પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શનિવારે વહેલી સવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. જે નક્કી હતું એ જ થયું. ઇમરાને પોતાના ભાષણમાં કાશ્મીર અને અફઘાનિસ્તાન પર જ ભાષણનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતે એકપક્ષીય પગલાં લઈને કાશ્મીર પર બળજબરીથી કબજો કર્યો છે. ઈમરાનના આ નિવેદનનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ફરી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ખરીખોરી સંભળાવી પરંતુ આ વખતે ભારતીય ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબે દ્વારા તેને કડક જવાબો આપવામાં આવ્યા છે. યુએનમાં ભાષણ આપતી વખતે ઈમરાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને સ્નેહા દુબએ તેમને આયનો બતાવ્યો.
પાકિસ્તાનની ભૂમી પર આતંકીઓ રહેતા હોય જેને પાકિસ્તાન કરે છે સપોર્ટ
Entire UTs of Jammu&Kashmir & Ladakh were, are & will always be integral & inalienable part of India. This includes areas that are under illegal occupation of Pakistan. We call upon Pakistan to immediately vacate all areas under its illegal occupation: First Secretary Sneha Dubey pic.twitter.com/bYPdrdpy1H
— ANI (@ANI) September 25, 2021
સ્નેહા દ્વારા કહેવામાં આવ્યું કે સમગ્ર વિશ્વ માને છે કે પાકિસ્તાનની ભૂમી પર આતંકીઓ રહેતા હોય છે. સાથેજ પાકિસ્તાન તેને સપોર્ટ પણ કરે છે. ઉપરાંત સ્નેહાએ કહ્યું કે ખોટી રીતે પાકિસ્તાને જે કાશ્મીરના ટુકડા પર કબ્જો જમાવી લીધો છે તે ભાગ પણ ખાલી કરવા માટે કહ્યું જેને લઈને સભામાં ઈમરાન ખાનની બોલતી બંધ થઈ ગઈ હતી.
આ પણ જુઓ : મોદીની જો બાયડન સાથે મુલાકાત
પાકિસ્તાને જુઠ્ઠાણાં ફેલાવવા માટે UNના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો
દુબેએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો જાણે છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન અને મદદ કરવાનો પાકિસ્તાનનો ઇતિહાસ પાકિસ્તાનની નીતિમાં સમાવિષ્ટ છે. આ પહેલીવાર નથી, જ્યારે પાકિસ્તાને ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવા અને વિશ્વનું ધ્યાન હટાવવા માટે UN પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે, જ્યારે આતંકવાદીઓ પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે.
બ્રિટનના સાંસદે ભારતના કર્યા વખાણ
નોંધનીય છે કે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને જમ્મુ અને કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરથી ભારતીય સેના હટતા જ અફઘાનિસ્તાન જેવા હાલાત પેદા થશે. સાંસદે કલમ 370 હટાવવાના નિર્ણયના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે અલ્પસંખ્યકો માટે સમૃદ્ધિ અને સારી સુરક્ષા મળી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt