Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝબિલ ગેટ્સ સાથે થઇ 700 કરોડની છેતરપિંડી

બિલ ગેટ્સ સાથે થઇ 700 કરોડની છેતરપિંડી

Pakistani Cheats Bill Gates: Arif Naqvi siphoned Rs 7 billion to World’s Richest Man
Share Now

અમદાવાદ : આજકાલની ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં જ્યાં જોવો ત્યાં નાની મોટી છેતરપિંડીની ઘટનાઓ બની રહી છે. કારોબારીઓથી લઈને એક નાનો સેલ્સમેન પણ સરકાર, દેશ, લેણદારો અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી જાય છે પરંતુ, જો તમને કહેવામાં આવે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિને કોઈ છેતરી ગયો તો શું તમારા માનવામાં આવશે ? અને એમ કહીએ કે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યકતિ બિલ ગેટ્સ સાથે કોઈ એશિયન માણસ છેતરપિંડી કરી ગયો તો શું તમે માનશો ? જવાબ તમારો હશે ના, પરંતુ, આ હકીકત છે અને એક પુસ્તકમાં આ(Pakistani Cheats Bill Gates) ઘટના પ્રકાશિત પણ કરવામાં આવી છે.Pakistani Cheats Bill GatesPakistani Cheats Bill Gates

વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને એક ઠગ પાકિસ્તાની દ્વારા છેતરવામાં આવ્યા છે. એક પુસ્તક મુજબ આરીફ નકવીએ બિલ ગેટ્સ સાથે 7 અબજ રૂપિયાથી વધુની છેતરપિંડી(Pakistani Cheats Bill Gates) કરી છે. આ દાવો પુસ્તક ‘ધ કી મેન: ધ ટ્રુ સ્ટોરી ઓફ હાઉ ધ ગ્લોબલ એલિટ બેટ્રેઇડ બાય એ કેપિટલિસ્ટ ફેરી ટેલ(The Key Man: The True Story of How the Global Elite Betrayed by a Capitalist Fairy Tale)માં કરવામાં આવ્યો છે.

સિમોન ક્લાર્ક અને વિલ લોફ દ્વારા લખાયેલ પુસ્તકમાં જણાવાયું છે કે આરીફ નકવીએ બિલ ગેટ્સને 100 મિલિયન ડોલર (7.41 અબજ રૂપિયા)નો ચૂનો લગાવ્યો છે. નકવી અબજોપતિઓની સંપત્તિ હડપ કરનાર એક ‘ઠગ’ હતો.

આ પણ વાંચો : સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા લાખો રૂપિયા પોસ્ટ ઓફિસમાંથી થયા ગાયબ, ખાતેદારો ચિંતામાં

કોણ છે આરીફ નકવી ?

આરીફ નકવી પાકિસ્તાનમાં ખાનગી ઇક્વિટી કંપનીના વડા હતા. વિશ્વના રોકાણકારો પાસેથી નાણાં પ્રાપ્ત કરીને તેમણે બિલ ગેટ્સ સહિત ઘણા ધનિક લોકો સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા અને તેનો ફાયદો ઉઠાવીને તેમણે બિલ ગેટ્સ પાસેથી મોટી રકમ ચોરી લીધી.

પુસ્તક અનુસાર આરીફ નકવીએ લગભગ 100 મિલિયન ડોલરની ગેરરીતિ(Pakistani Cheats Bill Gates) આચરી હતી. આ રકમની અડધી ગણતરી કરવામાં જ આવી ન હતી. આ ધાંધલી કેસમાં નકવી જેલભેગા થઈ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે કંપનીના જ એક કર્મચારીએ તમામ ઈન્વેસ્ટરોને આ બાબતની જાણ કરતા ઈ-મેલ મોકલ્યો હતો.

Bill and Melinda Gates's charity, Bill & Melinda Gates Foundation

આરીફનું છે મોટું નામ

આરીફનું નામ આ પહેલાં પણ અનેક કિસ્સાઓમાં બહાર આવ્યું છે , જોકે તે તમામ બાબતો સકારાત્મક હતી. એક સમયે આરીફ નકવી એટલી ઉંચી હસ્તી હતા કે તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મુસ્લિમ બિઝનેસ નેતાઓના મેળાવડામાં શામેલ થવા આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત યુએસ સરકારે નકવીની કંપનીમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે. નકવીએ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે ખુદ મોટું દાન પણ આપ્યું હતું. બિલ અને મેલિન્ડા ગેટ્સની જેમ, તેણે પોતાનું ‘અમન ફાઉન્ડેશન’ બનાવ્યું છે.

આ પણ વાંચો : હમ દોનો ભાઈ-ભાઈ: તાલિબાન-પાકિસ્તાન વચ્ચેનો વેપાર એક જ સપ્તાહમાં 50% વધ્યો

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment