Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝVadodara: ચિત્રકારે મીઠામાંથી ગાંધીજીના ચિત્રો તૈયાર કરી અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી

Vadodara: ચિત્રકારે મીઠામાંથી ગાંધીજીના ચિત્રો તૈયાર કરી અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી

Vadodara
Share Now

દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. જેમને આપણે મહાત્મા ગાંધી તેમજ બાપુના હુલામણા નામથી બોલાવીએ છીએ. આજે શનિવારે 2જી ઓક્ટોબરના રોજ ગાંધીજીની જન્મ જયંતિ હોવાથી દેશના નાગરિકો વિવિધ રીતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી યાદ કરી રહ્યાં છે, ત્યારે આજે અમે તમને વડોદરા (Vadodara)ના એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે જેઓ પોતે કાયદામાં (LLB, LLM) સ્નાતક હોવા છતાં ગાંધીજીના સિદ્ધાંતોને વળગી રહ્યા છે.

આ પણ વાંચો: Gandhi Jayanti 2021: જાણો ગાંધીજીના જીવનની કેટલીક રસપ્રદ વાતો વિશે

વડોદરા (Vadodara)ના આ ચિત્રકારે હોમ બેઝ મ્યુઝિયમ તૈયાર કર્યું

તમારી સ્ક્રીન પર તમે જેમને જોઈ રહ્યા છો તેમનું નામ છે અતુલભાઈ શાહ. અતુલભાઈ એ પોતે કાયદાનો અભ્યાસ કરેલો છે. એલે.એલ.બી બાદ એલ.એલ.એમ કર્યું અને બાદમાં તેમને ભાસ થયો કે વકીલાતના વ્યવસાયમાં સાચા અને જુઠ્ઠાના પારખાં કરવા પડશે. જેથી તેમને આ વ્યવસાયમાં ફાવટ ન આવતા કઇક નવું કરવાનો વિચાર આવ્યો હતો. અતુલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ચિત્રકારી (Painting)પર પોતાનો હાથ અજમાવી રહ્યા છે. આ સાથે જ તેમને પોતાના ઘરે હોમ બેઝ મ્યુઝિયમ પણ તૈયાર કર્યું છે.

વડોદરા (Vadodara)ના આ ચિત્રકારે મિઠામાંથી પેન્ટિંગ્સ તૈયાર કર્યાં

અતુલભાઈ દર વર્ષે ગાંધીજી (Gandhiji)ને અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવે છે, ત્યારે આ વર્ષે પણ તેમને તેમની પત્ની સાથે મળીને આશરે પાંચ મહિનાની મહેનત બાદ મીઠામાંથી અનોખી રીતે ગાંધીજીના સિદ્ધાંતો પર પેન્ટિંગ્સ તૈયાર કર્યા છે. તેમને ગાંધીજીના જીવનના મુખ્ય 22 સિદ્ધાંતો જેમ કે વ્યસન મુક્તિ, સ્વચ્છતા, મેક ઇન ઇન્ડિયા સહિતના સિદ્ધાંતોને મીઠાથી ચિત્ર સ્વરૂપે કંડાર્યા છે. હાલ કોરોના કાળ હોવાથી તેમને આ ચિત્રોનું ઓનલાઈન પ્રદર્શન શરૂ કર્યું છે. આવનાર સમયમાં ગાંધી નિર્વાણ દિને આ ચિત્ર પ્રદર્શન ત્રણ દિવસ માટે શહેરીજનો માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.

યુવા ગ્રુપ દ્વારા ગાંધી વિચારધારાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયુ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment