Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનથી ચાલતી એક માત્ર ઇન્ટરનેશનલ એરલાઇન્સ પણ બંધ, જાણો તેનુ કારણ

અફઘાનિસ્તાનથી ચાલતી એક માત્ર ઇન્ટરનેશનલ એરલાઇન્સ પણ બંધ, જાણો તેનુ કારણ

Pakistan
Share Now

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે (PIA)ગઇકાલે ગુરુવારે કાબુલથી તેની ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન (Pakistan) એરલાઇન્સ (Airlines)ના આ નિર્ણયથી લોકો આશ્ચર્યમાં મુકાયા છે. તેનુ કારણ એ છે કે પાડોશી દેશ તાલિબાન સાથે વધારે પડતો સંબંધ રાખી રહ્યો હતો. ત્યારે પાકિસ્તાનના આ નિર્ણયથી હવે લાગી રહ્યું છે કે આ સંબંધ પાકિસ્તાન માટે કામનો નથી રહ્યો.

તાલિબાને પાકિસ્તાન (Pakistan)સમક્ષ શું શરત મૂકી 

મળતી માહિતી મુજબ, તાલિબાન (Taliban)ની આગેવાની હેઠળની અફઘાન સરકારે પાકિસ્તાન સમક્ષ અનેક શરતો મૂકી હતી. તેમા જો ઉદાહરણની વાત કરીએ તો, તાલિબાન અફઘાનિસ્તાન માટે તેના વિમાની ભાડા ઘટાડવા માટે પાકિસ્તાન પર દબાણ કરી રહ્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાન પીઆઈએ ફ્લાઈટ (Flight)ની ટિકિટ (Ticket)ની કિંમત અડધી કરવા માટે કહી રહ્યું છે. તે જ સમયે, કેટલાકએ કહ્યું છે કે, PIA ને અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પહેલા જે સ્તર હતું તે ફ્લાઇટ ટિકિટ દર લાવવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Afghanistan: તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ કમાન

આ પહેલા તાલિબાને પીઆઇએ અને અફઘાનિસ્તાન (Afghanistan)ની કામ એરને ચેતવણી આપી હતી કે તેમણે ફ્લાઇટ્સના ભાવ ઘટાડવા જોઇએ નહીંતર ફ્લાઇટ બંધ કરી દેવામાં આવશે. અફઘાનિસ્તાનના પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પત્રમાં, આ હુકમનામું આ બે એરલાઇન્સને આપવામાં આવ્યું હતું. જો ટિકિટની કિંમત ઓછી ન હોય તો મુસાફરોને મંત્રાલયનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું.

એરલાઇન્સના ભાડું આસમાને

મળતી માહિતી અનુસાર, કાબુલના એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું હતું કે ત્યાંથી ઇસ્લામાબાદની ટિકિટ 2500 ડોલર છે. ભારતીય રૂપિયામાં જો તેને આંકવામાં આવે તો તે એક લાખ 88 હજાર રૂપિયા જેટલા થાય છે. 15 ઓગસ્ટના રોજ તાલિબાનના કબજા પહેલા, આ ભાડું 120 થી 150 ડોલર એટલે કે લગભગ 11 હજાર રૂપિયા હતું.

તાલિબાનીઓએ એરલાઇન્સના કર્મીને ધમકી આપ્યાનો દાવો

પાકિસ્તાની મીડિયાએ પીઆઈએ (PIA)ને ટાંકીને દાવો કર્યો હતો કે, તાલિબાન કમાન્ડરો કાબુલ માટે ફ્લાઇટ ફરી શરૂ થયા ત્યારથી તેમના કર્મચારીઓને ધમકી આપી રહ્યા હતા. તો સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાનમાં પીઆઈએના પ્રતિનિધિને તાજેતરમાં બંદૂકની અણીએ બંધક બનાવવામાં આવ્યા હતા. બાદમાં પાકિસ્તાના દૂતાવાસના હસ્તક્ષેપ બાદ તાલિબાન દ્વારા તેને છોડવામાં આવ્યો હતો.

તાલિબાનના કબજા બાદ એક માત્ર આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ પણ બંધ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એકમાત્ર આંતરરાષ્ટ્રીય (International)કંપની હતી જે કાબુલથી નિયમિત રીતે સંચાલન કરતી હતી. મોટાભાગની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ હવે અફઘાનિસ્તાન જતી નથી. કાબુલ એરપોર્ટ (Kabul Airport)ફરી ખુલ્યા બાદ પીઆઈએ બંને દેશો વચ્ચે મર્યાદિત હવાઈ મુસાફરી સેવા પણ ઓફર કરી રહી હતી. હવે તે પણ બંધ થઇ છે.

Pakistan ના પ્રવક્તાએ શું કહ્યું?

પીઆઈએના પ્રવક્તાએ કહ્યું કે, તેમની એરલાઈને અફઘાનિસ્તાન માટે આવા મુશ્કેલીના સંજોગો દરમિયાન પણ ફ્લાઇટની ઉડાન ભરી હતી જ્યારે વિશ્વની તમામ એરલાઇન્સે કાબુલમાં તેમની ઉડાન પર પાબંધી લગાવી દીધી હતી. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ બાદ PIA એ લગભગ 3000 લોકોને બહાર નિકાળ્યા છે. કાબુલ (Kabul)માંથી બહાર લાવવામાં આવેલા લોકોમાં સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક, આઇએમએફ, અન્ય વૈશ્વિક સંસ્થાઓ તેમજ આંતરરાષ્ટ્રીય પત્રકારોનો સમાવેશ થાય છે. મતલબ એ કે, સંબંધ રાખવા છતા પણ તે કંઈ કામ ન આવ્યું.

સૌરાષ્ટ્રથી ગોવાની ફ્લાઇટ શરૂ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment