Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝકુલભૂષણ જાધવને મોટી રાહત, આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય સામે પાકિસ્તાન ઝૂક્યું

કુલભૂષણ જાધવને મોટી રાહત, આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય સામે પાકિસ્તાન ઝૂક્યું

Kulbhushan Jadhav
Share Now

ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાન (Pakistan )ના નિર્ણયથી મોટી રાહત મળવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને સંયુક્ત સત્રમાં કુલભૂષણને અપીલનો અધિકાર આપવા સંબંધિત બિલ પાસ કર્યું છે. આ મુજબ હવે કુલભૂષણ જાધવ અપીલ કરી શકશે.

Pakistan સૈન્ય કોર્ટે Kulbhushan Jadhav ને ફાંસીની સજા સંભળાવી 

જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ની ફટકાર બાદ પાકિસ્તાને આ નિર્ણય લીધો છે. હકીકતમાં, વર્ષ 2017માં પાકિસ્તાનની સૈન્ય કોર્ટે કુલભૂષણ જાધવને ફાંસી (Hanging)ની સજા સંભળાવી હતી, જેની સામે ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતનો સંપર્ક કર્યો હતો.

ICJએ પાકિસ્તાનના નિર્ણય પર રોક લગાવી

હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે ત્યારબાદ પાકિસ્તાનના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. આ ઉપરાંત જુલાઈ 2019માં આપેલા નિર્ણયમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું કે, પાકિસ્તાન તેના નિર્ણયની સમીક્ષા કરે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સૈન્ય અદાલતના નિર્ણય સામે કુલભૂષણ જાધવને અપીલનો અધિકાર આપવામાં આવે. જે બાદ હવે પાકિસ્તાને સંસદમાં તેને લગતું બિલ પાસ કર્યું છે.

આ પણ વાંચો: Aryan In Court: ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને આજે જામીન મળશે કે નહીં?

કુલભૂષણ જાધવની માર્ચ 2016માં પાકિસ્તાને ધરપકડ (arrest)કરી હતી. પાકિસ્તાનનો દાવો છે કે, કુલભૂષણ જાધવની બલૂચિસ્તાનમાંથી જાસૂસી કરવામાં શંકાના આધારે પકડવામાં આવ્યો હતો. ધરપકડ બાદ ભારતે એમ પણ કહ્યું હતું કે, કુલભૂષણ જાધવ ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી છે, જેનો ઈરાનમાં બિઝનેસ છે અને ઈરાનમાંથી જ પાકિસ્તાને તેની ધરપકડ કરી છે.

આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને ફટકાર લગાવી

કુલભૂષણની ધરપકડ બાદથી ભારતે પાકિસ્તાન પાસે વારંવાર રાજદ્વારી મદદ માગી છે, પરંતુ પાકિસ્તાને તેનો જવાબ આપ્યો નથી. તેના બદલે વર્ષ 2017માં પાકિસ્તાનની સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. જે બાદ ભારતે પાકિસ્તાનના આ નિર્ણય સામે નેધરલેન્ડના હેગમાં આવેલી ઈન્ટરનેશનલ કોર્ટમાં અપીલ કરી હતી.

Kulbhushan Jadhav ની મુલાકાતને લઇને અનેકવાર સવાલો ઉભા થયા છે

ઈન્ટરનેશનલ કોર્ટ (International Court of Justice)માં પોતાના નિર્ણયને લઇને પાકિસ્તાનને ફટકાર લગાવવામાં આવી હતી. પાકિસ્તાને ચુકાદાની વચ્ચે કુલભૂષણ જાધવને તેની માતા અને પત્નીને મળવાની મંજૂરી આપી હતી, પરંતુ ત્યાં પણ સુરક્ષાના નામે કાચની દિવાલ પણ ઉભી કરવામાં આવી હતી, જેને લઇને અનેક સવાલો ઉભા થયા હતા. હવે અપીલનો અધિકાર મળ્યા બાદ કુલભૂષણ જાધવ સૈન્ય કોર્ટના નિર્ણય સામે અપીલ કરી શકશે.

પાકિસ્તાન રોડ પણ ગિરવે રાખશે જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment