Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝજુઓ આ શિવ ભક્તની અદભુત કળા, માત્ર ૩ રંગની પેનથી આલેખ્યા 500 ચિત્રો!

જુઓ આ શિવ ભક્તની અદભુત કળા, માત્ર ૩ રંગની પેનથી આલેખ્યા 500 ચિત્રો!

Share Now

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શન નો અનોખો મહિમા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક રાયગઢ ગામે શિવ દર્શનનું ત્રણ દિવસ માટે આયોજન કરાયું છે. જેમાં અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરી ભગવાન શિવની 500 થી વધુ કલાકૃતિઓ (paintings of Lord Shiva) પ્રદર્શિત કરાઇ છે. 

paintings of Lord Shiva by using only three pen

 

શિવની 500થી વધુ કલાકૃતિઓ (paintings of Lord Shiva)

  • અમદાવાદના હસમુખ પટેલ ભગવાન શિવના અનોખા ભક્ત છે.
  • જોધપુર વિસ્તારમાં હસમુખભાઈ પાન પાર્લર ચલાવે છે 
  • છેલ્લાં 18 વર્ષથી ભગવાન શિવના ચિત્રો (paintings of Lord Shiva) બનાવી રહ્યાં છે.
  • તેમજ અત્યાર સુધીમાં 500 જેટલા ચિત્રો તેમણે બનાવ્યા છે.
  • માત્ર 10 ધોરણ સુધી ભણેલા હસમુખભાઈએ ચિત્રો બનાવવાની તાલીમ લીધી નથી.
  • શિવ તાંડવ, ગંગા અવતરણ, ભસ્માસુર વધ જેવા પ્રસંગોને આવરી લઈને ચિત્રો દોર્યા છે.

જુઓ આ વિડીયો: શિવ ભક્ત: 3 પેનથી સર્જી શિવની કલાકૃતિ

શિવજીના ચિત્રોમાં (paintings of Lord Shiva) માત્ર લાલ અને કાળા રંગનો ઉપયોગ

બાર જ્યોર્તિલિંગની કથાઓને આવરી લઈને બનાવેલા ચિત્રોનું પ્રદર્શન પણ તમામ જ્યોર્તિલિંગના મંદિરોમાં આયોજિત કરવામાં આવ્યું હતું. છેવાડાના ગ્રામજનોને ભગવાન શિવની વિવિધ પ્રતિમા તેમજ કલાકૃતિઓ ના દર્શન કરાવવા આ અભિયાનની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢ પાસે માત્ર લાલ અને કાળા રંગનો ઉપયોગ કરી છે.

paintings of Lord Shiva by using only three pen

“શિવ દર્શન”

ઉભા કરાયેલા ભગવાન શિવના પ્રદર્શનને શિવ દર્શન નામ તેમણે આપ્યું છે. તેમના મતે ભગવાન શિવના ચિત્રો તેઓ માત્ર દર્શનાર્થે જ રાખે છે. જોકે 2006માં સોમનાથ મહાદેવથી શરૂ કરેલી શિવ દર્શન યાત્રા 2018માં ધૃષ્ણેશ્વર મહાદેવ ખાતે પુરી કરી છે. જોકે હવે તેઓ ગુજરાતના શિવ મંદિરોમાં શ્રાવણ પર્વ નિમિત્તે શિવ દર્શનનું આયોજન કરી સમાજના છેલ્લા વ્યક્તિ સુધી સામાજિક ક્રાંતિ લાવવા વિશેષ પ્રયાસ કર્યો છે. તેમજ હિંમતનગરના રાયગઢ ખાતે આ પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી યોજાશે. જેમાં સવારે 11 વાગ્યાથી વૈજનાથ મહાદેવ રાયગઢ ખાતે ભાવિક ભક્તજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે.

paintings of Lord Shiva by using only three pens

શિવ દર્શનને પોતાના જીવનની ધન્યતા ગણાવી…

જોકે હાલના તબક્કે સાબરકાંઠાના હિંમતનગર રાયગઢ ખાતે યોજાયેલા આ શિવ દર્શન માટે સ્થાનિક ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારના લોકો પણ ખુબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી આવેલા યુગલે રાયગઢમાં શિવ દર્શનને પોતાના જીવનની ધન્યતા ગણાવી હતી. સાથે જ શિવ દર્શનના પગલે રોમાંચિત થઇ પોતાના જીવનમાં શિવને સ્થાન આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: આ મંદિરમાં બિરાજેલા શિવનું સ્વરૂપ ના કોઈએ જોયું હશે, ના કોઈએ વિચાર્યું હશે!

જોકે સાબરકાંઠાના હિંમતનગર રાયગઢ ગામે યોજાયેલા શિવ દર્શન અને સ્થાનિક લોકો સહિત આસપાસના વિસ્તારમાંથી ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં આવા પ્રદર્શનો છેવાડાના ગામ સુધી થાય તો શિવ મહિમા વધે તે બાબત નક્કી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment