એવું લાગી રહ્યું છે. નર્મદા (Narmada)  જીલ્લા પ્રસાશન દ્વારા નર્મદા જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ (Oxygen plant inauguration) કરવામાં આવ્યું હતું.

આદિવાસી વિસ્તારમાં ઓક્સિજનની તાતી જરૂરીયાતને પહોચી વળવા બે ઓક્સીજન પ્લાન્ટનું (Oxygen plant )તંત્ર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઓક્સીજન પ્લાન્ટની ક્ષમતા ૧.૮૭ મેટ્રીક ટનની (Metric ton) છે. ઓક્સિજન અને વેન્ટીલેટર (Ventilator)સાથે ૧૦૦ જેટલા દરદીઓને એક સાથે પહોંચી વળે તેવી ક્ષમતાવાળો આ ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant ) તૈયાર કરવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. (Oxygen plant inauguration)

આ પણ જુઓ : સરકાર માંડ માંડ જાગી!

પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શું અર્થ છે?

પણ કહેવાય છે પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શું અર્થ છે? ત્યારે હવે જયારે બીજી લહેર (Corona’s second wave) લગભગ પૂર્ણતાના આરે છે ત્યારે આ ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ (Oxygen plant inauguration) કરવાનો મતલબ શું? જયારે હજારો લોકો અહી મરી રહ્યા હતા. ત્યારે તો સરકાર મસ્ત નીન્દરમાં સુઈ રહી હતી. અને હવે આ ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ (Oxygen plant inauguration) કરીને ખોટી ખોટી વાહવાહી મેળવવા માંગે છે.

ભગવાન ના કરે પણ જો કોરોનાની ત્રીજી લહેર (Corona’s third wave) આવે તો તેને પહોચી વળવા, હવે નર્મદા (Narmada) જીલ્લો સક્ષમ બની જાય તેવી અમે આશા રાખીએ છીએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment