Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝપાકિસ્તાનમાં મોંઘવારીનો માર: મંત્રીની વિચિત્ર સલાહ- ‘રોટલા ઓછા ખાવ’

પાકિસ્તાનમાં મોંઘવારીનો માર: મંત્રીની વિચિત્ર સલાહ- ‘રોટલા ઓછા ખાવ’

Pakistan
Share Now

પાકિસ્તાન (Pakistan)માં મોંઘવારી સતત વધતી જઇ રહી છે. મોંઘવારીથી ત્રસ્ત લોકોને રાહત આપવાને બદલે ત્યાંના નેતાઓ વિચિત્ર સલાહ આપી રહ્યા છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારમાં પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન બાબતોના મંત્રી (Minister)અલી અમીન ગંડાપુરે તાજેતરમાં એક સભાને સંબોધતી વખતે લોકોને મોંઘવારી સામે લડવા, ખાંડ અને રોટલી ઓછી આરોગવા અંગેની એક વિચિત્ર સલાહ આપી હતી. અમીન ગંડાપુરે કહ્યું કે, ‘હું ચામાં સો દાણા ખાંડ નાખું છું, જો હું નવ ઓછા દાણા નાખું તો ચાનો સ્વાદ ઓછો મીઠો થશે? આપણે ઘણા નબળા બની ગયા છીએ. આપણે આપણા દેશ અને આપણા સમાજ માટે આટલું બલિદાન આપી શકતા નથી.

પાકિસ્તાન (Pakistan)માં મોંઘવારી કેટલી છે

તાજેતરમાં પાકિસ્તાન સ્ટેટિસ્ટિક્સ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 9 ટકા નોંધાયો હતો. મોંઘવારીમાં વધારો થવાને કારણે ત્યાંના લોકોને રોજબરોજની વસ્તુઓ ખરીદવામાં વધુ પૈસા ખર્ચવા પડી રહ્યાં છે.

મંત્રીની વિચિત્ર સલાહ

ગંડાપુરે કહ્યું કે, જો 9 ટકા મોંઘવારી છે અને હું ઘઉંની 100 રોટલી આરોગુ તો શું હું મારા સમાજ માટે 9 રોટલીની કુરબાની ન આપી શકુ. લોકોએ તો પેટ પર પત્થર બાંધીને પણ યુદ્ધ લડ્યા છે. સુપરપાવરને પણ ટક્કર આપી છે. આપણે નિર્ણય કરવાનો છે કે, આપણે બાળકોને એ પાકિસ્તાન આપવુ છે જ્યાં બાળકો જન્મતાની સાથે જ દેવાદાર ન થઇ જાય. સોશિયલ મીડિયા (Social media)પર ગંડાપુરના આ સંબોધનને શેર કરી અને તેની આકરી ટીકા થઇ રહી છે.

આ પણ વાંચો: આવકવેરા વિભાગના ફાર્મા કંપની પર દરોડા, અધધ…કરોડ રોકડ મળી આવી

Pakistan માં કેમ છે મોંઘવારી?

વિશેષજ્ઞ અનુસાર પાકિસ્તાનમાં હાલની મોંઘવારીના ત્રણ કારણો છે. વિશ્વ બજારમાં ચીજવસ્તુઓના ભાવમાં વધારો, પાકિસ્તાની રૂપયાની કીંમત ઓછી અને હાલમાં જ સરકાર તરફથી લાગુ કરવામાં આવેલી ટેક્સની નીતિઓ. વિશેષજ્ઞ અનુસાર, પાકિસ્તાનમાં સરકાર આવકના લક્ષ્યને હાંસિલ કરવા માટે ઇંધણ જેવી વસ્તુઓ પર ટેક્સ વધારે છે, જેથી તેની કિંમતમાં વધારો થાય છે. જો આવી જ રીતે જોવામાં આવે તો રોજબરોજની ચીજવસ્તુઓમાં ઇંઘણનો ઉપયોગ થાય છે. દેખીતી રીતે તેવામાં તેની કિંમતમાં વધારો થાય છે. પાકિસ્તાનમાં હાલમાં જ ઇંઘણની કિંમતમાં વધારો થયો છે.

સ્વતંત્રતા દિવસ વિશેષ, જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment