Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝAmerica : હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી, બાળકોમાં પણ વધી રહ્યુ છે કોરોના સંક્રમણનું પ્રમાણ

America : હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી, બાળકોમાં પણ વધી રહ્યુ છે કોરોના સંક્રમણનું પ્રમાણ

America
Share Now

અમેરિકા (America)માં ફરી એક વાર કોરોનાએ રફ્તાર પકડી છે. ત્યાં કેટલાક રાજ્યોની હોસ્પિટલમાં બેડ અને સ્ટાફની કમી હતી, પરંતુ હવે તો ઓક્સીજનની પણ કમી થવા લાગી છે. અમેરિકા (America)ના ફ્લોરિડા, સાઉથ કૈરોલિના, ટેક્સાસ અને લુઇસિયાના જેવા રાજ્યોની કેટલીક હોસ્પિટલ ઓક્સીજનની કમી સામે લડી રહી છે.

અમેરિકામાં ઓક્સીજનની સ્થિતિ શું છે?

ખાનગી મીડિયા સાથે અમેરિકા (America)ની કંપનીના એક અધિકારીએ વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ચાલુ દિવસોમાં ઓક્સીજનની ટેંકને 90 ટકા સુધી ભરવામાં આવે છે અને જ્યારે ટેંકમાં 40 થી 50 ટકા ઓક્સીજન (Oxygen)રહેતુ હોય છે ત્યારે તેને બીજી વાર ભરવામાં આવે છે. ત્યાં સુધી એટલુ ઓક્સીજન 3 થી 5 દિવસ સુધી ચાલે છે. પરંતુ હાલમાં એ થઇ રહ્યુ છે કે, ટેંકમાં જ્યારે 10 થી 20 ટકા ઓક્સીજન બચે છે, ત્યારે તેને બીજી વખત ભરવામાં આવે છે. તેનાથી માત્ર એક બે દિવસની જ સપ્લાઇ વધે છે. જેને ગંભીર સ્થિતિમાં છે તેવી ગણના કરી શકાય.

corona variant

આ પણ વાંચો: વેક્સિનેશનનો 1 કરોડના આંકડાને પાર કરવો એ એક મહત્વની સિદ્ધિ

મુજબ, ફલોરિડાની હોસ્પિટલો (Hospital)માં દાખલ થઇ રહેલા દર્દીઓની સંખ્યા પુરા દેશમાં સૌથી વધુ છે. એ જ દિવસે એક લાખની વસ્તીમાંથી 75 દર્દી હોસ્પિટલમાં દાખલ હતા. ફ્લોરિડાના એક મેડિકલ સેન્ટરના ડાયરેક્ટરે જણાવ્યું કે, અમે લોકોના મોત થતા જોઇને થાકી ગયા છીએ, કારણ કે તેઓને અત્યાર સુધી વેક્સિન (Vaccine)લાગી નહતી. તેઓએ કહ્યું કે, ડેલ્ટા વેરિએન્ટ (Delta Varient)દર્દીઓના ફેફસા ખાલી કરી રહ્યો છે, જેનાથી લોકોના મોત નિપજે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે ડેલ્ટા વેરિએન્ટ સંક્રમિત દર્દીઓના વહેલા મોત નિપજે છે. ડાયરેક્ટરે વધુમાં જણાવતા કહ્યું કે, તેના આઇસીયુમાં જેટલા પણ દર્દીઓ છે, તેમાંથી એક પણ એવો નથી જેને વેક્સિન લીધી હોય. તેનુ કહેવુ છે કે વેક્સિન કોઇ જાદુઇ દવા નથી, પરંતુ તેનાથી તમે મોત સુધી નથી પહોંચતા.

એન્થની ફૌચીએ શું કહ્યું?

તો અમેરિકાના ટોપ એક્સપર્ટ ડૉ. એન્થની ફૌચીએ જણાવ્યું કે, અમેરિકામાં ડિસેમ્બર સુધી કોરોના (Corona)ના એક લાખથી વધુ મોત થવાનું અનુમાન છે, પરંતુ આપણે તેને રોકી શકીએ છીએ કારણ કે હવે આપણી પાસે વેક્સિન છે. તેઓએ વધુમાં કહ્યું કે, આપણે આ અનુમાનને બદલી શકીએ છીએ. જો આપણે જલ્દી વેક્સિન લગાવી દઇએ તો. અમેરિકામાં હજુ પણ 8 કરોડ લોકો એવા છે જે ઠીક હોવા છતાં પણ હજુ સુધી વેક્સિન લીધી નથી.

 

બાળકોમાં વધી રહ્યુ છે સંક્રમણનું પ્રમાણ

અમેરિકામાં સ્કૂલ (School)ખુલતાની સાથે જ બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધવા લાગ્યુ છે. હોસ્પિટલમાં દાખલ થવામાં બાળકોની સંખ્યા પણ મોટી માત્રામાં છે. એક યૂનિવર્સિટીના પ્રોફેસરે જણાવ્યું કે, અમેરિકામાં ઘણી જગ્યાએ સ્કુલ ખુલી ગઇ છે, જ્યાં બાળકો માસ્ક પહેર્યા વિના જઇ રહ્યા છે. માસ્ક અને વેક્સિનેશન (Vaccination)નો વિરોધ થઇ રહ્યો છે,

તેઓએ વધુમાં કહ્યું કે, અમેરિકામાં હાલમાં તમામ સ્કુલ નથી ખુલી, પરંતુ જલ્દી તમામ સ્કુલ ખુલી શકે છે. હજુ 12 વર્ષના બાળકોની વેક્સિન નથી આવી. તેઓએ કહ્યુ કે, તેમા કોઇ શક નથી કે આગામી સમયમાં હોસ્પિટલોમાં દાખલ થનારા બાળકોની સંખ્યા ઝડપથી વધશે અને બાળકોના મોત પણ  નોર્મલ થઇ જશે.

ડૉ. ફૌચી જણાવે છે કે, અમારા માટે આ નવુ નથી. દેશની ઘણી સ્કુલમાં ખાસ કરીને સરકારી સ્કુલમાં એ જરૂરી છે કે તમે તમારા બાળકને સ્કુલમાં મોકલવા માગો તો તેને પોલિયો, ખસરા, રૂબેલા, હેપેટાઇટિસની વેક્સિન (Vaccine)જરૂર લગાવી જોઇએ. તેમને કહ્યુ કે, જે બાળકો વેક્સિન માટે યોગ્ય છે તેને વેક્સિન જરૂર લગાવી લેવી જોઇએ. 

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment